રથયાત્રાને અભેદ કિલ્લામાં ફેરવવાનો પોલીસનો પ્લાન, જાણો કઈ રીતે કરવામાં આવશે રથયાત્રાની ધેરાબંધી
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે શહેર પોલીસે અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરી છે.જેમાં હવે પોલીસે ટ્રક, હાથી અને ભજનમંડળીમાં જીપીએસ લગાવવાનું પ્લાનિંગ કરાયું છે.રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદ માં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.રથયાત્ર
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે શહેર પોલીસે અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરી છે.જેમાં હવે પોલીસે ટ્રક, હાથી અને ભજનમંડળીમાં જીપીએસ લગાવવાનું પ્લાનિંગ કરાયું છે.
રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદ માં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.રથયાત્રામાં જોડાનારા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં જીપીએસ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે.આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે જીપીએસની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાશે.સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે.
આ વખતે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટેનું પ્લાનિંગ કર્યું છે.શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી તમામ ડેટા એકત્રિત કરાયો છે.જેનાથી જે તે અધિકારીઓને સ્થાનિક માહિતી મળી શકે.તો બહારથી બંદોબસ્તમાં આવનાર અધિકારીઓને પણ તમામ માહિતીઓ મળી રહે અને સાથે જ જે-તે વિસ્તારના આરોપી, શાંતિ સમિતિના સભ્યોનો ડેટા આ એપ્લિકેશનમાં ફિટ કરવામાં આવ્યો છે.તો ઇમરજન્સી વખતે સંપર્ક સાધવા બાબતની માહિતીઓ પણ તર્કશ એપ્લિકેશનથી મળી રહે તે માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે.
આ તો થઈ હાલના પોલીસ પ્લાનિંગની વાત.પણ બીજી તરફ હજુય કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પોલીસ વિચારી રહી છે.શાંતિથી અને સુચારુ રૂપે રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ બાબતો પર ધ્યાન રાખી પોલીસ હ્યુમન વર્કથી માંડી ટેકનોલોજી સુધીનું પ્લાનિંગ કરી રહી છે.જે રથયાત્રા માટે ફળદાયી બની રહેશે.
Advertisement