Saint Rishi Bharti Bapu સાથે Gujarat First ની EXCLUSIVE વાતચીત, કોળી સમાજને કરી ટકોર!
- ગુજરાત ફર્સ્ટ સાથે Saint Rishi Bharti Bapu ની EXCLUSIVE વાતચીત
- ઋષિભારતી બાપુએ કોળી સમાજને કરી ખાસ ટકોર
- કોળી સમાજ પાસે પોઝિશન છે પણ, પાવર નથી : ઋષિભારતી બાપુ
- યુવાનો મારી પાસે મુદ્દો લઈને આવે છે : ઋષિભારતી બાપુ
- સમાજનાં મુદ્દાઓને ક્યાંય સાંભળવામાં નથી આવતા : ઋષિભારતી બાપુ
કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના (Saint Rishi Bharti Bapu) નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જસદણનાં દહિંસરા ગામનાં કાર્યક્રમમાં ઋષિભારતી બાપુએ કહ્યું હતું કે, રાજકીય રીતે કોળી સમાજ (Koli Samaj) સૌથી તાકાતવર સમાજ છે. કોળી સમાજ જે પક્ષમાં બેસે તેની સરકાર બની જાય છે અને કોળી સમાજ જે પક્ષમાંથી ઊઠી જાય તેની સરકાર પડી પણ જાય છે. બાપુના આ નિવેદન બાદ ચર્ચાનો માહોલ ગરમાયો છે. સંત ઋષિભારતી બાપુએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) સાથે EXCLUSIVE વાતચીત કરી છે અને કોળી સમાજને ટકોર કરી મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો - Rajkot : કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી ગરમાયું રાજકારણ
કોળી સમાજ પાસે પોઝિશન છે પણ પાવર નથી : ઋષિભારતી બાપુ
ઋષિભારતી બાપુએ (Saint Rishi Bharti Bapu) ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા કહ્યું કે, કોળી સમાજ પાસે પોઝિશન છે પણ પાવર નથી. તેમણે આગળ કહ્યું કે, કોળી સમાજનાં યુવાનો મારી પાસે મુદ્દો લઈને આવે છે અને સમાજનાં મુદ્દાઓને ક્યાંય સાંભળવામાં આવતા નથી તેમ જણાવ્યું હતું. બાપુએ પણ સમાજની વાત સાંભળવામાં નથી આવતી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, એક કરોડ કરતા પણ વધુ મત છે છતાં પણ, સમાજની વાત સાંભળવામાં આવતી નથી. આ સાથે બાપુએ સમાજનાં નેતાઓને ટકોર કરતા કહ્યું કે, સમાજના નેતાઓ મોત પર રાજકારણ કરવાનું બંધ કરે.
આ પણ વાંચો - Gujarat High Court ના નકલી સરકારી વકીલને સોલા પોલીસે પકડ્યો, હત્યારો 9 મહિનાથી હતો ફરાર
'જેની પાર્ટીમાં કોળી સમાજ બેસી જાય તેની સરકાર બેસી જાય...'
જણાવી દઈએ કે, જસદણનાં દહિંસરા ગામે સમસ્ત સાંકરીયા પરિવાર દ્વારા શક્તિ માતાજીનાં 24 કલાકના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya), ગેનીબેન ઠાકોર (Geniben Thakor) સહિત રાજકીય નેતાઓ, આગેવાનો, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં કોળી સમાજનાં લોકો હાજર રહ્યા હતા. દરમિયાન, કોળી સમાજના સંત અને મહામંડલેશ્વર ઋષિભારતી બાપુએ કોળી સમાજને રાજકીય પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોળી સમાજનું પહેલા નંબર વોટિંગ છે અલગ રાજકીય પક્ષ પણ બનાવી શકે ભગવાનની ઈચ્છા હશે તો. જેની પાર્ટીમાં કોળી સમાજ બેસી જાય તેની સરકાર બેસી જાય અને જેની પાર્ટીમાંથી કોળી સમાજ ઉઠી જાય તેની સરકાર ઉઠી જાય છે.
આ પણ વાંચો - Ahmedabad: UCC અને વકફના વિરોધ મામલે હાઈકોર્ટમાં અરજી, મૌન રેલી માટે માંગી હતી મંજૂરી