Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Independence Day India : દેશભરમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી, લાલ કિલ્લા પરથી PM ધ્વજવંદન કરશે

આજે દેશભરમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધિત કરશે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં આશરે ત્રણ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરીને...
independence day india   દેશભરમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી  લાલ કિલ્લા પરથી pm ધ્વજવંદન કરશે

આજે દેશભરમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધિત કરશે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં આશરે ત્રણ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરીને બાદમાં લાલ કિલ્લા પર પહોંચશે. તેમનું સ્વાગત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવશે. બાદમાં વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. જે બાદ વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર પહોંચશે.

Advertisement

આમંત્રિત મહેમાનો

સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં 660 વાઇબ્રંટ ગામના 400 સરપંચો સામેલ છે. ખેડૂત ઉત્પાદન સંગઠનો સાથે જોડાયેલા 250 લોકો, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના 50-50 લોકો, 50 શ્રમયોગી કે જેઓએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને નવા સંસદ ભવનના નિર્માણનું કામ કર્યું હતું તેમને પણ સામેલ કરાશે. આ ઉપરાંત 50 ખાદી કર્મચારી, અમૃત સરોવરોનું નિર્માણ કરનારા 50 કર્મીઓ, હરઘર જળ યોજનામાં કામ કરનારા 50 ને પણ આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત 50 પ્રાથમિક સ્કૂલના શિક્ષકો, નર્સો, માછીમારોનો પણ સમાવેશ કરાયો છે.

રાજ્યકક્ષાની ઉજવણી

દેશભરમાં 15મી ઓગસ્ટની થશે ધૂમ ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે જ્યારે રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં થવાની હોય વલસાડમાં CM ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) ઉપસ્થિતિમાંઉજવણી થશે તો દાહોદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghavi) હાજરીમાં થશે ઉજવણી..

Advertisement

આ પણ વાંચો : INDEPENDENCE DAY : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને સંબોધન, ખેડૂતથી લઈને ચંદ્રયાન સુધી, જુઓ તેમની 5 મોટી વાતો

Advertisement
Advertisement

.