Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ડો.બાબા સાહેબ આંબેડકર વિવાદ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

કોંગ્રેસે બાબાસાહેબના અપમાન બદલ માફી માંગવી જોઇએ
gujarat  ડો બાબા સાહેબ આંબેડકર વિવાદ મુદ્દે cm ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
Advertisement
  • કોંગ્રેસે હંમેશા ડો. બાબાસાહેબનું અપમાન કર્યું: CM ભૂપેન્દ્ર પટેલ
  • કોંગ્રેસે બાબાસાહેબના અપમાન બદલ માફી માંગવી જોઇએ
  • કોંગ્રેસ પાર્ટી દેશભરમાં પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે

Dr. Babasaheb Ambedkar વિવાદ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કોંગ્રેસે હંમેશા ડો. બાબાસાહેબનું અપમાન કર્યું છે. કોંગ્રેસે બાબાસાહેબના અપમાન બદલ માફી માંગવી જોઇએ. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે.

Advertisement

Advertisement

કોંગ્રેસે બાબાસાહેબને કાયદામંત્રી પદેથી રાજીનામું આપવા મજબૂર કર્યા હતા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

કોંગ્રેસે બાબાસાહેબ (Dr. Babasaheb Ambedkar)ને ચૂંટણીમાં હરાવ્યા હતા. તેમજ કોંગ્રેસે બાબાસાહેબને કાયદામંત્રી પદેથી રાજીનામું આપવા મજબૂર કર્યા હતા. બાબાસાહેબને કોંગ્રેસ ભારતરત્ન પણ ન આપી શકી. તેમજ મોદીજીની સરકારે બાબા સાહેબને સન્માન આપ્યું છે. તથા મોદીજીની સરકારે લંડનમાં બાબાસાહેબનું સ્મૃતિસ્મારક બનાવ્યું છે. તેમજ દિલ્હીમાં પણ બાબાસાહેબના નિવાસસ્થાને સ્મારક બનાવ્યું છે અને નાગપુર અને મુંબઇમાં પણ બાબા સાહેબના સ્મારક બનાવ્યા છે ત્યારે બાબાસાહેબના સ્મારક બનાવવામાં કોંગ્રેસે અડચણો ઉભી કરી હતી.

Advertisement

જાણો શું છે અમદાવાદનો સમગ્ર મામલો:

બાબા સાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar)ની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ભારે જનાક્રોશ વચ્ચે ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી છે. માધુપુરાના મેહૂલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. જેમાં ક્રાઈમ બ્રાંચે બંને ઈસમોની અસલાલીથી ધરપકડ કરી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડીત કરવા બે એક્ટિવા પર ચાર શખ્સો આવ્યા હતા. 22મી તારીખે રાત્રે 3.30 વાગ્યે બાબા સાહેબની મૂર્તિને ખંડીત કરી હતી. બંને ઈસમોએ બાબા સાહેબની પ્રતિમાને પથ્થર મારીને ખંડીત કરી હતી. બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં પ્રતિમા ખંડીત કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2018માં દિવાલને લઈ ક્રોસ રાયોટિંગ ગુનો પણ નોંધાયો હતો. ત્રણ આરોપી મુકેશ ઠાકોર, ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી વોન્ટેડ છે.

ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ હતી

કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકર(Dr. Babasaheb Ambedkar) અંગે આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના(Ahmedabad)ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ હતી. જેમાં કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકો એકત્ર થયા છે. જેમાં વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનની જાણ થતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુ. જેમાં હવે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Amreli: ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : મુખ્યમંત્રીએ વિકાસનાં કામોની યાદી મંગાવી, વિવાદથી બચવા તાકીદ

featured-img
સુરત

સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, નવજાત બાળકની થઇ ચોરી

featured-img
ગુજરાત

Surat માં શેર બજારમાં રોકાણના નામે 75.93 લાખની ઠગાઈ, એકાઉન્ટન્ટના કર્મચારીની ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : SRP ગ્રુપ-9 ના સ્ટોર રૂમમાં ભીષણ આગથી મોટું નુકશાન

featured-img

IPL 2025 : વિરાટ કોહલી પાસે પહેલી જ મેચમાં ઇતિહાસ રચવાની તક!

featured-img
ગુજરાત

Brahmavihari Swami:લોકમત મહારાષ્ટ્રીયન ઑફ ધ યર એવોર્ડ્સ 2025થી સન્માનિત

Trending News

.

×