Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇમાં યોજાયો મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ, મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ  ડભોઇ કોલેજ ખાતે મફત સર્વરોગ નિદાન ચેકઅપ તથા સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો.વડોદરા જીલ્લા ભારતીય જનતા પાર્ટી, વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઇ કોલેજ કેમ્પસ તેમજ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ડભોઇ...
ડભોઇમાં યોજાયો મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ  મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ 

Advertisement

ડભોઇ કોલેજ ખાતે મફત સર્વરોગ નિદાન ચેકઅપ તથા સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો.વડોદરા જીલ્લા ભારતીય જનતા પાર્ટી, વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઇ કોલેજ કેમ્પસ તેમજ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ડભોઇ બ્રાંચ, -લાયન્સ કલબ ઓફ ડભોઈ તેમજ પારુલ હોસ્પિટલ જેવી સેવાભાવી સંસ્થાઓના સહકારથી મફત સર્વરોગ નિદાન અને સારવાર તેમજ મફત દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

300 ઉપરાંત  દર્દીઓએ લાભ લીધો

Advertisement

આ કાર્યક્રમ અંતર્ગત 300 ઉપરાંત  દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પના ઉદઘાટન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી શતિષભાઈ પટેલ, ઉદ્ઘધાટક તરીકે ડભોઈના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) , વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી શશીકાન્ત પટેલ વડોદરા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ , વડોદરા જીલ્લાના BJPના મહામંત્રી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડૉ. બી. જે. બ્રહ્મભટ્ટ, ડભોઇ નગર પાલિકાના પ્રમુખશ્રી બીરેનભાઈ શાહ, લાયન્સ કલબ ઓફ ડભોઈના પ્રમુખશ્રી કલ્પેશભાઈ પટેલ, લાયન્સ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લાયન બંકિમ પુરોહિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માનદ મંત્રીશ્રી લાયન પ્રોફેસર અશોક બારિયા અને મોટી સંખ્યામાં લાયન્સ ક્લબ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો .

Advertisement

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે પખવાડીયાના વિવિધ સેવાભાવી કાર્યક્રમો અંતર્ગત આયોજન 

ડભોઈના ધારાસભ્યશ્રી શૈલેષ મહેતા (સોટ્ટા) એ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિતે પખવાડીયા વિવિધ સેવાભાવી કાર્યક્રમ દ્વારા સાચા અર્થમાં મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી અને એમાં પણ મોટાભાગના જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો છે ત્યારે આયોજકો ખરેખર અભિનંદનના અધિકારી છે તેમ જણાવ્યું હતું.આ કેમ્પમાં ઓર્થોપેડિક, સ્ત્રીરોગ, બાળરોગ, નાક, કાન, ગળા આંખ, ચામડી ના રોગ તેમજ મેડિશીન અને જનરલ સર્જરી વિભાગની ખાસ સુવિધા આપવામાં આવી હતી.કેમ્પના અંતે લાયન બંકિમ પુરોહિત સર્વેનો આભર વ્યક્ત કર્યો હતો

Tags :
Advertisement

.