ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Tapobhumi Book Launch: PM મોદીએ મને એક વાક્ય કહ્યું અને આ ગ્રંથની રચના થઇ: ડૉ.વિવેક કુમાર ભટ્ટ

Tapobhumi Book Launch Event પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડૉ. વિવેક કુમાર ભટ્ટ બોલી રહ્યા હતા
06:22 PM Jan 03, 2025 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Tapobhumi Book Launch Event Dr.Vivek Kumar Bhatt

Tapobhumi Book Launch Event : તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં દેશના અનેક મહાન સંતો હાજર રહ્યા છે. દેશમાં જેમના દર્શન પણ પ્રાપ્ત કરવા એક સદ્ભાગ્ય ગણાય તેવા અનેક સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટ ખુબ જ ઐતિહાસિક છે. કારણ કે મહાકુંભ શરૂ થવા જઇ રહ્યો છે તેની પહેલા એક નાના કુંભ જેટલા સંતો આ કાર્યક્રમમાં હાજર છે. અમદાવાદમાં આ નાના કુંભનું કારણ બનનાર તપોભૂમિ બુક અને તેના લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટના સ્નેહના તાંતણે બંધાઇને અનેક સંતો કાર્યક્રમમાં પધાર્યા છે. ગુજરાત અને દેશના મહાનતમ સંતો આ કાર્યક્રમમાં હાજર છે.રાજ્યના ટોચના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર છે.

Tapobhumi Book Launch Event માં બોલતા પુસ્તકના લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) જણાવ્યું કે, ગુજરાતના લોકલાડિયા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ તો છેજ સાથે સાથે તેઓ સંત મુખ્યમંત્રી પણ છે, જેનો મને આનંદ છે. મુખ્યમંત્રી સાહેબનો હૃદયથી આભાર વ્યક્ત કરુ છું. હું તેમને જ્યારે મળા ગયો ત્યારે તેમણે કહ્યું કે, જો મારા મંદિરોની અને સનાતન ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિની વાત છે તો હું ગમે તેટલોવ્યસ્ત હોઇશ જરૂર આવીશ.

કાર્યક્રમમાં હાજર મહેમાનોનું સ્વાગત કર્યું

મંચ પર હાજર તમામ મંત્રી, સાધુ, સંતો, મહામંડલેશ્વર, ભુદેવ, ગુજરાતના જિલ્લાઓમાંથી આવેલા મુખ્ય પંડિતો આ કાર્યક્રમમાં હાજર છે. હું ગુરૂજનોનું સ્વાગત કરુ છું. મારા ગામ અને વતનથી આવેલા મહેમાનોનું સ્વાગત કરુ છું. મારા મિત્ર સાઇરામ દવે અને પદ્મશ્રી મનોજ જોશી, યોગેશ ગઢવી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અમીબેન, મેયર શ્રી સહિત તમામ મહેમાનોનું સ્વાગત કરુ છું.

પુસ્તક પાછળનું અર્થતંત્ર મુકેશ ભાઇ પટેલ અને જસ્મીન ભાઇ પટેલ છે

આમ તો આ કાર્યક્રમ જેમનો છે તેવા શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશ ભાઇ પટેલ અને એમડી જસ્મીન પટેલનું સ્વાગત કરુ છું. અમે તો લેખક છીએ અમે લખી શકીએ પરંતુ શબ્દોને ચરિતાર્થ કરવા માટે તો તેની પાછળ ખુબ મોટું અર્થતંત્ર લાગે છે તે મુકેશભાઇ પુરૂ પાડે છે તેના માટે હું આભારી છું. મુકેશ ભાઇ સનાતન ધર્મ માટે હંમેશા તૈયાર રહ્યા છે. મારા માતા પિતા હાજર છે તેમના ચરણ કમળમાં હું આજની શરૂઆત કરુ છું.

