Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, દાંડી યાત્રાની આજે 92મી વર્ષગાંઠ

આજથી  92વર્ષ પહેલાં તારીખ 12મી માર્ચ, 1930ના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીએ દાંડી સત્યાગ્રહ કર્યો હતો જેમનું કારણ હતું મીઠા પર લગાવવામાં આવેલ ટેક્સ... એક દુબળા પાતળા દેખાતા અને દ્રઢમનોબળ ધરાવતા મોહનદાસ  કરમચંદ ગાંધી થી મહાત્મા ગાંધી કઈ રીતે બન્યા તે દાંડી સત્યાગ્રહ પરથી ચોક્કસપણે જાણી શકાય. દાંડી સત્યાગ્રહથી આખી અંગ્રેજ સલ્તનત હચમચી ગઈ હતી દાંડી સત્યાગ્રહની વાત છેડાય ત્યારે આપણે સહà«
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ  દાંડી યાત્રાની આજે 92મી વર્ષગાંઠ
આજથી  92વર્ષ પહેલાં તારીખ 12મી માર્ચ, 1930ના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીએ દાંડી સત્યાગ્રહ કર્યો હતો જેમનું કારણ હતું મીઠા પર લગાવવામાં આવેલ ટેક્સ... એક દુબળા પાતળા દેખાતા અને દ્રઢમનોબળ ધરાવતા મોહનદાસ  કરમચંદ ગાંધી થી મહાત્મા ગાંધી કઈ રીતે બન્યા તે દાંડી સત્યાગ્રહ પરથી ચોક્કસપણે જાણી શકાય. દાંડી સત્યાગ્રહથી આખી અંગ્રેજ સલ્તનત હચમચી ગઈ હતી દાંડી સત્યાગ્રહની વાત છેડાય ત્યારે આપણે સહુ અમદાવાદના ગાંધી આશ્રમ અને દાંડીના ગાંધી સ્મારક આંખ સામે આવે છે. મહાત્મા ગાંધીએ દાંડી સત્યાગ્રહ વખતે કરાડી ગામે ઘાસ અને ખજૂરીનાં પાંદડાંમાંથી બનાવેલી આ સાવ સાદી ઝૂંપડીમાં ગાંધીજી બાવીસ દિવસ રોકાયા હતા.
દાંડી યાત્રા અંગે કેટલીક જાણી અજાણી વાતો 
દાંડી સત્યાગ્રહની યાદ આજે પણ તાજી છે, દાંડી નજીક આવેલ કરાડી ગામે આજે પણ ગાંધીજીની ઝુપડી સત્યાગ્રહની યાદને તાજી કરી રહી છે. આ ઝૂંપડીમાં આજે પણ ગાંધીજીને યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત નવસારી રેલવે સ્ટેશનથી 5 કિલોમીટર દૂર આવેલું હાંસાપોર ફાટક આ એજ ફાટક છે જ્યાં અંગ્રેજોએ અડધી રાતે ટ્રેન રોકાવી હતી. કરાડીથી ગાંધીજીની ધરપકડ કર્યા બાદ મધરાતે આ ટ્રેનને વચ્ચે રોકીને ગાંધીજીને પહેલાં મુંબઈ અને ત્યાંથી પૂનાની યરવડા જેલમાં લઈ જવાયા હતા.
દાંડી સત્યાગ્રહ બાદ દેશમાં આઝાદીની લડત માટે નવા પ્રાણ ફૂંકાયા હતા. અંગ્રેજોને ઝુકાવ્યાં બાદ આઝદીની લડતમાં પણ ઝૂકાવવા એક નવી ઉર્જા સાથે ક્રાંતિકારીઓ ઝઝૂમવા તૈયાર થયા મહાત્મા ગાંધી સત્યાગ્રહ માટે દાંડી આવ્યા ત્યારે  વહોરા સમાજના 51મા ધર્મગુરુ સૈયદના તાહેર સૈફુદ્દીનસાહેબના ઘરે રોકાયા હતા અને સાંપ્રદ સમયમાં પણ એ  મકાન હયાત છે અને આજે એ મકાન ગાંધીજીનું સ્મારક છે.
