Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીવનમાં શિસ્તના નિયમો ઉતારનાર બાળકોની સંખ્યા સ્વામિનારાયણ નગરમાં બે લાખને વટાવી ગઈ

સ્વામિનારાયણ નગરમાં આવેલી નિયમકુટીર એટલે બાળકોની ગિફ્ટશાળા. અહીં બાળકોને તેમના જીવનમાં ઉપયોગી એવા શિસ્તના નિયમો ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવે છે અને આ બાળકો સ્વયમ આ નિયમોને જીવનમાં અપનાવી અને નવી રાહ મેળવતા હોય છે. આવા નિયમ લેનાર બાળકોની સંખ્યા અત્યાર સુધીમાં બે લાખને આંબી ગઈ છે. બાળકોમાં શિસ્તનું સંચાર થઈ રહ્યો છેઅહીં પાંચ નિયમ બાળકોને લેવડાવવામાં આવે છે. જેમાં પહેલો નિયમ છે કે
05:16 PM Jan 08, 2023 IST | Vipul Pandya
સ્વામિનારાયણ નગરમાં આવેલી નિયમકુટીર એટલે બાળકોની ગિફ્ટશાળા. અહીં બાળકોને તેમના જીવનમાં ઉપયોગી એવા શિસ્તના નિયમો ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવે છે અને આ બાળકો સ્વયમ આ નિયમોને જીવનમાં અપનાવી અને નવી રાહ મેળવતા હોય છે. આવા નિયમ લેનાર બાળકોની સંખ્યા અત્યાર સુધીમાં બે લાખને આંબી ગઈ છે. 
બાળકોમાં શિસ્તનું સંચાર થઈ રહ્યો છે
અહીં પાંચ નિયમ બાળકોને લેવડાવવામાં આવે છે. જેમાં પહેલો નિયમ છે કે હું દરરોજ માતા પિતાને પ્રણામ કરીશ તેમની આજ્ઞાનું પાલન કરીશ. બીજો નિયમ છે હું દરરોજ સવારે ભગવાનને પ્રાર્થના કરીને જ મારા દિવસની શરૂઆત કરીશ. ત્રીજો નિયમ છે હું દરરોજ 15 મિનિટ સારા અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરીશ. ચોથો નિયમ છે હું મોબાઈલ ઇન્ટરનેટ નો ઉપયોગ જરૂર પૂરતો જાળવીને અને જાહેરમાં જ કરીશ અને પાંચમો નિયમ છે હું ખંતપૂર્વક અને એકાગ્રતાથી અભ્યાસ કરીશ આ પાંચ નિયમો થકી બાળકોમાં શિસ્તનું સંચાર થઈ રહ્યો છે. અને આ નિયમો લેનાર બાળકને અહીંથી સારી ગિફ્ટ પણ આપવામાં આવે છે ત્યારે આવા જીવનમાં શિસ્ત અપાવવા વાળા નિયમ લેનાર બાળકોની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે.
સ્વામિનારાયણ નગર બાળનગરીના કોર્ડીનેટર યતિનભાઈ માવાણી જણાવે છે કે નિયમ કુટીરના નિયમો બાળકોને ગિફ્ટ માં આપવામાં આવી રહ્યા છે. તો બાળકો પણ ગિફ્ટ લેવામાં બે લાખથી વધુ બાળકો નિયમ લઈ ચૂક્યા છે. 50,000 થી વધારે બાળકો દરરોજ માતા પિતાને પગે લાગવાનો તેમને આદર આપવાનો અને તેમની આજ્ઞા પાળવાનો નિયમ સૌથી વધુ લીધો છે અને વાલીઓ મોબાઈલનો જરૂર પૂરતો જાળવીને ઉપયોગ કરવો તે નિયમ બાળકો અપનાવે તે માટે વધુ પ્રેરિત કરતા હોવાનું પણ સામે આવ્યું છે.
બનાસકાંઠાના પાલનપુર થી વિદ્યામંદિર સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી દૈવત વ્યાસ અહીં આવનાર મુલાકાતી બાળકોને પ્રમુખસ્વામી આપેલા પાંચ શિસ્તના નિયમ નો સંકલ્પ લેવડાવે છે તેનું કહેવું છે કે અમે 52 વિદ્યાર્થી મિત્રો આવનાર બાળકોને નિયમો લેવડાવીએ છીએ અને દરરોજ એક એક વિદ્યાર્થી 200 થી 250 આવનાર બાળકોને નિયમો લેવડાવી તેમના જીવનમાં શિસ્ત અમલવારી નું સિંચન કરી રહ્યા છીએ. ત્યારે શિસ્તના નિયમો અપનાવનાર બાળકોની સંખ્યાનો આંકડો બે લાખને વટાવી ગયો છે તે પણ સમાજ ની આવનારી પેઢીને નવી દિશા ચીંધવા તેમની અંદર શિસ્ત કેળવવા માટેનો એક અનોખો પ્રયાસ સ્વામિનારાયણ નગરમાં ચાલી રહ્યો છે.
આપણ  વાંચો- વિશ્વવિખ્યાત લંડન મંદિરની સાથે યુકે-યૂરોપમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા BAPSના મંદિરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBanaskanthaGiftSchoolGujaratFirstLifedisciplinePalanpurstudentSwaminarayanNagarTwoLAKHVidyamandirSchool
Next Article