ઉનાના દાંડી ગામના 29 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે બંધ, પરિવારજનો આંખમાં અશ્રૃ સાથે નીરખી રહ્યા છે વાટ
અહેવાલઃ ભાવેશ ઠાકર
ઊનાના દાંડી ગામના ૨૯ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે, કોઈ 3 વર્ષથી તો કોઈ 5 વર્ષેથીજેલમાં સબડે છે. તેમના પરીવારજનોએ પોતાની વેદના ગુજરાત ફસ્ટ સમક્ષ વ્યક્ત કરી હતી
દાંડી ગામમાં 2500 ની આસપાસની વસ્તી છે
ઉનાનું દાંડી ગામ એક એવું ગામ છે, જ્યાં સંભળાય છે તો બસ ગામની મહિલાઓની વેદના અને રુદન. આંખો માંથી વહેતા આસું અને શહેર પર દેખાતી કોઈના પતિ, કોઈના પિતા અને કોઈના ભાઈની જોવાથી વાટ...ઊના દાંડી ગામમાં 2500 ની આસપાસની વસ્તી છે. પરંતુ ગામના 29 જેટલા પુરુષો માત્ર પાકિસ્તાનની જેલમાં છે. ગામનો મુખ્ય વ્યવસાય જ માછીમારી અને ખેતીનો છે. જેમાં પણ ખેતી માત્ર ચોમાસા પર નિર્ભર છે.
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકી 400 એકલા ગીરસોમનાથના
કોઇ પોતાના ભાઈની, કોઇ પોતાના પિતાની, કોઇ પતિની , તો કોઇ ઘરના મોભીની રાહ જોઇ રહ્યું છે, અને આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં છે તો આંસુ અને હૃદય માંથી વેદના સાંભળ્યે તો કહે છે અમારા ઘરના મોભી ક્યારે આવશે..???. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના ઘરની મુલાકાત લેતાં જ મહીલાઓએ પોતાની વેદના વર્ણવી હતી,જે દરમ્યાન તેમની આંખો માંથી અશ્રુઓ વહેવા લાગ્યા હતા.ગીર સોમનાથ જિલ્લા સહિત દેશ ભરના માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે.. સમગ્ર દેશભરના અલગ અલગ વિસ્તારોના ૬૬૬ જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જે પૈકી ૪૦૦ જેટલા માછીમારો તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના છે.
પાંચ પાંચ વર્ષ વીતી ચુક્યા છે તેમ છતાં મુક્ત થયા નથી
પાકિસ્તાન જેલમા કેદ અનેક માછીમારો તો એવા છે કે જેમને પાંચ પાંચ વર્ષ વીતી ચુક્યા છે તેમ છતાં મુક્ત થયા નથી. નિયમ મુજબ ત્રણ થી ત્રણ વર્ષમાં માછીમારો મુક્ત કરવાના હોય છે. પરંતુ પાંચ વર્ષ થવા છતાં મુક્ત ન થયા. બીજી તરફ માછીમારો જે કેદ છે તેમના પરિવારને સરકાર સહાય ચૂકવે છે. તો અનેક માછીમાર પરિવારનું કહેવું છે કે કોઈ કારણોસર બીજા અનેક માછીમાર પરીવારજનોને સહાય મળતી નથી. અને તેમના બાળકો મજૂરી કામ કરવા મજબુર બન્યા છે. ઉલ્લેખનીય છે કે જે સમય મર્યાદામાં માંછીમારો મુક્ત થવા જોઈએ તેના બદલે વર્ષો વીતવા છતાં મુક્ત ન થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે.
પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી
માછીમારોના પત્ની સવિતાબેને જણાવેલ કે મારા પતિ અરજણભા મજીઠીયા ૫ વર્ષથી પાકિસ્તાન જેલમાં છે. માછીમારી કરવા ગયા ત્યારે બોટમાં પંખો બંધ થઇ જતા પાકિસ્તાન નેવી સિક્યુરિટી આપડા દરિયામાં આવીને લઈ ગયા છે, મારા પતિ પાંચ વર્ષથી પાક જેલમાં હોય સરકાર કોઈ સહાય પણ આપતી નથી. અમારા પરિવારનું ગુજરાન કેમ ચલાવવું, મારે બે દીકરીઓ છે એક દીકરી ભણતી હતી તેપણ સ્કૂલમાંથી ઉઠાડી લીધી છે. કામવા વાળુ કોઇ નથી. ઘરનું ગુજરાન કેમ ચલાવું, પાકિસ્તાન જેલમાંથી માછીમારો છુટે તો મારી દીકરી રડે છે કે મારા પપ્પા કયારે આવશે. તેમ કહી રડવા લાગે છે..