Gujarat: બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મદદ માટે માહિતી પુસ્તિકા લોન્ચ કરવામાં આવી
- 27 મી ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ થશે બોર્ડની પરીક્ષાઓ
- વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે એક માહિતી પુસ્તિકા લોન્ચ કરાઈ
- આ પુસ્તિકા ડિજિટલ અને ફિઝિકલ ફોર્મેટમાં પણ ઉપલબ્ધ રહેશે
Gujarat: ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહીં છે. વિદ્યાર્થીઓ અત્યારે તાડમાર તૈયારીઓ પણ કરી રહ્યાં છે. આગામી 27 મી ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. પરીક્ષા અગાઉ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ સ્થાપિત થાય તે માટે એક માહિતી પુસ્તિકા લોન્ચ કરી છે.
પરીક્ષા કેન્દ્રોના નામ અને તેના સરનામા QR કોડ સાથે આપવામાં આવ્યાં
આ પુસ્તિકા ડિજિટલ ફોર્મેટમાં છે ઉપરાંત ફિઝિકલ ફોર્મેટમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પુસ્તિકામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકાય તે માટેની માહિતી આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કચેરી હસ્તગત આવતા તમામ પરીક્ષા કેન્દ્રોના નામ અને તેના સરનામા QR કોડ ની સાથે આપવામાં આવ્યા છે. જેથી કરીને વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરી લોકેશન મેળવીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે.
આ પણ વાંચો: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો
પરીક્ષા અંગે શું કરવું તેની તમામ વિગતો આપવામાં આવી
મહત્વની વાત એ છે કે, પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓને ઘણી મૂંઝવણ હોય છે, વિદ્યાર્થીઓને અંતિમ સમયે મુખ્ય વિષયોના રિવિઝન અંગે પણ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત સૌથી મહત્વની અને રસપ્રદ બાબત એ છે કે પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ જેથી વાલીઓ માટે પણ પરીક્ષા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અત્યારે ખુબ જ તૈયારી કરી રહ્યાં છે.