Gujarat: રાજ્યમાં HMPV વાયરસના કેસ વધ્યા, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
- બાળકના સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે
- HMPV વાયરસનો દેશમાં 11મો કેસ નોંધાયો
- આ વાઇરસનો એક કેસ ચાંદખેડામાં નોંધાયો
કોરોના જેવા જ HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. જેમાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ HMPVનો કેસ સામે આવ્યો છે. પ્રાંતિજના આઠ વર્ષના બાળકમાં HMPVના લક્ષણો જણાઈ આવ્યા છે. બાળકમાં લક્ષણોને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલથી બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. જ્યારે બાળકના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. તેમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ કે,બાળકના સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે છે કે બાળક HMPVથી સંક્રમિત છે કે નહીં સાથે જ શંકાસ્પદ લક્ષણોને પગલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
HMPV વાયરસનો દેશમાં 11મો કેસ નોંધાયો
ઉલ્લેખનીય છે કે HMPV વાયરસનો દેશમાં 11મો કેસ નોંધાયો છે.મુંબઈમાં HMPV વાયરસનો સૌપ્રથમ કેસ નોંધાયો છે. મુંબઈની હીરાનંદાણી હોસ્પિટલમાં 6 મહિનાની બાળકી સંક્રમિત થઇ છે. મંગળવારે નાગપુરમાં પણ HMPVના 2 કેસ સામે આવ્યા છે. તમિલનાડુમાં પણ HMPVના 2 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમજ દેશના HMPVના કેસોમા વધારો થતા હવે તમામ રાજ્યોમાં આરોગ્ય વિભાગ એક્ટિવ મોડમા જોવા મળી રહ્યુ છે.આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેઠકોનો દૌર પણ શરુ કર્યો છે. ચીનમાં (China) ઝડપથી ફેલાઇ રહેલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPV એ હવે ભારતમાં પણ દેખા દીધી છે. ભારતનાં મહારાષ્ટ્ર, તમિલનાડુ (Tamil Nadu), કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં (West Bengal) આ વાઇરસનાં કેસ નોંધાયા છે.
આ વાયરસનો એક કેસ ચાંદખેડામાં નોંધાયો
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) આ વાયરસનો એક કેસ ચાંદખેડામાં નોંધાયો હતો. ત્યારે હવે સ્થિતિની ગંભીરતાને સમજી આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે. દુનિયાની ચિંતા વધારી રહેલા નવા HMPV નાં કેસ ભારતમાં પણ સતત વધી રહ્યા છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં HMPV નાં કુલ 11 કેસ નોંધાયા છે, જેમાં તમિલનાડુ, કર્ણાટકમાં (Karnataka) HMPVના 2-2 કેસ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં 1-1 કેસ અને મહારાષ્ટ્રનાં (Maharashtra) નાગપુરમાં 2 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગે HMPV ની ગંભીરતા સમજીને તૈયારીઓ શરૂ કરી છે. માહિતી અનુસાર, સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 15 આઇસોલેશનનાં બેડ તૈયાર કરાયાં છે, જેમાં 10 આઇસોલેશન બેડ D9 માં તૈયાર કરાયા છે અને 1200 બેડની હોસ્પિટલમાં 5 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે.
AMC દ્વારા હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી
નાગિરકોને તાવ, ઉધરસ, શ્વાસની તકલીફનાં લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા સૂચન કરાયું છે. આ વાઇરસથી ડરવાની જરૂર નથી પણ તકેદારી રાખવીની જરૂર છે તેમ આરોગ્ય વિભાગે (Health Department) જણાવ્યું છે. જણાવી દઈએ કે, મોડાસા નજીકના ગામનું 2 મહિનાનું બાળક 24 ડિસેમ્બરના રોજ ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલમાં દાખલ થયું હતું, જેનો 26 ડિસેમ્બરે HMPV સંક્રમિત રિપોર્ટ આવ્યો હતો. જો કે, આ અંગે હોસ્પિટલ એએમસી જાણ ન કરી હોવાથી AMC દ્વારા હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: Mehsana: RTO નો અનોખો પ્રયાસ, રોડ પર વાહન ચાલકોને યમરાજ જોવા મળ્યા