PMAY Scam : 250 લોકો પાસેથી રૂ. 3 કરોડથી વધુ પડાવ્યા, ભેજાબાજનું કાવતરું જાણી ચોંકી જશો!
- અમદાવાદ માં PM આવાસ યોજનાનાં નામે છેતરપિંડી (PMAY Scam)
- ઘર આપવાના બહાને 250 લોકો સાથે 3 કરોડની છેતરપિંડી
- GPSC પરીક્ષાની તૈયારી કરતા યુવકે કરી ઠગાઈ
Ahmedabad : રાજ્યમાં વધુ એક કૌભાંડીનો પર્દાફાશ થયો છે. ભેજાબાજે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં (PMAY Scam) નામે 250 થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરીને રૂ. 3 કરોડથીનું કૌભાંડ આચર્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી GPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. આરોપીએ લોકોને સચિવાલયનાં અધિકારી તરીકે ઓળખ આપી હતી. આ મામલે ઝોન 1 LCB પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Anand : ગાંધીનાં ગુજરાતમાં 'સિંઘમ' જ દારૂનાં વેપલામાં સામેલ! હેડ કોન્સ્ટેબલનાં ઘરેથી મળ્યો વિદેશી દારૂ
250 થી વધુ લોકો સાથે ઠગાઈ કરી રૂ. 3 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું
અમદાવાદમાં (Ahmedabad) હવે PM આવાસ યોજનાનાં નામે છેતરપિંડીનો (PMAY Scam) મામલો સામે આવ્યો છે. આરોપીએ 250 થી વધુ લોકો સાથે ઠગાઈ કરી રૂ. 3 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. આ મામલે ફરિયાદ થતાં અમદાવાદ ઝોન 1 LCB પોલીસે તપાસ આદરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ મુજબ, આરોપી વિરમસિંહ રાઠોડ અમરેલીનાં (Amreli) ખાંભાનો વતની છે. વિરમસિંહ પોતે સચિવાલયનો અધિકારી હોવાની ઓળખ આપતો હતો અને AUDA નાં મકાન આપવાની લાલચ આપી રૂપિયા પડાવતો હતો. શરૂઆતમાં લોકો પાસેથી રૂ. 30-50 હજાર લીધા હતા. આરોપીએ 2-3 વર્ષ સુધી લોકો પાસેથી રૂપિયા લીધા હતા. ચોંકાવનારી વાત એ છે કે આરોપી વિરમસિંહ GPSC પરીક્ષાની (GPSC Exam) તૈયારી કરતો હતો.
આ પણ વાંચો - Ahmedabad : ખોખરામાં અકસ્માત, વૃદ્ધ અને 3 વર્ષીય બાળકીનું મોત, બહેરામપુરામાં બે બાલ્કની ધરાશાયી
નકલી સરકારી કચેરીમાં બોલાવતો, નકલી ડોકયુમેન્ટ આપતો હતો!
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, લોકો પાસેથી રૂપિયા લઈ નકલી સરકારી કચેરીમાં બોલાવતો હતો અને ઓનલાઈન નકલી ડોકયુમેન્ટ કાઢી પણ આપતો હતો. આરોપી વિરમસિંહ સાયન્સ સીટી સાઈટ ખાતે લોકોને ફ્લેટ પણ બતાવતો હતો. ભોગ બનનાર મોટા ભાગનાં લોકો સલૂન માલિક હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, આરોપી વિરમસિંહને હેન્ડી ક્રાફ્ટમાં રૂ. 30 હજાર, શેરબજારમાં રૂ. 50 હજાર અને રેસ્ટોરન્ટમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ મામલે ફરિયાદ બાદ ઝોન 1 LCB પોલીસે આરોપી વિરમસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.
આ પણ વાંચો - Narmada : ડેડીયાપાડાની શાળામાં શિક્ષણ મેળવવાનાં બદલે વૈંતરું કરે છે વિદ્યાર્થીઓ!