Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Independence Day 2023 : અમદાવાદની શ્રીમતી જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ શાળાના વિદ્યાર્થીઓએ 77 માં સ્વતંત્રતા દિવસની આ રીતે કરી ઉજવણી

આજે 15મી ઓગસ્ટના રોજ દેશને સ્વતંત્ર થયે 76 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે સમગ્ર દેશ આઝાદીના રંગમાં રંગાઈ ગયો છે. સમગ્ર દેશમાં તેની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ પણ આઝાદીના 77માં સ્વતંત્રતા...
independence day 2023   અમદાવાદની શ્રીમતી જી જી આઈ  કેન્ટોનમેન્ટ શાળાના વિદ્યાર્થીઓએ 77 માં સ્વતંત્રતા દિવસની આ રીતે કરી ઉજવણી

આજે 15મી ઓગસ્ટના રોજ દેશને સ્વતંત્ર થયે 76 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે સમગ્ર દેશ આઝાદીના રંગમાં રંગાઈ ગયો છે. સમગ્ર દેશમાં તેની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ પણ આઝાદીના 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરતા જોવા મળ્યા હતા. આ જ ખુશીનો માહોલ અમદાવાદના સદર બજાર વિસ્તારમાં આવેલી શ્રીમતી જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ શાળામાં પણ જોવા મળ્યો હતો.

Advertisement

આપણા ભારત દેશને આઝાદ થયે આજે 76 વર્ષ પૂર્ણ થયા છે જેનો અર્થ એ છે કે, સ્વતંત્ર ભારતમાં જન્મેલા લોકોની ઉંમર પણ ઓછામાં ઓછી 75 વર્ષની છે. પરંતુ, આઝાદીની આ તારીખ તેમને વૃદ્ધ થવા દેતી નથી. આજે વૃદ્ધથી લઇને બાળકો પણ આ ખાસ દિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદની સદર બજાર વિસ્તારમાં આવેલી શ્રીમતી જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ શાળાના બાળકો દ્વારા આ દિવસને યાદગાર બનાવવા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. નાટ્ય પ્રવૃત્તિ, દેશ ભક્તિના ગીતો પર નૃત્ય તેમજ શાળાના પ્રાંગણમાં સુંદર શણગાર કરીને વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી લીધા હતા.

Advertisement

શ્રીમતી જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ શાળાના બાળકોએ “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ પણ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની થીમ પર નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટ્ય થકી વિદ્યાથીઓએ લોકોને સૌ ધર્મ સમાન છે, અને સમગ્ર ભારત એક તેમજ શ્રેષ્ઠ છે તેવો સંદેશ પહોંચાડ્યો હતો. 77મા સ્વતંત્રતાના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના CEO શ્રી ગોકુલ મહાજન, શ્રીમતી જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ શાળાના આચાર્ય શ્રીમતી માનસી કનોજીયા, તેમજ શાળાના વિવિધ શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - 300 વિદ્યાર્થીઓએ સાથે મળી બનાવ્યો ભારતનો નકશો, દેશ ભક્તિનો ડાન્સ કરી જીત્યું સૌનું દિલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.