ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બેંકોનું રાષ્ટ્રીયકરણ કેમ જરૂરી છે? Nationalization of Banks નું મહત્વ સમજાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન

Ahmedabad માં આજે 55 મો બેન્ક નેશનાલિઝમ દિવસનો (Nationalization of Banks) આર.જે. ટ્રીબ્રેવાલ કોલેજમાં (R.J.Treebrewal College) ઉજવવમાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીમાં ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર ફેડ્રેશનના જનરલ મેનેજર જનરલ સેક્રેટરી જોઈન્ટ મેનેજર સહિત મેમ્બર હાજર રહ્યા હતા આ દિવસની...
03:52 PM Jul 19, 2023 IST | Viral Joshi

Ahmedabad માં આજે 55 મો બેન્ક નેશનાલિઝમ દિવસનો (Nationalization of Banks) આર.જે. ટ્રીબ્રેવાલ કોલેજમાં (R.J.Treebrewal College) ઉજવવમાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીમાં ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર ફેડ્રેશનના જનરલ મેનેજર જનરલ સેક્રેટરી જોઈન્ટ મેનેજર સહિત મેમ્બર હાજર રહ્યા હતા આ દિવસની ઉજવણીમાં મુખ્યત્વે આર.જે. ટીબ્રેવાલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે બેન્કના તમામ બેન્કોના રાષ્ટ્રકરણથી શું ફાયદા છે અને શું ગેરફાયદા છે તેને લઈ ચર્ચા કરવામાં આવી અને સાથે જ કોલેજમા વિદ્યાર્થીની એક સ્પર્ધા પણ યોજાઈ હતી.

વિવિધ કાર્યક્રમોનું આયોજન

કોલેજમાં આયોજીત થયેલી સ્પર્ધામાં 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ તમામ વિદ્યાર્થીઓએ ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરી હતી તો સ્પર્ધા બાદ પહેલા આવેલા 6 વિદ્યાર્થીઓને અનુક્રમે 5 હજાર, 3 હજાર અને 2 હજાર ઈનામ પણ આપવામાં આવ્યા હતા સાથે જ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર ફેડ્રેશન થકી 200 રૂપિયાનુ ઈનામ પણ આપવામાં આવ્યુ હતુ. આ દિવસ ઉજવાવની પાછળનો મુખ્ય હેતુ હતો કે, આ યુવા પેઢીને બેંકના રાષ્ટ્રિયકરણને લઈ સમજણ આવે સાથે જ PM જનધન યોજના PM કૃષિયોજના અને અનેક વિધ અન્ય યોજના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે 34 થી વધુ વિદ્યાર્થીઓને રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.

શા માટે કાર્યક્રમ આયોજીત થયો?

આ તકે AIBOC ના જનરલ સેક્રેટરી રંજન ખરાને જણાવ્યું હતું કે, આજના દિવસે અમે આ કોલેજમાં બાળકો વચ્ચે એક અવેરનેસ પ્રોગ્રામ હેઠળ એક ડિબેટનું આયોજન કર્યું છે. જે હેઠળ અમે બેંકોનું રાષ્ટ્રીયકરણ યોગ્ય છે કે અયોગ્ય તેના પર ડિબેટ કરી રહ્યાં છીએ અને રાષ્ટ્રીયકરણથી દેશના વિકાસ પર શું પ્રભાવ પડ્યો છે તે પ્રવાહોને બાળકો સુધી પહોંચાડવા અને બાળકો દ્વારા તે પ્રવાહોને અમારા સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે અને હું અનુભવું છું કે, આમાથી 34 બાળકોએ જેમણે ભાગ લીધો છે તેમણે ઘણું સ્ટડી કર્યું છે.