12 વર્ષની અથાગ મહેનતનું પરિણામ છે

તપોભૂમિ ગ્રંથ 12 વર્ષની મહેનતનું પરિણામ છે. જોગાનુજોગ 12 વર્ષ પછી મહાકુંભ થઇ રહ્યો છે ત્યારે અહીં આ બુકનું પણ વિમોચન થઇ રહ્યું છે. અહીં જેવું આ પુસ્તકનું વિમોચન થશે ત્યાર બાદ અમારી ટીમો મહાકુંભમાં છે. અહીં બુકનું વિમોચન થયા બાદ મહાકુંભમાં આરતી નગાડા સાથે તમામ અખાડાની હાજરીમાં બુકનું પબ્લિક માટે પણ વિમોચન થશે. સાંઇરામ ભાઇ કહેતા હતા તેમ કોઇ લેખલના પુસ્તક વિમોચનમાં આટલા મોટા પ્રમાણમાં સાધુ સંતો અને પંડિતો અને રાજકારણી અને સ્વયં મુખ્યમંત્રી, સ્વયં રાજ્ય સરકારના કાર્યક્રમમાં હાજર છે ત્યારે મને લાગે છે કે આ કાર્ય મારુ છે જ નહીં પરંતુ ઈશ્વર પ્રદત્ત હતું અને થઇ રહ્યું છે.

તપોભૂમિ કેમ

ગુજરાત એક એવું રાજ્ય જ્યાં તપસ્વીઓની ભુમિ છે. જ્યાં ગિરનાર પર્વત છે જ્યાં લાખોની સંખ્યામાં સાધુઓ અને નાગા સાધુઓ રહે છે. આ ક્યારેય દેખાતા નથી પરંતુ મહાકુંભ, શિવરાત્રીનો મેળામાં લાખોની સંખ્યામાં તેઓ દેખાય છે. એકવાર કૈલાશાનંદ મહારાજને મે પુછ્યું કે આટલી મોટી સંખ્યામાં આ સાધુ સંતો ક્યાંથી આવે છે. મહાકુંભમાં 50 લાખ સાધુ સંતો એક સાથે ડુબકી મારશે. તેમણએ કહ્યું કે, આ સંતો હિમાલય અને ગિરનાર પર્વતની તળેટીમાંથી આવે છે. ગિરનાર અને હિમાલય એક સરખા બે પર્વત છે. એક વાત શંકરાચાર્યજીએ મને કરી જ્યાં સુધી ગિરનાર આવીને કોઇ સાધુ નમન ન કરે ત્યાં સુધી તે સાધુત્વ મળતું જ નથી. આ આપણું ગુજરાત છે. અહીં દ્વારીકા, કચ્છમાં આશાપુરા, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને જ્યોતિર્લિંગ નાગેશ્વર દાદા પણ અહીં છે. ગુજરાતનો કોઇ એવો જિલ્લો નથી જ્યાં હજારો વર્ષ જુના મંદિરો ન હોય.

PM મોદીએ એક શબ્દ કહ્યો અને પુસ્તકની રચના થઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને એક શબ્દ આપ્યો હતો પથ્થર બોલતા હૈ. આ શબ્દ પુસ્તકની ટેગ લાઇન છે. આ લાઇનના વખાણ થઇ રહ્યા છે. હું જગતગુરૂ શંકરાચાર્યજી, મોરારી બાપુ, રમેશભાઇ ઓઝા, મહામંડળેશ્વર, ગીરીબાપુ સહિત અનેક લોકોને મળ્યો. તે તમામે પથ્થર બોલતા હે શબ્દના વખાણ કર્યા છે. આ વખાણ યુગપુરૂષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ છે. 12 વર્ષ પહેલા તેઓ બોલ્યા હતા કે પથ્થર બોલતા હૈ તેના પરથી ગીતામાં કૃષ્ણ ભગવાનના શબ્દો યાગ આવે કે, હું તો કણ કણમાં વિદ્યમાન છું. જેનો સીધો જ અર્થ થાય છે કે પથ્થર બોલતા હૈનો અર્થ છે ભગવાન સાક્ષાત બોલે છે. તમારામાં શ્રદ્ધા અને આસ્થા હોય તો પથ્થર બોલે છે નહીં વાત કરે છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે. તેમણે આ પુસ્તકનો પાછળનો જે ભાગ છે તેમાં તમારા ક્વોટ સાાથે લખ્યું છે, વિકાસ ભી વિરાસત ભી. જેનો અર્થ છે કે, માત્ર મંદિરના પ્રાંગણો બનાવવાની વાત નથીમંદિરોના જીર્ણોધ્ધારની વાત નથી મંદિરના જીર્ણોધ્ધારની સાથે સાથે સંપુર્ણ વિસ્તારનો જીર્ણોધ્ધાર થાય છે. અનેક લોકોને રોજગાર મળે છે. અનેક લોકોની જીવન બની જાય છે. આ જ છે રિલિજિયન ઇકોનોમી, આ જ છે ટેમ્પલ ઇકોનોમિ આ જ છે રિલિજિયસ ટૂરિઝમ.

