નવા વર્ષના પહેલા દિવસે 400 લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પ કર્યા
વ્યસન મુક્તિને લઈને પ્રમુખસ્વામી અત્યાર સુધી 40 લાખ લોકોને વ્યસન થી મુક્ત કરાવ્યા હતા. ત્યારે હાલમાં સ્વામિનારાયણ નગર ખાતે ચાલી રહેલ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં 'ચલો તોડ દે યે બંધન' નામક વ્યસન મુક્તિ નો એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં વ્યસન ને કારણે એક પરિવાર કઈ રીતે છિન્નભિન્ન થઈ જાય છે તે બતાવવામાં આવ્યું છે અને તેને રોજે રોજ હજારો લોકો જોઈ રહ્યા છે.2023ના પહà«
વ્યસન મુક્તિને લઈને પ્રમુખસ્વામી અત્યાર સુધી 40 લાખ લોકોને વ્યસન થી મુક્ત કરાવ્યા હતા. ત્યારે હાલમાં સ્વામિનારાયણ નગર ખાતે ચાલી રહેલ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં "ચલો તોડ દે યે બંધન" નામક વ્યસન મુક્તિ નો એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં વ્યસન ને કારણે એક પરિવાર કઈ રીતે છિન્નભિન્ન થઈ જાય છે તે બતાવવામાં આવ્યું છે અને તેને રોજે રોજ હજારો લોકો જોઈ રહ્યા છે.
2023ના પહેલાં દિવસે 400 લોકોએ લીધો સંકલ્પ
કાર્યક્રમ પૂરો થયા બાદ ત્યાં રહેલા વિદ્યાર્થીઓ વ્યસન કરતા હોય તેવા લોકોને વ્યસન મુક્તિના સંકલ્પ કરવા અપીલ કરે છે અને સામેથી લોકો તેમાં જોડાઈ રહ્યા છે. આજે વર્ષ 2023ના પહેલા દિવસે 400 લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પ કર્યા હતા.
મહિલાઓએ છિંકણી નહી લેવાનો સંકલ્પ કર્યો
કોઈ ગુટકા છોડે છે, કોઈ દારૂ છોડે છે, તો કોઈક વધારે પડતો મોબાઈલ જોવાનું પણ વ્યસન અહીં છોડે છે. ત્યારે આજે કચ્છ ભુજથી આવેલી કેટલીક મહિલાઓએ છીકણી છોડવાનો પણ સંકલ્પ કર્યો હતો. કુલ 400 લોકોએ ચલો તોડ દે યે બંધન સ્વામિનારાયણ નગરમાં ચાલતા વ્યસન મુક્તિના સો ને જોઈને વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો હતો.
4 હજારથી વધુ લોકોએ વ્યસન છોડ્યું
સ્વામિનારાયણ નગરમાં પહેલી તારીખથી ચાલી રહેલા મહોત્સવ દરમિયાન અત્યાર સુધીમાં 4837 લોકો વ્યસન મુક્તિનો સંકલ્પ કરી ચૂક્યા છે અને તેઓએ અન્ય લોકો પણ વ્યસનના બંધનમાંથી મુક્ત થાય તેવી અપીલ પણ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement