Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહના હસ્તે ઇન-સ્પેસે ભારતમાં સ્પેસ NGE ના વિકાસને આગળ વધારવા સૌ પ્રથમ અનોખા ટેકનિકલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય પ્રધાન (Independent Charge), PMO, કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શન, એટમિક એનર્જી અને સ્પેસ બાબતોના રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહે આજે અમદાવાદના બોપલમાં અત્યાધુનિક ઇન-સ્પેસ ટેક્નિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ નવી ફેસિલિટી સ્પેસ ટેક્નોલોજીના ડિઝાઈનિંગ, ડેવલપમેન્ટ,...
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહના હસ્તે ઇન સ્પેસે ભારતમાં સ્પેસ nge ના વિકાસને આગળ વધારવા સૌ પ્રથમ અનોખા ટેકનિકલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય પ્રધાન (Independent Charge), PMO, કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શન, એટમિક એનર્જી અને સ્પેસ બાબતોના રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહે આજે અમદાવાદના બોપલમાં અત્યાધુનિક ઇન-સ્પેસ ટેક્નિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ નવી ફેસિલિટી સ્પેસ ટેક્નોલોજીના ડિઝાઈનિંગ, ડેવલપમેન્ટ, સિમ્યુલેશન અને ટેસ્ટિંગમાં સ્પેસ નોન-ગવર્મેન્ટ એન્ટિટીઝ (NGE) ને સમર્થન પૂરું પાડવા માટે સંસાધનો સાથે સજ્જ છે.

Advertisement

સ્પેસ સેક્ટરમાં NGE માટે ઇન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર તેમના વિચારોને વાસ્તવિકતામાં ફેરવવા માટે તેમને નડતી અનેક સમસ્યાઓનું સમાધાન પૂરું પાડશે. આ સેન્ટરમાં ક્લાઈમેટ સિમ્યુલેશન ટેસ્ટ ફેસિલિટી (સીએસટેફ), થર્મ એન્ડ વેક્યુમ એન્વાયર્મેન્ટ સિમ્યુલેશન ફેસિલિટી (સીએસટીએફ), થર્મલ એન્ડ વેક્યુમ એન્વાયર્મેન્ટલ સિમ્યુલેશન ફેસિલિટી (ટીવીએસી), વાઇબ્રેશન ટેસ્ટ ફેસિલિટી (વીટીએફ), સ્પેસ સિસ્ટમ્સ એસેમ્બલી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એન્ડ ચેકઆઉટ લેબોરેટરી, આરએફ એન્ડ ઓપ્ટો-ઇલેક્ટ્રોનિક્સ લેબોરેટરી અને એઆઈટી પ્રવૃત્તિઓ માટે સ્વચ્છ રૂમ સહિતની અનેક સુવિધાઓ છે. આ સુવિધાઓ અવકાશના કઠોર વાતાવરણના જેવી જ પરિસ્થિતિઓ હેઠળ સ્પેસ ટેક્નોલોજીના આકરા પરીક્ષણ તથા માન્યતા આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં સ્પેસ સિસ્ટમ્સ ડિઝાઈન લેબ (એસએસડીએલ) પણ છે જે મિશન પ્લાનિંગ અને ડિઝાઈન એનાલિસીસ માટે ખૂબ જ જરૂરી સિમ્યુલેશન ટૂલ્સની એક્સેસ પૂરી પાડે છે. ટેક્નિકલ સુવિધાઓની સાથે સાથે અહીં કો-વર્કિંગ સ્પેસિસ પણ છે જે NGE માં વિચારોના આદાનપ્રદાન કરવા માટે તથા રચનાત્મકતાને પ્રેરિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો), PMO, કર્મચારીઓ, જાહેર ફરિયાદ, પેન્શન, એટમિક એનર્જી અને સ્પેસ બાબતોના રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે “ઇન-સ્પેસ ટેક્નિકલ સેન્ટરનો પ્રારંભ એ ભારતીય અવકાક્ષ ક્ષેત્રની મહત્વાકાંક્ષાઓ તથા તેમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનને સાકાર કરવા માટેનું એક મોટું પગલું છે. અમે ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં અમારો હિસ્સો 2 ટકાથી વધારીને 2033 સુધીમાં 8 ટકા લઈ જવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ ત્યારે અમે નવી નીતિઓ રજૂ કરી છે અને રોકાણો તથા સ્પેસ સ્ટાર્ટઅપ્સને લગતા નિયંત્રણો હળવા બનાવ્યા છે. સ્પેસ સેક્ટરમાં એફડીઆઈને ખુલ્લી મૂકવી તે ખાનગી ક્ષેત્રના પ્રયાસોને વેગ આપવા તથા સ્પેસ ટેક્નોલોજીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનું એક પ્રગતિશીલ પગલું છે. સાથે મળીને આપણે ભારતને સ્પેસમાં લીડર બનાવીશું.”

