ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ જો ઇ-સિગરેટ વેચી તો ખેર નથી....
પોલીસની હુક્કાબાર પર કડક કાર્યવાહી કરતા, ગુનેગાર સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવી ઈ-સિગારેટ (E-Cigarettes) વેંચતા શખ્સની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવેલા આ શખ્સનું નામ છે સાજીલ શેખ.પોલીસે ગ્રાહક બનીને ઝટકું ગોઠવ્યુંઅમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના (Ahmedabad Cyber Crime) ધ્યાને આવ્યું હતું કે કોઈ શખ્સ ઇન્સ્ટાગ્રામ પર પે
પોલીસની હુક્કાબાર પર કડક કાર્યવાહી કરતા, ગુનેગાર સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવી ઈ-સિગારેટ (E-Cigarettes) વેંચતા શખ્સની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવેલા આ શખ્સનું નામ છે સાજીલ શેખ.
પોલીસે ગ્રાહક બનીને ઝટકું ગોઠવ્યું
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના (Ahmedabad Cyber Crime) ધ્યાને આવ્યું હતું કે કોઈ શખ્સ ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવી ને તેના પર નિકોટીન યુક્ત ઈ-સિગારેટના ફોટો રાખીને એક હજાર રૂપિયાથી લઇને 5 હજાર સુધીની ઈ-સિગારેટનું વેચાણ કરી રહ્યો છે જે ગેરકાયદેસર પ્રવૃતિ ધ્યાન એ આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બનીને ઈ-સિગારેટ ખરીદી કરવાનું છટકું ગોઠવીને સાજીલ શેખની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા
સાયબર ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક પૂછ પરછ માં સામે આવ્યું છે કે સાજીલ શેખ (Sajil Sheikh) આ નિકોટીન યુક્ત ઈ-સિગારેટ મુંબઈથી મંગાવતો હતો અને અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર વેચાણ કરી રહ્યો હતો ત્યારે વધુ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીના ગ્રાહકોમાં ખાસ કરીને યુવક અને યુવતી સહિત કોફી કેફે શોપ, રેસ્ટોરન્ટના સંચાલક સંપર્કમાં હતા જેને વેચાણ કરી રહ્યો હતો ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઈ-સિગારેટ ક્યાં થી લાવ્યો છે એ સહીતની વિગતો તપાસી રહી છે.
Advertisement