પિતા કોંગ્રેસી, 1 પુત્ર SPમાં અને 2જો પુત્ર BJPમાં તો પિતા શહેર પ્રમુખ બની શકે ? Alok Mishraનો ધારદાર સવાલ
- ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે
- AICC સભ્યોએ સંગઠનની ખામીઓ અને પોતાના મંતવ્યો રજૂ કર્યા
- ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિમણૂક પર પ્રશ્નો ઉઠાવ્યા
Ahmedabad: ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આજે બીજા દિવસે અધિવેશનમાં AICC સભ્યો પક્ષના હાઈકમાન્ડને સંગઠનમાં રહેલ ખામીઓ અને કેટલાક વાંધા વચકા સવાલ રૂપે જણાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના આલોક શર્માએ દાવો કર્યો હતો કે, પાર્ટીએ એવા શહેર પ્રમુખની નિમણૂક કરી છે જેનો એક પુત્ર સપામાં અને બીજો ભાજપમાં કામ કરે છે. જ્યારે આલોકે સ્ટેજ પરથી આવી રજૂઆત કરી ત્યારે તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
કોંગ્રેસીઓએ અંદરોઅંદર લડવાનું બંધ કરવું જોઈએ- આલોક શર્મા
કોંગ્રેસના નેતા આલોક મિશ્રાએ કહ્યું કે, 1982થી કોંગ્રેસના કાર્યકર છે. આજે હું અપીલ કરું છું કે, આપણે ભાજપ વિરુદ્ધ પછી લડીશું, પહેલા કોંગ્રેસીઓએ અંદરોઅંદર લડવાનું બંધ કરવું જોઈએ. એકવાર ઉપરથી જે પણ નિર્ણય આવશે, અમે તેને ખુશીથી સ્વીકારીશું. જ્યાં સુધી અમે કોંગ્રેસ પાર્ટીને સત્તામાં નહીં લાવીએ ત્યાં સુધી અમે એકબીજા સાથે લડીશું નહીં. પાર્ટીને સત્તામાં લાવ્યા પછી જ હું આરામ કરીશ.
પિતા કોંગ્રેસી, 1 પુત્ર સપામાં, 2જો પુત્ર ભાજપમાં....
આલોક મિશ્રાએ વધુમાં કહ્યું કે, રાહુલજી અને ખડગેજી હું તમને પૂછવા માંગુ છું કે જો કોઈ શહેર પ્રમુખ હોય, જેનો એક પુત્ર સપામાં હોય અને બીજો ભાજપમાં હોય... તો શું તે શહેર પ્રમુખ બનવાને લાયક છે? ખડગેજી, હું તમને પૂછું છું કે શું એવી વ્યક્તિ જેનો એક દીકરો સમાજવાદી પાર્ટીમાં હોય અને બીજો દીકરો ભારતીય જનતા પાર્ટીમાં હોય, તે શહેર પ્રમુખ બનવાને લાયક છે? જો તેઓ શહેર પ્રમુખ બનવાને લાયક હોય તો અમે પણ તમને સ્વીકારીએ છીએ.
શહેર પ્રમુખે ચૂંટણી ન લડવી જોઈએ
આલોક મિશ્રાએ કહ્યું, કાનપુરમાં અમને 4 લાખ 22 હજાર મત મળ્યા. મને આ તક મળી જે ૧૯૪૭ પછી ઇતિહાસમાં કોઈને મળી નથી. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે શહેર પ્રમુખોને આપેલી સત્તાનો સ્વીકાર કરીએ પરંતુ તેની સાથે એ પણ નક્કી કરો કે જે કોઈ શહેર કે જિલ્લા પ્રમુખ હશે, તે ચૂંટણી માટે અરજી કરશે નહીં. તે ફક્ત સંગઠન માટે જ કામ કરશે નહિંતર દરેક શહેર પ્રમુખ અને દરેક જિલ્લા પ્રમુખ પોતે ચૂંટણી ઉમેદવાર બનશે.
આ પણ વાંચોઃ MLAની ગ્રાન્ટમાં વધારાના રાજ્ય સરકારના નિર્ણયને બાયડના MLA Dhavalsinhનો આવકાર
કોંગ્રેસ પ્રત્યને નિષ્ઠા જાહેર કરી
આલોક મિશ્રાએ કહ્યું, જે લોકોએ 1982થી મારી જેમ કોંગ્રેસ છોડી નથી, હું તમને અહીં વચન આપું છું કે હું તમારા માટે અને કોંગ્રેસ પાર્ટીની શક્તિ માટે મારું સર્વસ્વ બલિદાન આપવા માંગુ છું. હું બધું છોડી દેવા માંગુ છું. કોઈક રીતે કોંગ્રેસ સત્તામાં આવવી જોઈએ. જ્યારે અમે સત્તામાં આવીશું, ત્યારે અમે અમારી વચ્ચે નિર્ણય લઈશું. આલોક મિશ્રાના સંબોધન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી ખુદ તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.
કોણ છે Alok Mishra?
ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કાનપુર લોકસભા બેઠક પરથી આલોક મિશ્રાને ટિકિટ આપી હતી. તેઓ ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર હતા. સપા અને કોંગ્રેસના સમર્થનથી મિશ્રાને 422,087 મત મળ્યા અને તેઓ બીજા સ્થાને રહ્યા. ભાજપના રમેશ અવસ્થીને 443,055 મત મળ્યા અને 20 હજાર 968 મતોથી ચૂંટણી જીતી ગયા.
આ પણ વાંચોઃ PM Narendra Modiએ ગુજરાતમાં પધારેલા કોંગ્રેસના મહેમાનોની કાળજી લેવા કર્યા સૂચનો