Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

300 વિદ્યાર્થીઓએ સાથે મળી બનાવ્યો ભારતનો નકશો, દેશ ભક્તિનો ડાન્સ કરી જીત્યું સૌનું દિલ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  આજે સ્વાતંત્ર્ય દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે દેશભરમાં દેશભક્તિના રંગે લોકો રંગાયા હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ કરીને સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ...
300 વિદ્યાર્થીઓએ સાથે મળી બનાવ્યો ભારતનો નકશો  દેશ ભક્તિનો ડાન્સ કરી જીત્યું સૌનું દિલ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

આજે સ્વાતંત્ર્ય દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે દેશભરમાં દેશભક્તિના રંગે લોકો રંગાયા હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ કરીને સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા હોય તેવા ઘણા દ્રશ્યો સામે આવ્યા. શાળા કોલેજોની અંદર આજે સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોંડલવાસીઓ પણ દેશભક્તિના રંગે રંગાયા છે. ગોંડલની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ અદભુત અનોખો ડાન્સ રજૂ કર્યો જેને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.

300 વિદ્યાર્થીઓએ એકસાથે રજૂ કર્યો ડાન્સ

Advertisement

77 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. ત્યારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ જય સરદાર (વેલજીદાદા) સ્કૂલ દ્વારા એક અનોખો ડાન્સ યોજવામાં આવ્યો હતો. જેમાં 46 મીટર લંબાઈ
38 મિટર પહોળાઈના વિસ્તારમાં ભારતના નકશા પર 300 વિદ્યાર્થીઓએ એકસાથે તાલથી તાલ મિલાવીને રંગ દે બસંતી ચોલાના સોંગ પર ડાન્સ કર્યો હતો..

જય સરદાર સ્કૂલ સંસ્થાના સ્થાપક ઓએ કર્યું ધ્વવંદન

Advertisement

આજે સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે જય સરદાર સ્કૂલ સંસ્થાના સ્થાપક વેલજીદાદા, અશોકભાઈ ઘોણીયા, એમ.બી.કોલેજના પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલા, દિવ્યેશભાઈ ઘોણીયા, સહિતનાઓએ પહેલા ધ્વજ વંદન કર્યું અને પછી આ અદભૂત ડાન્સ રજૂ કરી વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

ડાન્સ માટે વિદ્યાર્થીઓએ પાંચ દિવસ સુધી કરી ટ્રેનિંગ

જય સરદાર સ્કૂલ સંસ્થાના વિદ્યાર્થીઓએ આ ડાન્સ માટે ખૂબ જ મહેનત કરી હતી. ડાન્સ ટ્રેનર વિજય કુંડલાએ વિદ્યાર્થીઓને પાંચ દિવસ સુધી ટ્રેનિંગ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મીઓએ 6 કલાક સુધી મહેનત કરીને ભારતનો નકશો પણ તૈયાર કર્યો હતો.. જેમાં ભારતના નકશામાં જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન માટે દીપકભાઈનાં માર્ગદર્શન નીચેએવીનભાઈ, વિરજીભાઈ ધરજીયા, નિકુંજભાઈ, પ્રયાગભાઈ તથા સ્ટાફ ગણ સહિતનાએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

Tags :
Advertisement

.