Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લગ્નના નામે રાજસ્થાનની યુવતીને અમદાવાદ બોલાવી બે મિત્રોએ ગુજાર્યું દુષ્કર્મ અને પછી...

અમદાવાદ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે જેમાં 24 વર્ષીય યુવતીને રાજસ્થાનથી અમદાવાદ લગ્નના નામે બોલાવી બે મિત્રોએ દુષ્કર્મ ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઘટનાની વિગતવાર વાત કરીયે તો રાજસ્થાનના કુંભલગઢમાં 24 વર્ષીય લતા (નામ બદલેલ છે)  માતા અને ભાઈ બહેન સાથે રહે છે અને ઘરકામ કરે છે. લતાના પ્રથમ લગ્ન રાજસમદમાં રહેતા કાળુસà
10:01 AM Oct 02, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે જેમાં 24 વર્ષીય યુવતીને રાજસ્થાનથી અમદાવાદ લગ્નના નામે બોલાવી બે મિત્રોએ દુષ્કર્મ ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીયે તો રાજસ્થાનના કુંભલગઢમાં 24 વર્ષીય લતા (નામ બદલેલ છે)  માતા અને ભાઈ બહેન સાથે રહે છે અને ઘરકામ કરે છે. લતાના પ્રથમ લગ્ન રાજસમદમાં રહેતા કાળુસિંહ ચૌહાણ સાથે થયા હતા, જોકે પતિ મારઝૂડ કરી ત્રાસ આપતા લતાએ એક વર્ષ પહેલા જ પતિ સાથે છુટાછેડા લીધા હતા. જે બાદ લતાના બીજા લગ્ન રૂપસિંહ ચૌહાણ સાથે થયા હતા. 
લતાના કૌટુંબીક ભુવાના છોકરા શિવસિંહ રાજપુતે લતાના લગ્નના એક વર્ષ પહેલા રૂપસિંહ સાથે કરાવ્યા હતા. 20 દિવસ પહેલા લતાને પતિ રૂપસિંહ ચૌહાણ સાથે ઝઘડો થતા લતા પિયર જતી રહી હતી. ત્યારે શિવસિંહ રાજપૂત અવાર-નવાર લતા સાથે ફોન પર વાત કરતો હતો અને એક દિવસ શિવસિંહ ચૌહાણે લતાને ફોન કરી તારો પતિ રૂપસિંહ ચૌહાણ મર્ડરના ગુનામાં પકડાયો છે અને તને પણ મારી નાખશે તેવુ જણાવી હું તને બીજો છોકરો બતાવુ તેની સાથે લગ્ન કરી લેજે તેવી વાત કરી હતી.
શિવસિંહ રાજપુતે લતાને ઘાસીસિંહ રાજપુત નામના યુવક સાથે ફોન પર વાત કરાવતા ઘાસીસિંહે લતાને તું અમદાવાદ આવી જા હું તારી સાથે લગ્ન કરી લઈશ અને તારા માટે એક ભાડાનું મકાન લઈ લઈશ તેમ કહ્યું હતું. સતત એક સપ્તાહથી ઘાસીસિંહ લતાને આ પ્રકારે વાતો કરતા 30 સપ્ટેમ્બરના રોજ લતા પોતાના વતન કુંભલગઢથી ખાનગી બસમા બેસીને અમદાવાદ આવી હતી. 
પહેલી ઓક્ટોબરના રોજ સવારે અમદાવાદ આવીને લતાએ ઘાસીસિંહને ફોન કરતા ઘાસીસિંહે તેને આનંદનગર શેલ્બી હોસ્પિટલ સામે આવેલી જ્યુશની લારીએ બોલાવી હતી. લતા ત્યાં પહોંચતા ઘાસીસિંહ તેને લારીની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં એક ઓરડીમાં લઈ ગયો હતો અને લગ્ન કરવાની લાલચ આપી લતાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ ઘાસીસિંહે પોતાના મિત્ર લહરસિંહ પઢીયારને બોલાવ્યો હતો અને લહરસિંહ ત્યાં આવતા ઘાસીસિંહે લતાને લહરસિંહ સાથે રૂમ પર જવાનુ કહીને સાંજે પોતે આવશે તેમ જણાવ્યું હતું,
લહરસિંહ પઢિયાર લતાને લઈને મોટરસાયકલ પર વેજલપુરમાં તેના રૂમ પર લઈ ગયો હતો જ્યાં તેણે પણ લતાની સાથે લગ્ન કરવાનું કહીને તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ મહિલાએ આ મામલે આનંદનગર પોલીસને જાણ કરતા આ મામલે પોલીસે બન્ને શખ્સો સામે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી તેજ કરી છે.
આ પણ વાંચો - મેઘાણીનગરમાં હચમચાવી દેતી ઘટના, સારસંભાળ રાખતી મહિલાએ દાગીના માટે વૃદ્ધાને જીવતી સળગાવી
Tags :
CrimeGangRapeGujaratFirstMarriageRajasthanRape
Next Article