Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નાની-નાની સેવાઓનું સમીયાણું બન્યું છે સ્વામિનારાયણ નગર, દરજી કામની સેવા પણ થઈ શરૂ

સ્વામિનારાયણ નગરનું સૌથી મોટું સૂત્ર છે સેવા પરમો ધર્મ. આ સૂત્રને સ્વામિનારાયણ નગરમાં આપ સાર્થક થતાં પણ જોઈ શકશો કારણ કે અહીં વિવિધ પ્રકારની નાની-નાની સેવાઓ કરવામાં આવી રહી છે  અને આ સાથે જ સ્વામિનારાયણ નગર નાની-નાની સેવાનું સમીયાણું બન્યું છે. અહીં નગરમાં સ્વયં સેવકોના કપડાની સિલાઇ નીકળી જવી અથવા કપડા ફાટી જવાના કિસ્સામાં અહીં દરજી કામની સેવા પણ શરૂ કરવામાં આવી છે.સ્વયંસેવકો
01:07 PM Dec 31, 2022 IST | Vipul Pandya
સ્વામિનારાયણ નગરનું સૌથી મોટું સૂત્ર છે સેવા પરમો ધર્મ. આ સૂત્રને સ્વામિનારાયણ નગરમાં આપ સાર્થક થતાં પણ જોઈ શકશો કારણ કે અહીં વિવિધ પ્રકારની નાની-નાની સેવાઓ કરવામાં આવી રહી છે  અને આ સાથે જ સ્વામિનારાયણ નગર નાની-નાની સેવાનું સમીયાણું બન્યું છે. અહીં નગરમાં સ્વયં સેવકોના કપડાની સિલાઇ નીકળી જવી અથવા કપડા ફાટી જવાના કિસ્સામાં અહીં દરજી કામની સેવા પણ શરૂ કરવામાં આવી છે.
સ્વયંસેવકો માટે સેવા
સ્વામિનારાયણ નગરના નિર્માણનું કામ જ્યારથી શરૂ થયું ત્યારથી વિવિધ પ્રકારના સ્વયંસેવકો સેવા કરવા માટે નગરમાં પહોંચ્યા છે. નગરમાં સેવા કરતા સ્વયંસેવકોને અનેક મુશ્કેલીઓ પડી રહી હોય છે. આ લોકો જ્યારે સેવા કરતા હોય છે ત્યારે તેમને અનેક તકલીફો પડતી હોય છે. પરંતુ સેવા કરતા સમયે પડતી તકલીફોને લઈને તેમનો સમય વ્યર્થ ન બગડે તે માટે તેમના માટેની તમામ સેવાઓ નગર ખાતે જ પૂર્ણ કરવામાં આવે છે.

સિલાઈનું નાનું મોટું કામ ફ્રીમાં
આ નગરમાં જેના કપડા ફાટી જાય અથવા તો કપડાની સિલાઈ નીકળી જાય ત્યારે તેમણે સિલાઈ કામ કરાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને સમયનો બગાડ થઈ શકે છે. જેના કારણે અહીં જ સિલાઈ માટે હરિભક્ત એવા બે દરજીઓને સેવા માટે મૂકવામાં આ્વ્યા છે. અહીં જ્યારથી સેવાની શરૂઆત થઈ ત્યારથી જ આ સેવા પણ અવિરત ચલાવવામાં આવી રહી છે. અહી અનેક સ્વયંસેવકો પોતાનું સિલાઈનું નાનું મોટું કામ પણ ફ્રીમાં કરાવી શકે છે. અહીં ચાલતી અનેક સેવાઓમાં સિલાઈની સેવા પણ અનન્ય છે.
આ પણ વાંચો - પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS આપત્તિના સમયમાં હંમેશા આગળ રહ્યાં: ગૃહ રાજ્યમંત્રીશ્રી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsav
Next Article