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની આઝાદી બાદ પ્રથમ વખત આવી ઘટનાની સાક્ષી બનવાનનો મોકો આપણને મળ્યો. પ્રથમ વખત ભારતીય સ્પેસને R&D માટે ખુલ્લી મુકવામાં આવી છે. માત્ર આગામી 5 વર્ષોમાં આપણે સ્પેસ ક્ષેત્રે ઘણું સારુ પ્રદર્શન કરીશું. પ્રધાનમંત્રીએ આપણી જરૂરિયાતને સમજી લોકો માટે સ્પેસ ખુલ્લી મૂકી છે મને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષ બાદ વિશ્વ આપણને જોતું રહી જશે. 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા માટેનો પ્રથમ પગલું સ્પેસ જ છે. અમેરિકન એજન્સી મુજબ 2030 સુધીમાં સ્પેસ ક્ષેત્રે આપણી ભાગેદારી 20 ટકા હશે. IN-SPACe ઇન્વેસ્ટમેન્ટ માટે રોલ મોડેલ સાબિત થશે અને ખાનગી ઇનોવેશન્સ માટે પણ IN-SPACe તેમની ક્ષમતા બતાવવા માટેનું અનોખું સ્ટેજ પૂરું પાડશે.

અવકાશ વિભાગના સચિવ તથા ઈસરોના ચેરમેન એસ. સોમનાથે નવીનતાને પ્રોત્સાહન આપવામાં સેન્ટરની ભૂમિકા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે “ઇન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર ઉદ્યોગ સાહસિકોને સફળ થવા અને સ્પેસ ટેક્નોલોજીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડીને તેમને સશક્ત બનાવશે. તે તેમના અવકાશ ક્ષેત્રના સ્વપ્નોને સાકાર કરવા તથા અવકાશ ક્ષેત્રે ભારતની સફરને સમર્થન આપવામાં મદદ કરશે. ઈસરો અને ઇન-સ્પેસ સાથે મળીને એક ઈકોસિસ્ટમ ઊભી કરશે જે સ્પેસ ઇકોનોમીના વિકાસને વેગ આપશે તથા એનજીઈને સશક્ત કરશે.”

Advertisement

ઇન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએન્કાએ આ સેન્ટર દ્વારા પૂરી પડાતી સહયોગાત્મક તકો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે “ઇન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર સ્પેસ સિસ્ટમના સિમ્યુલેશન, એસેમ્બલી અને ઇન્ટિગ્રેશન માટે અત્યાધુનિક ટેક્નિકલ સુવિધાઓ અને સહયોગાત્મક વર્કસ્પેસીસથી સજ્જ છે. તેનો ઉદ્દેશ એનજીઈને તેમની પ્રારંભિક ડિઝાઈનને સંપૂર્ણ-કક્ષાની સ્પેસ પ્રોડક્ટ્સ/સોલ્યુશન્સમાં ફેરવવા માટે વન-સ્ટોપ સોલ્યુશન ઊભા કરવાનો છે. એક જ છત હેઠળ આવશ્યક ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક્સેસ પૂરી પાડીને ઇન-સ્પેસ પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સથી માંડીને હાલ કાર્યરત મોટી કંપનીઓ જેવી તમામ સ્પેસ એનજીઈને ટેક-ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા સુલભ બનાવે છે અને સ્પેસ સેક્ટરમાં વિકાસ માટે ખાનગી ઉદ્યોગો માટે એક સમાવેશક ઇકોસિસ્ટમ ઊભી કરે છે.”

ટેક્નિકલ સેન્ટરનું ઉદ્ઘાટન ભારતીય સ્પેસ સફરમાં એક નવા યુગનો પ્રારંભ છે જે ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં પ્રચંડ વિકાસથી લાભ મેળવવા અને તેમાં પ્રદાન આપવા માટે ખાનગી ક્ષેત્ર માટે અદ્વિતીય તકો ખુલ્લી મૂકે છે.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - CM ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ.1 હજાર કરોડથી વધુના વિવિધ 20 વિકાસકાર્યોની કચ્છવાસીઓને આપી ભેટ

આ પણ વાંચો - Arjun Modhwadia Exclusive Interview : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ

આ પણ વાંચો - Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું ‘રામ રામ’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.