Gujarat Weather News: ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી
- બે દિવસ બાદ રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર
- લઘુત્તમ તાપમાનમાં થઈ શકે છે 2થી 3 ડીગ્રીનો ઘટાડો
- 10.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું
Gujarat Weather News: બે દિવસ બાદ ગુજરાત રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. જેમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તેમજ 10.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તથા અમદાવાદમાં 17 અને ગાંધીનગરમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થયો છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન વહી રહ્યો છે.
ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી
ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે રાજ્યમાં બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તેમજ બે દિવસ બાદ 2-3 લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટ્બન્સની પણ અસર છે જેથી ઠંડી ઘટી છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.
Observed Extremely Heavy Rainfall During past 24 hours till 0830 HRS IST of 20.01.2025 (in cm)
दर्ज की गई अत्यंत भारी वर्षा पिछले 24 घंटों के दौरान 20.01.2025 को 0830 बजे IST तक (सेमी में)#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #tamilnadu@moesgoi @ndmaindia… pic.twitter.com/k1oPfxJIfr
— India Meteorological Department (@Indiametdept) January 20, 2025
છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે
છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રિઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. તેમજ છેલ્લા 24 કલાકમાં દેશના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન પંજાબના અમૃતસરમાં નોંધાયું હતું. અહીં લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ હતું. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગાઢ ધુમ્મસ જોવા મળી છે. અહીં વિઝિબિલિટી 50 મીટરથી ઓછી હતી. આ ઉપરાંત, ઉત્તરાખંડ, હરિયાણા, પૂર્વી મધ્યપ્રદેશ, મેઘાલય, મણિપુર, બિહાર અને ઓડિશામાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી 50 થી 199 મીટરની વચ્ચે રહી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ નોંધાયો છે.
ગુજરાત ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા
આગામી ત્રણ દિવસ દરમિયાન, ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જોકે, આ પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. આગામી 48 કલાક સુધી, મહારાષ્ટ્ર અને ગોવામાં લઘુત્તમ તાપમાન સ્થિર રહેશે. આ પછી ચોક્કસપણે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી 5 દિવસ સુધી પશ્ચિમ, પૂર્વ ભારત અને ગુજરાત ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: Ahmedabad: Khyati Hospital Scam મામલે મુખ્ય સૂત્રધાર કોર્ટમાં રજૂ, 10 દિવસના રિમાન્ડ મંજૂર