Ahmedabad: ‘ગલીએ ગલીએ વેચાઈ રહ્યાં છે નશાકારક દ્રવ્યો’ સ્પે. NDPS કોર્ટે ડ્રગ્સ મામલે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો
- 2020ના કેસમાં પકડાયેલા આરોપીઓને કોર્ટે ફટકારી સજા
- સ્પેશિયલ NDPS કોર્ટ દ્વારા મહત્વના અવલોકન કરવામાં આવ્યાં
- નાર્કોટિક્સની હેરાફેરી દેશ આખા માટે નાસુર બની ગયુ છેઃ કોર્ટ
Special court NDPS ACT: ભારતમાં ડ્રગ્સનું બેફામ વેચાર થયા છે તેમાં કોઈ જ બેમત નથી. કારણે કે ત્યારે ભારતના દરેક રાજ્યમાં સરળતાથી ડ્રગ્સ મળવા લાગ્યું છે. હવે તેના માટે જવાબદાર કોણ? જેમાં અત્યારે દુકાનોમાં પાન મસાલા, બીડી, સિગારેટ અને દારૂ મળી રહ્યો છે તેમાં ગલીએ ગલીળીએ નશાકારક પદાર્થો પણ વેચાવા લાગ્યાં છે. નોંધનીય છે કે, NDPS કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં દેશમાં વધતા જતા ડ્રગ્સના દુષણની ખાસ વાત કરી છે.
આ પણ વાંચો: Gondal: કૂતરાઓ વર્તાવ્યોકહેર, છેલ્લા 25 દિવસમાં 352 લોકોને કૂતરાએ બચકા ભર્યા
હવે નશાકારક દ્રવ્યો ગલીએ ગલીએ વેચાઈ રહ્યા છેઃ કોર્ટ
સ્પે. NDPS કોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, સ્પેશિયલ NDPS કોર્ટે 2020 ના કેસમાં પકડાયેલા આરોપીઓ સામે ચુકાદો કરતા એક મહત્વની વાત ટાંકી હતી. કોર્ટે કહ્યું કે, અગાઉ પાન મસાલા, પછી દારૂ અને હવે નશાકારક દ્રવ્યો ગલીએ ગલીએ વેચાઈ રહ્યા છે. નાર્કોટિક્સની હેરાફેરી દેશ આખા માટે નાસુર બની ગઈ છે. કોર્ટે વધુમાં કહ્યું કે, ‘નશો કરનાર જ નહીં પણ આંખો પરિવાર આ પાછળ બરબાદ થઈ જાય છે’.
આ પણ વાંચો: Ahmedabad: કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરવાની AMCએ કરી સત્તાવાર જાહેરાત
કોલેજ, હોસ્ટેલ અને યુનિવર્સિટી કેમ્પસમાં દૂષણ ખૂબ વધ્યુંઃ કોર્ટ
સ્પેશિયલ NDPS કોર્ટે કહ્યું કે, ‘નશો કરતા સંતાનો પાછળ સતત માતાપિતાને ચિંતા રહેતી હોય છે. વિના શસ્ત્ર દેશમાં ડ્રગ્સને કારણે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.’ એટલું જ નહીં પરંતુ શાળા કોલેજોમાં વેચાતા ડ્રગ્સ મામલે પણ કોર્ટે રોષ વ્યક્ત કર્યો છે. સ્પેશિયલ NDPS કોર્ટે કહ્યું કે, ‘અગાઉ ગલીએ ગલીએ પાન મસાલા વેચાતા હતા હવે કોલેજ, હોસ્ટેલ અને યુનિવર્સિટી વગેરે કેમ્પસમાં દૂષણ ખૂબ વધ્યું છે. જો કે, સ્પેશિયલ NDPS કોર્ટે ડ્રગ્સ કેસના આરોપી બરકત અલીને 15 વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે શાહપુરના શાહનવાઝ પઠાણને 12 વર્ષની જેલ અને રૂબીના બરકતઅલીને 12 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કેસમાં ક્રાઇમના PI H M Vyash એ તપાસ કરી હતી.
આ પણ વાંચો: Surat: સરથાણામાં ઘરેલુ કંકાસમાં વિખેરાયો પરિવાર, યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા