Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાળાથી પરત ફરતી સગીરાને બળજબરીથી ઉઠાવી ગયા બે યુવક, પછી જે થયું...

અમદાવાદ શહેર જાણે કે અસામાજીક તત્વો માટે અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતી સર્જાઈ છે. વાડજમાં ઘોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરીને 2 યુવકોએ ન કરવાનું કામ કરતા ફરિયાદ નોંધાઈ છે. શાળાથી પરત ફરતી વખતે સગીરાને રસ્તામાંથી જબરદસ્તી બાઈક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ છેડતી કરતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.વાડજમાં છુટક મજૂરી કરતી 37 વર્ષીય મહિલા પતિ અને 3 બાળકો સાથે રહે છે. જેમાં સૌથ
શાળાથી પરત ફરતી સગીરાને બળજબરીથી ઉઠાવી ગયા બે યુવક  પછી જે થયું
અમદાવાદ શહેર જાણે કે અસામાજીક તત્વો માટે અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતી સર્જાઈ છે. વાડજમાં ઘોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરીને 2 યુવકોએ ન કરવાનું કામ કરતા ફરિયાદ નોંધાઈ છે. શાળાથી પરત ફરતી વખતે સગીરાને રસ્તામાંથી જબરદસ્તી બાઈક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ છેડતી કરતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.
વાડજમાં છુટક મજૂરી કરતી 37 વર્ષીય મહિલા પતિ અને 3 બાળકો સાથે રહે છે. જેમાં સૌથી નાની દીકરી વાડજની એક શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. બુધવારે સવારના સમયે તેમની 13 વર્ષની દીકરી શાળાએ ગઈ હતી અન બપોરે શાળાએથી પરત ફરી રહી હતી. સાંજનાં સમયે સગીર દીકરીએ સ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધા હોય જેમાં તેણે ભાગ લીધો હોવાનું જણાવી શાળાએ જવાનું કહ્યું હતું. જેથી સગીરાના પિતા સાંજના સમયે તેને સ્કૂલમાં મુકવા ગયા હતા જે બાદ તેઓ મજૂરી કામે જતા રહ્યા હતા. સાંજના સમયે ફરિયાદી મહિલા ઘરે આવતા દીકરી ન હોવાથી આસપાસમાં તપાસ કરી હતી, જોકે સગીરા મળી આવી ન હતી. જે બાદ મહિલાના પતિએ ફોન કરી સગીરા ઘરે આવી છે કે નહિં તે પુછતા સગીરા ઘરે ન આવી હોવાનું ધ્યાને આવતા પરિવારજનોએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી.
રાતના સાડા દસ વાગે સુધી સગીરા મળી આવી ન હતી, તેવામાં રાત્રે ઘરની બહાર સગીરાનો પિતરાઈ ભાઈ બેઠો હતો, જેણે સગીરા આવી ગઈ છે અને પડી ગઈ છે તેવી બુમાબુમ કરી હતી. જેથી પરિવારજનોએ સગીરાને ઘરમાં લાવી  હતી, જોકે સગીરા ગભરાઈ ગયેલી જોવા મળતા આટલો સમય ક્યા હતી તે અંગે માતાએ પુછપરછ કરી હતી. સગીરાએ માતાને અને પરિવારજનોને જણાવ્યું હતું કે, શાળાથી તે પરત ફરી રહી હતી ત્યારે જોગણી માંની ચાલીમા રહેતો અશોક અને તેની સાથેના એક યુવકે બળજબરીથી પકડી બાઈક પર બેસાડી હતી, જેથી સગીરાએ બુમાબુમ કરવાની કોશીશ કરતા મોઢું દબાવી દિધુ હતું.
બંને યુવકો સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યા આરોપી અશોકે સગીરાના મો પર ચુંબન કરવાનું શરૂ કર્યું હતું, જોકે સગીરાએ ઘરે જવુ છે કહીને રડવાનું શરૂ કરતા આરોપી અશોકે તેને રિક્ષામાં બેસાડી રિક્ષાચાલકને સગીરાને પલક ચાર રસ્તા પર ઉતારી દેવાનું જણાવ્યું હતું. જે બાદ રિક્ષાચાલક સગીરાને પલક ચાર રસ્તા પર ઉતારી જતા સગીરા ચાલતી ચાલતી ઘરે પહોંચી હતી. જોકે સગીરા ગભરાઈ ગઈ હોવાથી 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પરિવાજનો લઈ ગયા હતા, જ્યા સગીરાના શરીરે શારિરીક કોઈ ઈજાના નિશાનો જણાયા ન હતા. તેવામાં આ મામલે વાડજ પોલીસ મથકમાં અશોક અને તેની સાથેના યુવક સામે પોક્સો અને અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.