રોજગાર સર્જનમાં ફાયદો

વધુમા જનરલ સેક્રેટરી રંજન ખરાને કહ્યું કે, અમે આભારી છીએ અહીંના ડીન ડૉ. પરીખ સાહેબ જેમના સહયોગથી આ થઈ શક્યું છે અને ડૉ. નિલેશ તેમના સહયોગથી આ શક્ય બન્યુ છે અને દરેક બાળકોએ એક જ દિવસમાં ખુબ વિસ્તૃત અધ્યયન કરીને તે જાણ્યું કે, ગરીબો સુધી, ખેડુતો સુધી, નાના શ્રમિકો, નાના વેપારીઓ સુધી બધી જ જગ્યાએ અમારી રાષ્ટ્રીયકૃત બેંક જઈને કેવી રીતે કામ કરી રહ્યું છે અને કેવી રીતે તેમને આગળ વધવામાં સતત સહયોગ કરી રહ્યાં છે. અમારી આ નિરંતરતા શરૂ છે અને નિરંતર અમે સમાજના નિચલા વર્ગના લોકોની સેવા કરતા રહીશું અને મોટા ઉદ્યોગોને આગળ વધારવાનું કામ અમે નિરંતર કરી રહ્યાં છીએ. જેનાથી રોજગારીનું સર્જન થાય અને નવા રોજગાર આપવામાં પણ ભારતીય પરિદૃષ્યમાં આજે રાષ્ટ્રીયકૃત સૌથી આગળ છે. સૌથી વધારે રોજગારીનું સર્જન રાષ્ટ્રીયકૃત બેંકમાં થઈ રહ્યું છે. આવનારા સમયમાં અમારું બે જ કાર્ય છે. એક તો રોજગાર સૃજન કરવું અને બીજું અમે ભારતને આગળ લઈ જવા માંગીએ છીએ અને તેના માટે સતત પ્રયત્નશીલ રહીશું.

નેશનલાઈઝેશન કેમ જરૂરી છે?

આ તકે AIBOC ના જોઈન્ટ જનરલ સેક્રેટરી નિલેશ રાડિયાએ જણાવ્યું કે, આજે અમે લોકો 55માં બેન્ક નેશનાઈઝ દિવસની ઉજવણી કરીએ છીએ અને તેના ઉપલક્ષ્યમાં અમે આ એલ.જે. કોલેજ ઓફ કોમર્સ કેમ્પસમાં આર.જે. ટ્રીબ્રેવાલ કોલેજના વિદ્યાર્થીઓમાં એક બેંક નેશનલાઈઝન બુન ઔર કર્ઝની એક ડિબેટ સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેનો શ્રેય અમે શ્રી નિલેશભાઈ સુચક અને પ્રો. ચિરાગને આપીએ છીએ કે તેમણે અમને બે દિવસમાં આની મંજુરી આપી અને આજે અમે એક બધા વિદ્યાર્થીઓની વચ્ચે એક રોપા વિતરણ કર્યું છે. નેશનલાઈઝેશન કેમ જરૂરી છે? કેમ કે આપણા જેવા દેશમાં વિકાસશીલ દેશમાં કેટલી બધી સરકારી યોજનાઓનો લાભ સીદો લાભાર્થીઓને પહોંચાડવાનું કામ એકમાત્ર નેશનલાઈઝ બેંક કરી રહી છે. જેમ કે પ્રધાનમંત્રી જન-ધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જનજીવન યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જેવી અનેકવિધ યોજનાઓ છે અને સાથે-સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે ખેડુતો અને ગેસની સબસડી જેવી ઘણી બાબતો સીધી લોકો સુધી પહોંચાડવાનું કામ નેશનલાઈઝ્ડ બેંકો દ્વારા થયું છે.

ભારતના વિકાસમાં રાષ્ટ્રીયકૃત બેંકોનું શું મહત્વ?

AIBOC ના જોઈન્ટ જનરલ સેક્રેટરી નિલેશ રાડિયાએ ઉમેર્યું કે, આ વખતે કહેતા ગર્વ થાય છે કે બધી જ નેશનલાઈઝ્ડ બેંકે મોટો નફો કમાયો છે અને તેમાં ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 50,232 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આવનારા દિવસોમાં નેશનલાઈઝ્ડ બેંક જ નવા ભારતની પ્રગતિમાં શિરમોર રહેશે અને આવનારા દિવસોમાં નવું ભારત નેશનલાઈઝ્ડ બેંકોના હિસાબથી જ આગળ વધવાનું છે અને તે માટે આજે અમે 55મો નેશનલાઈઝ્ડ બેંક જે 19 જુલાઈ 1969 પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને બાદમાં 1980માં વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને તેને લઈને આગળ અમે ચાલી રહ્યાં છીએ અને આવનારા દિવસોમાં ભારતની જે વિકાસનો દ્વારા નેશનલાઈઝ્ડ બેંકો દ્વારા જ ખુલ્યો છે અને ખુલશે.

આ પણ વાંચો : હિંડનબર્ગ રિપોર્ટ પર ગૌતમ અદાણીએ કહ્યું- અમારી છબી ખરાબ કરવાનું હતું ષડયંત્ર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAhmedabad NewsAIBOCAmdavadBank Nationalisation Day 2023Banking SectorGujarati NewsImportanceIndian EconomyRBI
Next Article