Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાખો રૂપિયાની ઇ-સિગરેટ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી

અમદાવાદ(Ahmedabad)સાયબર ક્રાઈમ બ્રાન્ચ(Cyber Crime Branch)છે ઈલેક્ટ્રીક સિગરેટ (E-cigarettes) વેચનારા પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે મહત્વનું છે કે ₹4,37,000ની 368 જેટલી ઇલેક્ટ્રીક સિગરેટ હાલ કબજે કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ તથા સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક સિગરેટ સપ્લાય કરતા હતા.ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઇમની àª
લાખો રૂપિયાની ઇ સિગરેટ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી
અમદાવાદ(Ahmedabad)સાયબર ક્રાઈમ બ્રાન્ચ(Cyber Crime Branch)છે ઈલેક્ટ્રીક સિગરેટ (E-cigarettes) વેચનારા પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે મહત્વનું છે કે ₹4,37,000ની 368 જેટલી ઇલેક્ટ્રીક સિગરેટ હાલ કબજે કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ તથા સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક સિગરેટ સપ્લાય કરતા હતા.
ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઇમની ગિરફતમાં આવેલા પાંચ આરોપીઓ પૈકી માંથી એક આરોપી અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને કોમર્સ છ રસ્તા પાસે પાનનો ગલ્લો પણ ચલાવે છે અને આ જ ગલ્લામાંથી સાયબર ક્રાઈમ બ્રાન્ચ છે ઈલેક્ટ્રીક સિગરેટ નો મોટો જથ્થો કબજે કરી લીધો છે વધુમાં સાયબર ક્રાઇમ એ ખુરશીદ અહેમદ નાગોરી, મોહમ્મદ રૈયાન શેખ, સુરેશ ડામોર, નિપેશ કલાસવા, ની અત્યાર સુધીમાં ધરપકડ કરી લીધી છે
આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ધંધો ચલાવતા હતા અને આ જ સોશિયલ મીડિયાના માધ્યમ થકી ગ્રાહકોને ઈલેક્ટ્રીક સિગરેટ વેચતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ છે આ ટોળકી પાસેથી રૂપિયા 4,37,000 ની 368 નંગ ઈ સિગારેટ કબજે કરી છે ઉપરાંત આ તમામ આરોપીઓ હજી અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ઈલેક્ટ્રીક સિગરેટ સપ્લાય કરતા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે
અમદાવાદ શહેરના કોમર્સ છ રસ્તા પાસેથી સિલ્વર લીફ નામના પાન પાર્લરમાં આ નશા નો વેપલો ચાલતો હતો જેથી સાયબર ક્રાઇમ એ નીપેશ કલાસવાની ધરપકડ કરી લીધી છે ઉપરાંત સાયબર ક્રાઇમ એ આ ગુનામાં ભોગ બનનાર બાળકો હતા જેથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ નંબર 77 નો પણ ઉમેરો કર્યો છે આથી આ તમામ આરોપીઓ વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે જેથી કરીને ઝડપાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળી શકે તે પ્રકારની કામગીરી સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.