Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GCS હોસ્પિટલ ખાતે બાળકોમાં ખૂંધની સમસ્યા માટે નિઃશુલ્ક નિદાન અને નિશુલ્ક સર્જરી કેમ્પ

શું છે ખૂંધની સમસ્યા ?સ્કોલિયોસિસ એ કરોડરજ્જુની સ્થિતિ છે જે બાળકો અને કિશોરોને સૌથી વધુ અસર કરે છે. કરોડરજ્જુમાં વળાંક-ખૂંધની ખોડ-ખાંપણની સમસ્યાને લીધે બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. સ્કોલિયોસિસ કરોડરજ્જુમાં બાજુ-થી-બાજુ 'C' અથવા 'S' આકારના અસાધારણ વળાંકનું કારણ બને છે. તે કરોડરજ્જુના કોઈપણ ભાગને અસર કરી શકે છે, પરંતુ છાતીનો વિસ્તાર અને પીઠનો ભાગ સૌથી સામાન્ય વિસ્તારો છે. ખૂàª
gcs હોસ્પિટલ ખાતે બાળકોમાં ખૂંધની સમસ્યા માટે નિઃશુલ્ક નિદાન અને નિશુલ્ક સર્જરી કેમ્પ
શું છે ખૂંધની સમસ્યા ?
સ્કોલિયોસિસ એ કરોડરજ્જુની સ્થિતિ છે જે બાળકો અને કિશોરોને સૌથી વધુ અસર કરે છે. કરોડરજ્જુમાં વળાંક-ખૂંધની ખોડ-ખાંપણની સમસ્યાને લીધે બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. સ્કોલિયોસિસ કરોડરજ્જુમાં બાજુ-થી-બાજુ "C" અથવા "S" આકારના અસાધારણ વળાંકનું કારણ બને છે. તે કરોડરજ્જુના કોઈપણ ભાગને અસર કરી શકે છે, પરંતુ છાતીનો વિસ્તાર અને પીઠનો ભાગ સૌથી સામાન્ય વિસ્તારો છે. ખૂંધની સમસ્યાથી પીડાતા બાળકો માટે જીસીએસ હોસ્પિટલ ખાતે સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલ મેડિકલ સેન્ટર (અમેરિકા)ના સહયોગથી ૨૩ થી ૨૫ જાન્યુઆરી સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. 
માત્ર નિદાન જ નહીં સારવાર પણ નિશુલ્ક 
જ્યાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ઓર્થોપેડીક ડોક્ટરોની ટીમ દ્વારા નિ:શુલ્ક તપાસ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં નિદાન થયેલા બાળકોનું નિઃશુલ્ક ઓપરેશન જીસીએસ હોસ્પિટલ ખાતે મેડટ્રોનિકના સૌજન્યથી અમેરિકાની સિનસિનાટી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ મેડિકલ સેન્ટરના સ્પાઇન સર્જનોની ટીમ દ્વારા કરી આપવામાં આવશે. જીસીએસ હોસ્પિટલમાં સ્કોલિયોસિસ માટે આ ખાસ કેમ્પ દર વર્ષે યોજવામાં આવે છે. આ કેમ્પ વિષે વધુ માહિતી માટે ૯૨૨૮૧૦૨૦૧૯ / ૯૯૭૯૮૪૯૫૩૭ પર સંપર્ક કરી શકાશે.
રાહતદરે આઇવીએફ ટ્રિટમેન્ટ પણ શરુ કરાઇ છે 
જીસીએસ હોસ્પિટલ એ 750-બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે. જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ છે રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછાખર્ચમાં થશે સાકાર
18.6 કરોડ લોકો વંધ્યત્વથી પીડાય છે
WHO પ્રમાણે વિશ્વમાં આશરે  18.6 કરોડ લોકો વંધ્યત્વથી પીડાય છે. દરેક દંપતી માટે માતા - પિતા બનવાનું સુખ અનેરું હોય છે. પરંતુ વંધ્યત્વના કારણે તેઓ બાળકની કિલકારીઓ સાંભળવા તરસી જાય છે. ઓફિસ કે કામથી ઘરે આવતા જે બાળકના એક આલિંગન માત્રથી બધો થાક ઉતરી જાય છે જેને પામવા તેઓ અસહાય બની જાય છે. પણ દરેક તાળા માટે જેમ ચાવી હોય છે તેમ જ વંધ્યત્વના નિવારણ માટે આઇવીએફ છે. વ્યંધ્યત્વથી પીડાતા દંપતીઓ માટે રાહત દરે આઇવીએફ સારવાર પુરી પાડવાના હેતુથી જીસીએસ હોસ્પિટલમાં આઇવીએફ કિલનિક શરુ કરવામાં આવ્યું છે જ્યાં નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ ડો. હરેશ દોશી, ડો. શીખા જૈન અને ડો. અમી શાહ દ્વારા આઇવીએફ સુવિધા ઉપલબ્ધ થશે જે નિઃસંતાન દંપતીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. ખાનગી હોસ્પિટલમાં આઇવીએફ સારવારનો ખર્ચ લાખોમાં થાય છે જયારે જીસીએસ હોસ્પિટલમાં આઇવીએફ સારવારનું પેકેજ ફક્ત રૂ.25,000થી શરુ થાય છે.
કોના માટે IVF ટ્રિટમેન્ટ ?
ડો. હરેશ દોશીએ IVF વિષે જણાવતા કહ્યું કે, "IVF ટેકનીક એવી મહિલાઓ માટે વધારે ફાયદાકારક છે, જે પ્રાકૃતિક રીતે ગર્ભધારણ કરી શકતી નથી. આજકલ આપણે જોઈએ છીએ કે, ઘણી મહિલાઓ કામકાજ અને નોકરીયાત હોવાને કારણે મોટી ઉંમરે લગ્ન કરે છે. વધારે ઉંમર હોવાથી ઘણી મહિલાઓમાં ગર્ભધારણ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. એવામાં IVF ટેકનીક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે સિવાય જે મહિલાઓમાં ફેલોપિયન ટ્યૂબમાં રૂકાવટ હોય કે IUI જેવી ટેકનીક સફળ થઈ નથી તો મહિલાઓ માટે પણ IVF ટેકનીક ઉપયોગી છે." 
ડો. શીખા જૈનએ કેમ્પ વિષે વધુ માહિતી આપતા કહ્યું કે, "જેમને ત્રણ કે તેથી વધુ વર્ષનું લગ્નજીવન હોય અથવા ત્રણથી વધુ નિષ્ફળ સારવાર કરેલ હોય, ફરીથી બીજું બાળક રહેવામાં મુશ્કેલી હોય, વારંવાર એબોર્શનની સમસ્યા, ફેલોપિયન ટ્યુબ બંધ હોવી, પોલીસીસ્ટિક ઓવેરિયન ડીસીઝ, બીજ ન બનવા, શુક્રાણુંની કમી તેમજ અન્ય કારણસર કે અગમ્ય કારણસર વંધ્યત્વ હોય તેનું નિદાન કરવામાં આવશે." 
આ સાથે ડો. અમી શાહે કહ્યું કે, " આ IVF સુવિધા ઘણા નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ બની રહેશે. IVF કરાવતા પહેલા પતિ-પત્નીના અમુક ટેસ્ટ કરવા ખુબ જરૂરી હોય છે જેવા કે, S. TSH, S. Prolactin, S. LH, S. FSH, Semen Analysis, જે કેમ્પમાં નિઃશુલ્ક કરવામાં આવશે." આ કેમ્પમાં રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે 9574000950 પર સંપર્ક કરી શકાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.