Tapobhumi Book Launch Event: ‘પુસ્તક પાછળનું અર્થતંત્ર મુકેશ ભાઇ પટેલ અને જસ્મીન ભાઇ પટેલ છે’ લેખક ડૉ.વિવેક કુમાર ભટ્ટ
- બુક લોન્ચ ઇવેન્ટમાં અનેક સંતો અને મહંતો હાજર રહ્યા
- મુકેશભાઈ પટેલના સિંહ ફાળાના કારણે બુકનું ભવ્ય વિમોચન થયું
- લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટે મુકેશ ભાઇ પટેલ અને જસ્મીન પટેલનો આભાર માન્યો
Tapobhumi Book Launch Event: આજના દિવસે તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં અનેક સંતો અને મહંતો હાજર રહ્યા હતાં. એકબાજૂ ભારતમાં મહાકુંભ યોજાયો છે તો ગુજરાતમાં પણ તપોભૂમિ બુક વિમોચન સમારોહ નાના કુંભનું કારણ બન્યો હતો. આજના દિવસને યથાર્થ કરવા માટે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ અને અને એમડી જસ્મીન પટેલનો સિંહ ફાળો રહ્યો છે. તેમના સાથ અને સહકારના કારણે આ બુકનું ભવ્ય વિમોચન થયું છે. જેમાં અનેક નામી સંતો આવ્યાં અને ગુજરાતના આ તપોભૂમિ ગ્રંથને સાર્થક કર્યો છે.
શબ્દોને ચરિતાર્થ કરવા માટે ખુબ મોટું અર્થતંત્ર લાગે છે
આ ગ્રંથના લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટે પણ શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ અને અને એમડી જસ્મીન પટેલનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. વિવેક કુમાર ભટ્ટે કહ્યું કે, આમ તો આ કાર્યક્રમ જેમનો છે તેવા શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશ ભાઇ પટેલ અને એમડી જસ્મીન ભાઈ પટેલનું સ્વાગત કરુ છું. અમે તો લેખક છીએ અમે લખી શકીએ પરંતુ શબ્દોને ચરિતાર્થ કરવા માટે તો તેની પાછળ ખુબ મોટું અર્થતંત્ર લાગે છે તે મુકેશભાઇ પુરૂ પાડે છે તેના માટે હું આભારી છું. મુકેશ ભાઇ સનાતન ધર્મ માટે હંમેશા તૈયાર રહ્યા છે. મારા માતા પિતા હાજર છે તેમના ચરણ કમળમાં હું આજની શરૂઆત કરુ છું.’
Tapobhumi Gujarat Book Launch : PM મોદીએ મને એક વાક્ય કહ્યું અને આ ગ્રંથની રચના થઇ: ડૉ.વિવેક કુમાર ભટ્ટ@narendramodi @Bhupendrapbjp @CMOGuj@Mulubhai_Bera @vishvek11 @MayankNayakBJP#TapobhumiGujarat #BookLaunch #HinduDharma #SanataniHinduism #Sanatanadharma pic.twitter.com/Xwz25iQ4s6
— Gujarat First (@GujaratFirst) January 3, 2025
અનેક મંદિરોમાં લાખો-કરોડો રૂપિયાનું દાન આપ્યું છે
નોંધનીય છે કે, ધર્મના કાર્ય માટે મુકેશભાઈ પટેલ અને જસ્મીનભાઈ પટેલ હંમેશા આગળ અને તત્પર રહ્યાં છે. મુકેશભાઈએ અનેક મંદિરોમાં લાખો-કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. સૌથી બેસ્ટ ઉદાહરણ તો અંબાજી મંદિરમાં જે તેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. એટલે જ નહીં પરંતુ અંબાજી મંદિરના શિખર પર જે સોનાનું પરખ છે, તેના માટે પણ મુકેશભાઈએ કરોડો રૂપિયાનું સોનું દાન આપ્યું છે. ધર્મ અને ભક્તિના કાર્ય માટે તેઓ હંમેશા આગલ આવ્યાં છે. આ તપોભૂમિ બુક પણ ગુજરાતના 300 મંદિરોનું તાદૃશ વર્ણન છે, આના માટે પણ તેમણે ખુબ જ મોટો સિંહ ફાળો આપ્યો છે.
ડૉ. વિવેક કુમાર ભટ્ટના સ્નેહના તાંતણે બંધાઇને અનેક સંતો પધાર્યા
આ તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટ ખુબ જ ઐતિહાસિક બની કારણ કે મહાકુંભ શરૂ થવા જઇ રહ્યો છે તેની પહેલા એક નાના કુંભ જેટલા સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. અમદાવાદમાં આ નાના કુંભનું કારણ બનનાર તપોભૂમિ બુક અને તેના લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટના સ્નેહના તાંતણે બંધાઇને અનેક સંતો કાર્યક્રમમાં પધાર્યા હતાં. ગુજરાત અને દેશના મહાનતમ સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. રાજ્યના ટોચના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર હતાં.
આ પણ વાંચો: Tapobhumi Book Launch: PM મોદીએ મને એક વાક્ય કહ્યું અને આ ગ્રંથની રચના થઇ: ડૉ.વિવેક કુમાર ભટ્ટ