Tapobhumi Book Launch: ગુજરાતના 300 જેટલા મંદિરોના ઇતિહાસને આવરી લેતો ગ્રંથ એટલે ‘તપોભૂમિְ’, સંતો-મહંતોની હાજરીમાં થયું વિમોચન
- તપોભૂમિ એ વિવેકભાઈના 12 વર્ષની અથાગ મહેનતનુ પરિણામ
- તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં દેશના અનેક મહાન સંતો હાજર રહ્યા
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું તપોભૂમિનું વિમોચન
Tapobhumi Book Launch: ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે 12 વર્ષ સુધી ગુજરાતના ગામડે ગામડે ફરી 10 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને ત્યાંના પાળીયાથી માંડીને મંદિર સુધી તમામનો ઇતિહાસ તપાસ્યો. મંદિરો સાથે જોડાયેલી લોકવાયકાઓને ઐતિહાસિક પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો સાથે સરખાવીને પોતાની ઓળખ ગુમાવી ચુકેલા મંદિરોને ફરી પોતાની ઓળખ અપાવવા માટેનો ભગીરથ પ્રયાસ કર્યો છે.
આજે તેમના અથાગ પરિશ્રમથી નિર્માણ પામેલા ‘પથ્થર બોલતા હૈ, તપોભૂમિ ગ્રંથનું અનેક સંતો-મહંતો, મહાનુભવો, મહેમાનોની હાજરીમાં મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થયું. આ ક્ષણના અનેક લોકો સાક્ષી રહ્યાં. તપોભૂમિ ગ્રંથનો વિમોચન સમારોહ જાણો નાનો કુંભ બની ગયો હતો. કારણે આજે આ કાર્યક્રમમાં અનેક મહાન સંતોએ પોતાની ઉપસ્થિતિ નોંધાવીને આ કાર્યક્રમને સાર્થક કર્યો હતો.
નોંધનીય છે કે, ડૉ. વિવેક કુમાર ભટ્ટે સમગ્ર ગુજરાતનું સતત 12 વર્ષ સુધી ભ્રમણ કરી ગુજરાતના ગામડે ગામડા, તાલુકે તાલુકા અને જિલ્લે જિલ્લા ફરીને આવા મંદિરો પરથી એક ભવ્ય ગ્રંથ તૈયાર કર્યો. ‘પથ્થર બોલતા હૈ, તપોભૂમિ (Tapobhumi) નામનું આ દળદાર પુસ્તક તૈયાર કર્યું છે જેનું આજે ભવ્ય રીતે વિમોચન કરવામાં આવ્યું હતું.
‘પથ્થર બોલતા હૈ, તપોભૂમિ ગુજરાત’ના વિમોચનમાં જૂનાગઢ ગૌરક્ષનાથ આશ્રમના મહંત બાપુ, જગન્નાથ મંદિર પુજ્ય દિલિપદાસજી મહારાજ, મણિધરબાપુ મોગલધામ કબરાઉ, મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુ, લોકસાહિત્યકાર યોગેશ ગઢવી અને સાંઇરામ દવે, સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશ ભાઇ પટેલ, સિદ્ધિ મીડિયાના એમડી જસ્મીનભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ સંતો મહંતોએ ગ્રંથના લેખક વિવેક કુમાર ભટ્ટનું ભવ્ય અભિવાદન પણ કર્યું હતું.
મંદિરનો વર્ણન કરતા વિવેક ભટ્ટને આપણે જજ બનાવી દીધાઃ મુખ્યમંત્રી
પોતાના ભાષણના શરૂઆતમાં મુખ્યમંત્રીએ સૌ પ્રથમ મંચ પર બિરાજમાન સાધુ-સંતો અન મહાનુભવોને વંદન કર્યાં હતા. નરેન્દ્ર મોદીના પથ્થર બોલતા હૈ વાક્યને યથાર્થ કરવા માટે વિવેક કુમાર ભટ્ટે આ ગ્રંથ લખ્યો છે. અત્યારે મંદિરના વર્ણન કરતા વિવેક ભટ્ટને આપણે જજ બનાવી દીધા છે. ગુજરાતના આપણી ભૂમિ તપોભૂમિ છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં એવો વિકાસ કર્યો છે ક્યા પાછું પડે તેમ નથી. ગુજરાતમાં ગાંધીજીથી લઈને સરદાર પટેલ અને હવે નરેન્દ્ર મોદી જેવા મહામાનવો ગુજરાતથી મળ્યાં છે. આ ભૂમિના જ આ તાકાત છે.
