અમદાવાદના રામોલમાં પતિ પત્ની વચ્ચે થયેલા સામન્ય ઝગડામાં પત્નીનું કર્યું મર્ડર
અહેવાલ - પ્રદીપ કચિયા
અમદાવાદ શહેરમાં સામાન્ય બોલાચાલીમાં મર્ડર કરવાની ઘટના સામાન્ય બની રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રામોલ વિસ્તારમાં ગત મોડી રાત્રે થયેલા સામાન્ય ઝગડામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.
કુરેશાબાનુ અને અહેઝાદ ખાન તેમના લગ્ન બાદ ઉત્તરપ્રદેશ રહેતા હતા. અવારનવાર બંને વચ્ચે થતાં ઝઘડાના ના કારણે કૂરેશા બાનુના ભાઈઓએ તેમણે બંનેને રામોલ વિસ્તારમાં તે જ્યાં રહેતા હતા ત્યાં બોલાવી લીધા હતા. અને તેનો પતી અહેઝાદ ખાન શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી રીક્ષા ચલાવતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ગત મોડી રાત્રે પણ બંને પતિ પત્ની વચ્ચે થયેલા સામન્ય ઝગડામાં પતિએ પત્નીને ડીસમીસના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મોડી રાત્રે પત્નીની હત્યા કર્યા બાદ પતી અહેઝાદ ખાન ઘરેથી ફરાર થઈ ચૂક્યો હતો. જ્યારે વહેલી સવારે તેની મોટી દીકરી ઉઠી ત્યારે ખબર પડી કે તેની માતાની કોઈ એ મોડી રાત્રે હત્યા કરી નાખી છે. અને આસપાસના લોકો દ્વારા રામોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તાત્કાલિક આરોપીની શોધખોળ હાથ ધરી રાજ્યની બહાર ફરાર થાય તે પહેલાં ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.
આ પણ વાંચો - DRI : વાપી જીઆઇડીસીની કંપનીમાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે