Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વામિનારાયણ નગરીમાં આવેલી પ્રેમવતીમાં પ્રેમ ભર્યું ભોજન લોકો માણી રહ્યા છે

ભક્તિ સાથે ભોજન નો સંગમ પણ ખૂબ જ મહત્વનો હોય છે અને તેનો સંગમ પણ સ્વામિનારાયણ નગરીમાં જોવા મળી રહ્યો છે. કોઈપણ ખૂણેથી આવનાર ભક્તોને નાસ્તો કે જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તે પણ માત્ર 10 થી 20 રૂપિયામાં...પ્રેમવતીમાં પ્રેમ ભર્યું ભોજનસ્વામિનારાયણ નગરીમાં આવનાર મુલાકાતથી ભક્તો માટે 30 જેટલી પ્રેમવતી બનાવવામાં આવી છે. પ્રેમવતી સ્ટોલ પરના મેન્યુમાં નજર કરો તો અહીà
સ્વામિનારાયણ નગરીમાં આવેલી પ્રેમવતીમાં પ્રેમ ભર્યું ભોજન લોકો માણી રહ્યા છે
ભક્તિ સાથે ભોજન નો સંગમ પણ ખૂબ જ મહત્વનો હોય છે અને તેનો સંગમ પણ સ્વામિનારાયણ નગરીમાં જોવા મળી રહ્યો છે. કોઈપણ ખૂણેથી આવનાર ભક્તોને નાસ્તો કે જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તે પણ માત્ર 10 થી 20 રૂપિયામાં...
પ્રેમવતીમાં પ્રેમ ભર્યું ભોજન
સ્વામિનારાયણ નગરીમાં આવનાર મુલાકાતથી ભક્તો માટે 30 જેટલી પ્રેમવતી બનાવવામાં આવી છે. પ્રેમવતી સ્ટોલ પરના મેન્યુમાં નજર કરો તો અહીં તમામ વસ્તુઓ 10થી 20 રૂપિયામાં જ મળી રહે છે અને તે પણ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ અને ટેસ્ટમાં બેસ્ટ તેવું લોકો જણાવી રહ્યા છે. અહીં પરોઠા શાક મળે છે અહીં ભાજીપાવ પણ મળે છે. પ્રેમવતીમાં પ્રેમ ભર્યું ભોજન લોકો માણી રહ્યા છે.
ઉત્તમ વ્યવસ્થા
સ્વામિનારાયણની ઉત્તમ અને સ્વાદિષ્ટ ખીચડી પણ મળે છે પણ તેનો ભાવ માત્ર ₹20 છે. નિમ્નતમ  દરે પેટ ભરાય અને સ્વાદ પણ મોમાં રહી જાય તેવી વસ્તુઓ અહીં 10 થી 20 રૂપિયામાં ભક્તોને મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેની આવનાર ભક્તો પણ પ્રેમવતીના ભોજન પ્રેમની પ્રશંસા કરતા થાકતા નથી અને આ તમામ પ્રેમવતી સ્ટોલ્સનું સંચાલન સ્વામિનારાયણ નગરમાં 2100 જેટલી મહિલાઓ કરી રહી છે તે પણ નારી નેતૃત્વનું એક ઉત્તમ ઉદાહરણ છે.
મહિલાઓ દ્વારા સંચાલન
સ્વામિનારાયણ નગરમાં પ્રેમવતી સ્ટોલના સંચાલક એક મહિલા જણાવે છે કે તમામ પ્રેમવતી સ્ટોલ નું સંચાલન માત્ર મહિલાઓ કરી રહી છે. 2100 મહિલાઓ  પ્રેમવતીના સંચાલનમાં જોડાઈ છે. પૌષ્ટિક અને સાત્વિક રિઝનેબલ રેટમાં આહાર મળી રહે તેવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે તો રોજના હજારો ભક્તો અહીં આહાર લેતા થયા છે. અહીંના મેન્યુ પર નજર કરીએ તો..
  • પરોઠા શાક -  ₹ 20
  • બે પરોઠા
  • 250 ગ્રામ શાક
  • સ્વામિનારાયણ ખીચડી -  ₹ 20
  • 400 ગ્રામ
  • પાવભાજી -  ₹ 20
  • બે પાઉ
  • 250 ગ્રામ ભાજી
  • દાબેલી - ₹ 20 
  • સમોસા બે નંગ - ₹20 
  • સેન્ડવીચ - ₹ 20
  • પફ - ₹ 10
મસાલા વેફર, ફરાળી ચેવડો, સીંગ ભજીયા, ચણાદાળ, સેવ મમરા,  પોપકોર્ન, સોલટેડ વેફર, તમામ ₹ 10 અહીં મળી રહે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.