આ પવિત્ર રાજ્યના મંદિરોને સરકારે તમામ મદદ કરી છે

પ્રવાસન મંત્રી મુળુભાઇ બેઠા છે. આ રાજ્યમાં શું નથી. માતા અંબાની કૃપાથી શક્તિપીઠ છે. રાજ્ય સરકારના મક્કમ ઇરાદાને કારણે અંબાજી જાવ તો તમને ત્યાં 51 શક્તિપીઠના દર્શન મળે છે. દરેકે દરેક તિર્થધામની રોડ, રેલવે અને એર કનેક્ટિવીટી છે. રાજ્ય સરકાર સતત યાત્રાધામોને વિકસાવવા માટે મક્કમ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નતમસ્તક થઇને તેમનો આભાર માનુ છુ કે તેમણે પથ્થર બોલતા હે ન કહ્યું હોત તો આ પુસ્તકની રચના ન થઇ શકી હોત. પીએમ યુગ પુરૂષ છે તો મુખ્યમંત્રી સંત પુરૂષ છે. મુખ્યમંત્રીના કાર્યાલયમાં આપ ગયા હશો હું અનેક વાર ગયો છું. સામે સિમંધર દાદાની મૂર્તિ છે. આધ્યાત્મિક વાતાવરણ આપને મળશે. એવું કહેવાય છે કે, ભગવાનને સાક્ષી રાખીને જે નિર્ણયો થાય છે સર્વજન હિતાય સર્વ જન સુખાય થાય છે. એટલે જ આપણા મુખ્યમંત્રી સર્વજન હિતાય અને સર્વજન સુખાયના ઉદ્દેશ્યથી થાય છે.

તપોભૂમિના બીજું વોલ્યુમ પણ આવવાનું છે

આ તમામ સંસ્કાર આપણા સનાતન ધર્મના છે અને તેના કારણે જ ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓ તેનો ગર્વ લે છે. આનુ બીજુ વોલ્યુમ પણ આવવાનું છે. મારી ઇચ્છા છે કે, આનુ બીજુ વોલ્યુમ પણ આવવાનું છે. મારી ઇચ્છા છે કે, તમારો બધાનો સહયોગ રહ્યો તો આખા દેશના મંદિરોના આવા તપોભૂમિ ગ્રંથ કરવાના છે. કેમ કે આ એક ડોક્યુમેન્ટેશન છે. 100 વર્ષ કોણે જોયા 100 વર્ષ પછી કોઇ લાઇબ્રેરીમાં જોશે, કારણ કે આ પુસ્તક રાજારામમોહન રાય પુસ્તકાલયમાં સિલેક્ટ થઇ છે. દરેક લાઇબ્રેરીમાં રહેશે. 100 વર્ષ પછી કોઇને જોવું હોય ને કે કેવું હતું અમારુ ગુજરાત અને કેવું છે અમારુ ગુજરાત અને ક્યાંથી ક્યાં પહોંચ્યું છે. તો તે જોઇ શકશે કે 100 વર્ષ પહેલા આટલું સમૃદ્ધ હતું ગુજરાત. સનાતન ધર્મની આટલી જયજયકાર થતી હતી. ગુજરાતમાં આ પુસ્તક તેનું પ્રમાણ આપશે.