આ કારણ હતું સત્યાગ્રહનું 
દેશમાં અંગ્રેજોનું શાસન હતું અને કોઈપણ ભારતીયને મીઠું એકઠું કરવા કે વેચવા પર પ્રતિબંધ હતો. એટલું જ નહીં ભારતીયોને મીઠું અંગ્રેજો પાસેથી જ ખરીદવું પડતું હતું. મીઠું બનાવવાના મામલે અંગ્રેજોની મોનોપોલી ચાલતી હતી અને તે મીઠા પર ભારે ટેક્સ વસૂલતા હતા. મીઠાનો સત્યાગ્રહ અંગ્રેજોના અત્યાચાર સામે એક મોટી રેલી હતી.
50 હજાર જેટલા લોકો જોડાયા 
મીઠાના સત્યાગ્રહની શરૂઆત લગભગ 80 લોકોની સાથે થઈ હતી. જેમ-જેમ આ યાત્રા અમદાવાદથી દાંડી સુધી આગળ વધી, તેમ-તેમ 390 કિલોમીટર લાંબી યાત્રામાં લોકો જોડાતા ગયા. દાંડી પહોંચ્યા ત્યારે આ અહિંસક મીઠાના સત્યાગ્રહમાં 50 હજારથી વધારે લોકો જોડાઈ ગયા હતા.
ઇતિહાસની ડાયરી 
5 એપ્રિલ,1930ના રોજ ગાંધીજી  દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલના દિવસે નિમકના કાયદાનો સવિનય ભંગ કર્યો હતો ત્યાર બાદ  14 એપ્રિલ, 1930ના રોજ મહાત્મા ગાંધી દાંડીથી કરાડી ગયા અને ત્યાંથી અંગ્રેજ અધિકારીઓએ  ગાંધીજીની ધરપકડ કરી અને એ તારીખ હતી 5 મેં. આ 22 દિવસ દરમિયાન દેશના લોકોમાં આઝાદી પ્રત્યે જે ઝનૂન જોવા મળ્યું તેનાથી અંગ્રેજ સરકારના દેશમાં નાખેલા સત્તાના પાયા હચમચય અને ગાંધીજી અહીં ઝૂંપડીમાં રહી સત્યાગ્રહ કરશે તો જોખમ ઉભું થશે અને લોકોનો જુસો વધારશે એ ડરથી અંગ્રેજોએ ગાંધીજીની ધરપકડનો નિર્ણય કર્યો. ગાંધીજીની ધરપકડ કરવામાં પણ જોખમ હતું. ધરપકડ સમયે લોકો ઝનૂની બની જાય તો? આખરે એવું નક્કી થયું કે જયારે બધાં જ સૂતાં હોય ત્યારે મધરાતે ગાંધીજીની ધરપકડ કરવામાં આવે અને તે જ નિર્ધારિત પ્લાન મુજબ મહાત્મા ગાંધીજી ની ધરપકડ કરવામાં આવી હતી. 
ધરપકડ બાદ વહેલી સવારે અજવાળું થાય એ પહેલાં ગાંધીજીને હાંસાપોર ફાટકે લઈ જવાયા. આ ફાટકે ફ્રન્ટિયર ટ્રેનને રોકી અને  ગાંધીજીને કરાડીથી યરવડા લઈ જવાયા. હાંસાપોર ફાટકે આજે પણ જયારે ટ્રેન પસાર થાય છે ત્યારે ટ્રેનનો ચાલક વ્હિસલ મારે છે. આ સ્થળે સ્મારક પણ છે. એવી જ રીતે કરાડીની ઝૂંપડીએ હજુ પણ દીવો થાય છે.
