Gujarat: અમૂલ ડેરીએ ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા
- 1 લીટર દૂધના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો
- અમૂલ ગોલ્ડ, અમૂલ તાજાના ભાવ ઘટ્યા
- અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં 1 રૂ.નો ઘટાડો
Amul milk: વર્ષ 2025ના પ્રથમ મહિને ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અમૂલ દૂધના ભાવમાં સતત વધરો કરે છે ત્યારે આ વખત ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રમ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં ફેરફાર જાહેર કરતા 1 રુપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.
અમૂલએ ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા
અમૂલએ ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા છે. જેમાં અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. તેમજ અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. ત્યારે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા છે. જેમાં હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા રાખવામાં આવ્યો છે.
હવે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા
અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા છે. ત્યારે હવે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા રહેશે. અમૂલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા છે. જેમાં અમૂલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા રહેશે. અમૂલ દ્વારા દૂધના ભાવ વધારા બાદ લાંબા સમય બાદ પ્રથમ વાર ઘટાડો કરાયો છે. જેમાં આ મોંઘવારીમાં જનતાને રાહતના સમાચાર મળ્યા છે. જેમાં અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Business News: ગુજરાતમાં બનશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