Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૂળ બ્રિટિશર અને ખ્રિસ્તી ધર્મમાં જન્મ લેનારા થોમસે નાની ઉંમરથી જ સનાતન ધર્મનો કર્યો અંગીકાર

અનાદિ કાળથી ચાલતી આવતી સનાનત પરંપરાને ન માનનારા લોકો માટે એક પ્રેરણાદાયી કિસ્સો આજે સ્વામિનારાયણ નગરથી સામે આવ્યો છે. આ કિસ્સો મૂળ બ્રિટિશ અને ખ્રિસ્તી ધર્મમાં જન્મ લેનારા થોમસનો છે. જીહા, એક એવા વ્યક્તિનો કે જેણે સનાતન ધર્મમાં ન માનનારા લોકોને પણ તેમા માનવા મજબૂર કરી દીધા છે. કોણ છે આ થોમસ અને કેમ તે આ ધર્મમાં માનનારા લોકો માટે પ્રેરણાદાયી છે આવો જાણીએ આ અહેવાલમાં...થોમસનો જન્મ 21
મૂળ બ્રિટિશર અને ખ્રિસ્તી ધર્મમાં જન્મ લેનારા થોમસે નાની ઉંમરથી જ સનાતન ધર્મનો કર્યો અંગીકાર
અનાદિ કાળથી ચાલતી આવતી સનાનત પરંપરાને ન માનનારા લોકો માટે એક પ્રેરણાદાયી કિસ્સો આજે સ્વામિનારાયણ નગરથી સામે આવ્યો છે. આ કિસ્સો મૂળ બ્રિટિશ અને ખ્રિસ્તી ધર્મમાં જન્મ લેનારા થોમસનો છે. જીહા, એક એવા વ્યક્તિનો કે જેણે સનાતન ધર્મમાં ન માનનારા લોકોને પણ તેમા માનવા મજબૂર કરી દીધા છે. કોણ છે આ થોમસ અને કેમ તે આ ધર્મમાં માનનારા લોકો માટે પ્રેરણાદાયી છે આવો જાણીએ આ અહેવાલમાં...
થોમસનો જન્મ 21 વર્ષ પહેલા ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. થોમસની ઉંમર માત્ર 8 વર્ષની હતી તે સમયે થોમસ સનાતન હિન્દુ ધર્મના પુસ્તકો વાંચતો હતો. આ પુસ્તકો વાંચતા તેને બ્રહ્મજ્ઞાન થયું અને થોમસે માત્ર 8 વર્ષની વયે પોતાના માતા પિતા સામે કહ્યું કે તે પોતે હિન્દુ સનાતન ધર્મ અંગીકાર કરવા માટેનો પ્રસ્તાવ રાખે છે. પ્રથમ તો આ પ્રસ્તાવ આવતા તેના માતા-પિતા અચરજ પામી જાય છે. પરંતુ આ અચરજ વચ્ચે થોમસ તેના માતા-પિતાને હિન્દુ સનાતન ધર્મ વિશે સમજાવે છે. ત્યારબાદ તે સનાતન ધર્મ તરફ વળે છે. લંડનમાં આવેલા અક્ષરધામ મંદિરે તે માત્ર 11 વર્ષની ઉંમરે પહોંચે છે. ત્યાં પહોંચી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને જોતા જ તે અભિભૂત થાય છે. અને પછી ધીમે ધીમે તે સ્વામિનારાયણ સત્સંગ તરફ વળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે હરિભક્ત તરીકે જોડાય છે. ત્યારથી જ તેના જીવનમાં અનેક બદલાવો આવે છે. પરિવાર ખ્રિસ્તી ધર્મમાં હોવા છતાં તે પોતાના ઘરે નિત્ય પૂજા પાઠ કરે છે. થોમસ માંસ મદીરાનું સેવન પણ નથી કરતો. થોમસ વિશ્વની 8 જેટલી ભાષાનો જાણકાર છે. થોમસ પણ અહીં વિદેશથી આવતા નાગરિકોને માહિતી આપવાની સેવા કરી રહ્યો છે.
થોમસ અવાદે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું જન્મથી બ્રિટિશ છું. મેં સનાતન ધર્મ અપનાવ્યો છે. હું થોમસ છું, હું બીએપીએસ સ્વયંસેવક છું, ઈંગ્લેન્ડમાં મમ્મી પપ્પા સાથે રહું છું. હું ક્રિશ્ચિયન હતો. સનાતન ધર્મ વિશે જાણ્યું રામાયણ અને મહાભારત વિશે શિખતો હતો. સનાતન ધર્મની બધી જ બાબતો મને પસંદ છે. બધા ભગવાનો વિશે જાણતો હતો. મારા માટે ઈન્સ્ટન્ટ કનેક્શન હતું. હિંદુઝ્મ વિશે બધી જ બાબતે વિશે શિખવી જોઈએ
આઠ વર્ષનો હતો અને હું નિશાળેથી ગયો અને મમ્મીને કહ્યું કે હું સનાતન ધર્મ અપનાવવા માંગુ છું મારા માતા સ્તબ્ધ થયા બાદમાં તેમણે પુછ્યું કે, કેમ હિંદુ ધર્મ અપનાવવા માંગે છે. પણ મારા માટે ઈન્સ્ટન્ટ કનેક્શન હતું હું 11 વર્ષનો હતો અને લંડનના સ્વામી નારાયણ ભગવાનના મંદિરે ગયો અને તેમનામાં મેં મારા ઈષ્ટદેવતા જોયા. હું સ્વામી નારાયણ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજના જીવન વિશે શિખતો હતો. હું સ્વયંસેવક અને સંતો સાથે રહેવા લાગ્યો. સ્વામીનારાયણ સંપ્રદાય અને બીએપીએસ મારા માટે છે. મારા પરિવાર સપોર્ટિવ હતો પણ તેઓ થોડીક બાબતો સમજી શક્યા નહી તે સમજાવી.  તેઓ ક્રિશ્ચન ધર્મ માને છે હું સનાતન અને તેઓએ પણ ક્યારેય મંદિર જાય છું. મારા પરિવારમાં એવો કોઈ પ્રશ્ન નથી. 
માધ્યમિક શાળામાં હું ફ્રેન્ચ જર્મન અને સ્પેનિશ શિખતો હતો. મારા દાદા એરેબિક બેકગ્રાઉન્ડ ધરાવતા હોવાથી શનિ-રવિ એરેબિક સ્કુલ જતો હતો. વિદ્યાલયનો વિદ્યાર્થી છું તો મેં થોડીં હિંદી પણ શિખી છે અને લંડન મંદિરે  જતો ત્યારે મંદિરમાં ગુજરાતી સાંભળતો હતો ખાસ કરીને ચરોતરી ગુજરાતી સાંભળતો એટલે થોડી ગુજરાતી આવડે છે. હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો નથી પણ હું ઓક્ટોબર નવેમ્બરમાં દિલ્હીમાં રહેતો હતો ત્યારે અક્ષરધામ મંદિરમાં મહંત સ્વામી મહારાજને મળ્યો હતો. તે મારા માટે અદ્ભુત ક્ષણ હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.