કોણ કોણ હતું દાંડી યાત્રામાં 
મોહનદાસ કરમચંદ ગાંધી, પ્યારેલાલ નૈય્યર, છગનભાઈ નથુભાઈ જોશી, પંડિત નારાયણ મોરેશ્વર ખરે, ગણપતરાવ ગોડસે, પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આસર, મહાવીર ગિરી, બાળ દત્તાત્રેય કાલેલકર, જયંતી નથુભાઈ પરીખ, રસિક દેસાઈ, વિઠ્ઠલ લીલાધર ઠક્કર, હરખજી રામજીભાઈ, તનસુખ પ્રાણશંકર ભટ્ટ, કાંતિલાલ હરીલાલ ગાંધી, છોટુભાઈ ખુશાલભાઈ પટેલ, વલ્લભજી ગોવિંદજી દેસાઈ, પન્નાલાલ બાલભાઈ ઝવેરી, અબ્બાસ વર્તેઝી, પૂંજાભાઈ શાહ, માધવજીભાઈ ઠક્કર, નારણજીભાઈ, મગનભાઈ વોરા, ડુંગરશીભાઈ, સોમલાલ પ્રાગજીભાઈ પટેલ, હસમુખરામ જકાબર, દાઉદભાઈ, રામજીભાઈ વણકર, દિનકરરાવ પંડ્યા, દ્વારકાનાથ, ગજાનન ખરે, જેઠાલાલ રુપારેલ, ગોવિંદ હરકરે, પાંડુરંગ, વિનાયકરાવ આપ્ટે,  રામદિહલ રાવ, સુલ્તાનસિંહ, ભાનુશંકર દવે, સુલ્તાનસિંહ, મુનશીલાલ, રાઘવન,રાવજીભાઈ નાથાલાલ પટેલ, શિવાભાઈ ગોકળભાઈ પટેલ, શંકરભાઈ ભીખાભાઈ પટેલ, જશભાઈ ઈશ્વરભાઈ પટેલ,સુમંગલ પ્રકાશ , તિતુસ્જી, કૃષ્ણા નાયર, તપન નાયર, હરિદાસ વરજીવનદાસ ગાંધી, ચીમનલાલ શાહ, શંકરન, સુબ્રમણ્યમ, રમણીકલાલ મગનલાલ મોદી, મદનમોહન ચતુર્વેદી, હરિલાલ મહિમપુરા, મોતીબસ દાસ, હરિદાસ મજુમદાર, આનંદ હિંગોરાની, મહાદેવ માર્તન્ડ, જયંતી પ્રસાદ, હરિપ્રસાદ,  ગિરિવરધારી ચૌધરી, કેશવ ચિત્રે, અંબાલાલ શંકરભાઈ પટેલ, વિષ્ણુપંત, પ્રેમરાજ, દુર્ગેશચંદ્ર દાસ, માધવલાલ શાહ, જ્યોતિરામ, સૂરજભાન, ભૈરવદત્ત, લાલજી પરમાર, રત્નજી બોરિયા, વિષ્ણુ શર્મા, ચિંતામણિ શાસ્ત્રી,નારાયણ દત્ત, મણિલાલ મોહનદાસ ગાંધી, સુરેન્દ્ર , હરિભાઈ મોહાની, પુરાતન બૂચ, ખરંગ બહાદુર સિંહ ગિરિ અને કાલેલકરના મોટા પુત્ર સતીષ કાલેલકર ગાંધીજી સાથે દાંડી યાત્રામાં જોડાયા હતા.  
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરાવ્યું દાંડી યાત્રાનું પ્રસ્થાન 

આજથી 1 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને લીલી ઝંડી આપી હતી અને દાંડી યાત્રાનું 91માં વર્ષે પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. વર્ષ 2021ની દાંડી યાત્રામાં ભારતભર માંથી 81 લોકો આવ્યા હતા અને 1930માં ગાંધીજી જે માર્ગે પસાર થયા તે જ માર્ગે તે જ જગ્યા પર રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 
વર્ષ 2021ની દાંડી યાત્રાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારવ્યું હતું જયારે આ યાત્રાનું સમાપન દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ કરાવ્યું હતું. વર્ષ 1930ની દાંડી યાત્રાની જેમ આ યાત્રા પણ 12 માર્ચ થી શરુ થઇ હતી અને 5 એપ્રિલે પૂર્ણ થઇ હતી.   
Advertisement
Tags :
Advertisement

.