ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ! રજિસ્ટ્રેશન-તબીબો વગરની નકલી હોસ્પિટલનું કૌભાંડ

બોગસ ડોક્ટરે AMC નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. આ નકલી હોસ્પિટલમાં ICU, ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે.
12:20 AM Mar 19, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
AHD_Gujarat_first
  1. અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલનું કૌભાંડ (Ahmedabad)
  2. ખ્યાતિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ આચરતી હોસ્પિટલનો પર્દાફાશ
  3. નરોડા વિસ્તારમાં થ્રી સ્ટાર હોસ્પિટલ બનાવી લોકો સાથે છેતરપિંડી
  4. બોગસ ડોક્ટરે AMC નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું

Ahmedabad : રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. નરોડા વિસ્તારમાં (Naroda) રજિસ્ટ્રેશન વગર નકલી થ્રી સ્ટાર હોસ્પિટલ ચલાવી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. બોગસ ડોક્ટરે AMC નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. આ નકલી હોસ્પિટલમાં ICU, ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ (Khyati Hospital Scam) આચરતી આ હોસ્પિટલની તપાસમાં મસમોટાં ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Rajkot : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું! દારૂની બોટલ સાથેનો Video થયો હતો વાઇરલ

નરોડા વિસ્તારમાં નકલી થ્રી સ્ટાર હોસ્પિટલ બનાવી લોકો સાથે છેતરપિંડી

અમદાવાદનાં (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ વધુ એક હોસ્પિટલ સંબંધિત કૌભાંડ સામે આવ્યું છે. માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગરની અને ડુપ્લીકેટ સહી-સિક્કાનાં નકલી દસ્તાવેજ અને AMC નાં નકલી સર્ટિફિકેટનાં આધારે બોગસ હોસ્પિટલ ઊભી કરી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. માહિતી અનુસાર, ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ બોગસ ડોક્ટર બનીને થ્રી સ્ટાર હોસ્પિટલ (Three-Star Hospital) નામથી નકલી હોસ્પિટલ ચલાવતો હતો. આ બોગસ ડોક્ટરે AMC નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. થ્રી સ્ટાર હોસ્પિટલમાં ICU અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. અલગ-અલગ ડોક્ટરનાં નામનાં ખોટા કેસ પેપર પણ બનાવ્યાં હતા.

આ પણ વાંચો - Anand : લ્યો બોલો... હવે પાનનાં ગલ્લે વિદેશી દારૂનું વેચાણ! વાઇરલ Video એ ખોલી પોલ!

દર્દી પાસેથી સારવારનાં નામે અધધ નાણા પડાવવામાં આવ્યા!

ઉપરાંત, ગુજરાત મેડિકલ કાઉન્સિલનાં (Gujarat Medical Council) ઈસ્યૂ થયેલા નંબરનો દુરુપયોગ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. તપાસ અનુસાર, બોગસ હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી સારવારનાં નામે અધધ નાણા પડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં બોગસ હોસ્પિટલ (Fake Hospital) બોગસ રીતે ક્લેઈમ પાસ પણ કરી આપતી હતી. વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ આપીને ક્લેઈમ પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. આ હોસ્પિટલમાં મોટાપાયે વીમા કંપની અને દર્દીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો આરોપ છે. આ મામલે તપાસમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Anand : બહારનું ખાતા પહેલા સાવધાન! ત્રણ હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરાયાં

Tags :
AhmedabadAMCCrime NewsFake HospitalGUJARAT FIRST NEWSGujarat Medical CouncilKhyati Hospital ScamNarodaSanjay PatelThree-Star HospitalTop Gujarati News