16 સંસ્કારો પર વેબ સિરિઝ આવશે

બીજી ખાસ વાત અહીં પદ્મશ્રી મનોજ જોશી, સાઇરામ દવે અને યોગેશ ગઢવી બેઠા છે. અમે સંકલ્પ લીધો છે કે, ભારતીય સંસ્કૃતિન 16 સંસ્કાર છે. આ 16 સંસ્કાર જ જીવન છે જન્મથી લઇને મૃત્યુ સુધી. જે અંગે લોકોને ખબર નથી. આ 16 સંસ્કાર અંગે અમે વેબસિરિઝ બનાવવા જઇ રહ્યા છીએ.આ 16 સંસ્કાર અંગે લોકોને ખબર નથી. આ સંસ્કાર અંગેની વેબસિરિઝ ભારતીય સંસ્કૃતિ પર સિદ્ધિ ગ્રુપ અને ગુજરાત સરકારની મદદથી આ કાર્યક્રમ સફળ રહેશે. 12 વર્ષની મહેનત નહીં 12 વર્ષનો સંઘર્ષ છે. ઘણી વાર એવું થયું કે આ કામ કઇ રીતે પુરૂ થશે, ઘણીવાર કલમ અટકી ગઇ, ઘણી વાર પૈસા ખુટી ગયા પરંતુ માતા-પિતા અને ગુરૂજનોના આશીર્વાદ હતા. સાધુ સંતો મહંતોના આશીર્વાદ હતા. એવી પણ કલ્પના નહોતી કે આટલી મોટી સંખ્યામાં પુસ્તક વિમોચનમાં આવશે. શું મુખ્યમંત્રી આવશે તેની શંકા હતી? જ્યારે મુખ્યમંત્રીને મળવા ગયો અને પુસ્તક આપ્યું કે આ પુસ્તક છે તો તેમણે કાંઇ પણ વિચાર્યા વગર કહ્યું કે હું આવીશ. મુખ્યમંત્રીનો હું ખુબ જ આભારી છું અને ધન્યવાદ આપુ છું. કાર્યક્રમને આગળ વધારતા આ પુસ્તક શું છે તે અંગે એક નાનકડી ઝલક જોઇશું.

મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી શ્રીનો ખુબ ખુબ આભાર કે તેઓ સુંદર શબ્દો દ્વારા અમને નવાજ્યા. આ સાથે ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા માટે આપણે સૌએ સંકલ્પ લીધો છે. જે જગ્યા પર આપણે નતમસ્તક થઇએ છીએ ત્યાં ગંદકી કરીએ તો તે પાપ છે. તે ક્યારેય પુન્ય ન થઇ શકે. સૌને વિનંતી છે કે હવે આપણે પ્રતિજ્ઞા લીધી છે મુખ્યમંત્રી અને સંતોના સાનિધ્યમાં લીધી છે. ધાર્મિક સ્થળો પર કોઇ પ્રકારની ગંદકી ન થાય.

રાજ્ય સરકારના અથાક પ્રયત્નોથી હવે માટીની મુર્તિઓ બની રહી છે. રાજ્ય સરકારની જ નહીં સ્વચ્છતાની જવાબદારી આપણી પણ છે. મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરુ છું. મારી પાસે શબ્દો નથી કે તમે એક નાનકડા વ્યક્તિના સમારોહમાં પધાર્યા. મારી પાસે શબ્દો નથી. માનનીય મંત્રી મુળુભાઇ બેરા કાર્યરમમાં આવ્યા. તેઓ પણ કૃષ્ણની નગરીમાં પધાર્યા છે. તેમનો પણ આભાર છે. યુવા અને ઉર્જાવાન મુખ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા. તેઓ આઇડિયાનો ખજાનો છે. તમારો પણ આભાર છે. મનોજ જોશી, અમીબેન, મેયર શ્રી, યોગેશભાઇ, સાધુ સંતો આચાર્યો અને ગુરૂજનો ના આશિર્વાદથી આ સંભવ બન્યું છે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરુછું અને સાક્ષાત નમન કરુ છું. તમારા આશીર્વાદ વગર આ શક્ય નથી. મારા માતા પિતા અને ગ્રામજનો આવ્યા છે તેમનો આભાર વ્યક્ત કરુ છું. ખાસ કરીને 33 જિલ્લાના 300 મંદિરોમાંથી પધારેલા પુજારી અને ટ્રસ્ટીઓનો આભાર. હું ઋણમુક્ત કઇ રીતે થઇશ તે ખબર નથી પરંતુ પ્રયત્ન જરૂર કહીશ. વોલ્યુમ 2, વોલ્યુમ 3 વોલ્યુમ 4 જ્યાં સુધી દરેકે દરેક મંદિરનું ડોક્યુમેન્ટેશ ન કરુ જ્યાં સુધી ધાર્મિક સ્થળો પર સ્વચ્છતાનો સંદેશ ન પહોંચાડું ત્યાં સુધી હું શાંત નહીં રહું અને આ રીતે જ હું ઋણમુક્ત થઇશ.

Tags :
CM Bhupendra Patel At Tapobhumi Book Launch EventGujarat FirstGUJARAT FIRST NEWSJagdish Vishwakarma at Tapobhumi Book Launch EventJasmin Patel MD Shree Sidhi media GroupMukesh PatelMukesh Patel MD Shree Sidhi GroupMulubhai Bera Tapobhumi Book Launch EventTapobhumi BookTapobhumi Book LaunchTapobhumi Book Launch Event