શબ્દોને ચરિતાર્થ કરવા માટે ખુબ મોટું અર્થતંત્ર લાગે છે
આ ગ્રંથના લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટે પણ શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ અને અને એમડી જસ્મીન પટેલનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. વિવેક કુમાર ભટ્ટે કહ્યું કે, આમ તો આ કાર્યક્રમ જેમનો છે તેવા શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશ ભાઇ પટેલ અને એમડી જસ્મીન ભાઈ પટેલનું સ્વાગત કરુ છું. અમે તો લેખક છીએ અમે લખી શકીએ પરંતુ શબ્દોને ચરિતાર્થ કરવા માટે તો તેની પાછળ ખુબ મોટું અર્થતંત્ર લાગે છે તે મુકેશભાઇ પુરૂ પાડે છે તેના માટે હું આભારી છું. મુકેશ ભાઇ સનાતન ધર્મ માટે હંમેશા તૈયાર રહ્યા છે. મારા માતા પિતા હાજર છે તેમના ચરણ કમળમાં હું આજની શરૂઆત કરુ છું.’
આ પુસ્તક આજની પેઢી માટે એન્સાઇક્લોપીડિયા બનશે
સાઈરામ દવેએ કહ્યું કે, વિવેકભાઇ આજના જમાનાના જર્નાલિસ્ટ છે જે આ રીતે મંદિર પર વિશેષ પુસ્તક લખતા હોય તે વાતને હું બિરદાઉ છુ. આ પુસ્તક આજની પેઢી માટે એન્સાઇક્લોપીડિયા બનશે. આ બુકનો ફાયદો એ છે કે કોઇ મંદિરે જાવાનો મને સમય નથી તો હું એક બારકોડ સ્કેન કરી મને તે મંદિરની યાત્રા વર્ચ્યુઅલ રીતે ડ્રોન શોર્ટમાં મળે એમ નહિ કે માત્ર મોબાઇલમાં શુટ કરેલી હોય આવુ એક અદ્ભૂત પુસ્તકનું જ્યારે વિમોચન થઇ રહ્યું છે ત્યારે સનાતન ધર્મ માટે આ એક અદભૂત ઘટના છે.
આ પણ વાંચો: આ સંતો-મહંતોએ પણ ડૉ. વિવેક કુમાર ભટ્ટને તપોભૂમિ ગ્રંથ માટે આપી શુભેચ્છાઓ, વાંચો શું કહ્યું
ધર્મપુર વલસાડ સ્વામી યોગેશ્વરાનંદજી પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં
તેઓએ તપોભૂમિ પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું કે, આ રાષ્ટ્રમાં પથ્થર બોલે છે માટે જ કંકર કંકર શંકર છે. પથ્થર બોલે છે માટે જ દરેક પથ્થર પર રામ લખ્યું અને પથ્થર તર્યા અને અધર્મનો નાશ કરવા માટેનો રામ સેતુ બન્યો. પથ્થર માત્ર બોલતો નથી તે આ રાષ્ટ્રનું પુરાણ છે. ગુજરાત પર લખાયેલો ગ્રંથ પ્રમાણ છે કે આ તપોભૂમિ આ જ તપોભૂમિથી કેટલા તપસ્વી નિકળ્યા. હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ તપોભૂમિના એક મહર્ષિ છે.
તપોભૂમિએ વિવેકભાઈની 12 વર્ષની અથાગ મેહનતમુ પરિણામ
આ શ્રેણીમાં જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસે તપોભૂમિ પુસ્તકના વિમોચન પ્રસંગે ગુજરાત ફસ્ટ ન્યુઝ ચેનલના એડિટર વિવેક કુમાર ભટ્ટને સાધુવાદ આપ્યા છે. પોતાના મંતવ્યમાં તેમણે કહ્યું કે, આજના માંગલ્ય દિવસે તપોભૂમી પુસ્તકનુ વિમોચન થઈ રહ્યું છે. જે વિવેકભાઈના 12 વર્ષની અથાગ મેહનતનુ પરિણામ છે. તેમણે કહ્યું, આ સનાતન પરંપરા છે. ફસાયેલા માણસને રસ્તો બતાવવાનુ કાર્ય આજે થઈ રહ્યુ છે.
આ પણ વાંચો: ‘પુસ્તક પાછળનું અર્થતંત્ર મુકેશ ભાઇ પટેલ અને જસ્મીન ભાઇ પટેલ છે’ લેખક ડૉ.વિવેક કુમાર ભટ્ટ
આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી, રામાયણમી કથાકાર પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ, ભાગવત કથાકાર પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ અને પરિમલ નથવાણીએ પણ ડૉ. વિવેક કુમાર ભટ્ટને ‘પથ્થર બોલતા હૈ, તપોભૂમિ ગુજરાત’ ગ્રંથ માટે ખાસ શુભેચ્છાઓ આપી હતી.