Gujarat: રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
- શીતલહેર વચ્ચે રાજ્યમાં ઠંડીનો સતત ગગડતો પારો
- નલિયામાં સીઝનનું સૌથી ઓછું તાપમાન રહ્યું
- રાજકોટમાં લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ
Gujarat: ગુજરાતમાં શીતલહેર વચ્ચે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. જેમાં નલિયામાં સીઝનનું સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજકોટમાં લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ તથા અમદાવાદમાં 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન સાથે નર્મદામાં 6.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. તથા દાહોદમાં 6.6 ડિગ્રી, ડીસામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને ભુજમાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ થયો
રાજ્યમાં કાલિત ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે, તે સાથે જ રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થતાંની સાથે જ નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. રાજ્યમાં ઠંડા પવનોની સાથે પારો ગગડતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થયા છે. જેમાં નલિયા ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે.રાજ્યના અન્ય શહેરોમાં પણ સૂસવાટા મારતા ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. જેમાં રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કોલ્ડવેવની સ્થિતિ છે. તેમજ નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન નોંધાતા સમગ્ર શહેર ઠંડુગાર બન્યુ હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય 8 શહેરોમાં 10 કે તેથી પણ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાવામાં આવ્યુ હતુ. તેમજ ગાંધીનગરમાં 9.2 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 12.1 ડિગ્રી તાપમાન, નર્મદામાં 5.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 7.3 ડિગ્રી તાપમાન, નોંધવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં અત્યારે ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, સૌરાષ્ટ્ર-કચ્છથી લઇને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે.
આ પણ વાંચો: Ahmedabad: ફ્લાવર-શોની તારીખ લંબાવવામાં આવી જેમાં ફિલ્મનું શૂટ પણ કરી શકાશે