પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં વિદેશથી આવતા હરિભક્તોનો થશે ફરજીયાત કોરોના ટેસ્ટ, ગાઈડલાઈન જાહેર
વિશ્વમાં કોરોના નો કહેર છે ત્યારે હવે સંક્રમણ વધતા સરકાર પણ ચિંતામાં છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવને લઈને પણ BAPS સંસ્થા દ્વારા નવા નિયમો જાહેર કરાયા છે. નગરની મુલાકાતે આવતા સ્વયંસેવકો અને હરિભક્તોએ આ તમામ નિયમોનું ચુસ્તપણે 26 ડિસેમ્બર થી પાલન કરવાનું રહેશે.નવા નિયમોસ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત, દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી. પ્રવેશ મેળવવા મ
વિશ્વમાં કોરોના નો કહેર છે ત્યારે હવે સંક્રમણ વધતા સરકાર પણ ચિંતામાં છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવને લઈને પણ BAPS સંસ્થા દ્વારા નવા નિયમો જાહેર કરાયા છે. નગરની મુલાકાતે આવતા સ્વયંસેવકો અને હરિભક્તોએ આ તમામ નિયમોનું ચુસ્તપણે 26 ડિસેમ્બર થી પાલન કરવાનું રહેશે.
નવા નિયમો
- સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત, દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી. પ્રવેશ મેળવવા માટે ખાસ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે
- 600 એકરમાં ફેલાયેલા નગરમાં ખૂબ વિશાળ જગ્યા છે તેથી સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત
- એકબીજાને હાથ મિલાવવાનું ટાળવું તેમજ નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરવાનો આગ્રહ રાખવો
- શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવતા વ્યક્તિએ મહોત્સવમાં ન જ આવવું
- ઉંમર લાયક, નાદુરસ્ત તબીયત, કો-મોર્બીડ લક્ષણ ધરાવતી વ્યક્તિએ ભીડમાં આવવાનું ટાળવું
- વિદેશથી આવતા ભક્તોએ કોરોનો ટેસ્ટ કરવો ફરજિયાત, તબીબોની સલાહ પણ લેવી
- ઠેરઠેર સ્વચ્છ ટોયલેટ બોક્સ છે ત્યાં સાબુ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો
- ડબ્લ્યૂએચઓ, ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ ગભરાવાનની જરૂર નથી પરંતુ સાવધાની અવશ્ય રાખીએ
- વેક્સિનનો ડોઝ લેવાનો બાકી હોય તો વહેલી તકે લેવો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement