Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિઝા તૈયાર હોવા છતાં USAમાં અભ્યાસને 1 વર્ષ માટે પોસ્ટપોન કર્યો, સેવા માટે હરિભક્તોનો અનોખો ત્યાગ

'સેવા પરમો ધર્મ' સૂત્રને સ્વામિનારાયણના હરિભક્તો ખરેખર ચરિતાર્થ કરી રહ્યા છે. આજે સ્વામિનારાયણ નગર ખાતે કેટલાક એવા હરિભક્તો સાથે અમારી ચર્ચા થઈ કે જેઓ પોતાના કેરિયરને દાવ પર લગાવીને સેવા કરી રહ્યા છે. આ હરિભક્તોએ પોતાનું કેરિયરને દાવ પર લગાવ્યું છે.6 મહિનાથી આપે છે સેવાસ્વામિનારાયણ નગરની એક અદ્ભૂત કલાકૃતિ એટલે ગ્લો ગાર્ડન છે. ગ્લો ગાર્ડનમાં કેટલાક યુવાનો છેલ્લા 2 મહિનાથી લઈને 6
05:27 PM Dec 16, 2022 IST | Vipul Pandya
'સેવા પરમો ધર્મ' સૂત્રને સ્વામિનારાયણના હરિભક્તો ખરેખર ચરિતાર્થ કરી રહ્યા છે. આજે સ્વામિનારાયણ નગર ખાતે કેટલાક એવા હરિભક્તો સાથે અમારી ચર્ચા થઈ કે જેઓ પોતાના કેરિયરને દાવ પર લગાવીને સેવા કરી રહ્યા છે. આ હરિભક્તોએ પોતાનું કેરિયરને દાવ પર લગાવ્યું છે.
6 મહિનાથી આપે છે સેવા
સ્વામિનારાયણ નગરની એક અદ્ભૂત કલાકૃતિ એટલે ગ્લો ગાર્ડન છે. ગ્લો ગાર્ડનમાં કેટલાક યુવાનો છેલ્લા 2 મહિનાથી લઈને 6 મહિનાથી સેવા આપી રહ્યા છે. આવા જ યુવાનો સાથે અમારી ટીમે ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું કે આ યુવાનો એવા છે જેમણે સેવા માટે પોતાનું કેરિયર દાવ પર લગાવી દીધું છે. આ યુવાનોમાં બે યુવતી અને એક યુવક છે.
મિહાલી મોદી : નોકરીની ઓફરો છતાં પહેલા સેવાને પ્રાથમિકતા આપી
સૌથી પહેલા વાત કરીએ તો મિહાલી મોદી નામની યુવતી કોમર્શિયલ પાયલોટ છે અને તેમણે 200 કલાકની પાઈલોટ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આ 200 કલાકની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેમને નોકરી માટે અનેક ઓફર આવી રહી છે. આ ઓફરો વચ્ચે પણ તેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે.
તીતીક્ષા : સેવા આપવા USAના વિઝા આવી ગયા બાદ અભ્યાસ 1 વર્ષ માટે પોસ્ટપોન
જ્યારે તીતીક્ષા નામની એક યુવતીએ કોમ્પ્યુટર એન્જીયરીંગમાં ડીગ્રી મેળવી છે. આ ડીગ્રી મેળવ્યા બાદ તેમને માસ્ટર ડીગ્રી માટે USA જવાનું હતું. વિઝા આવી ગયા બાદ તેમણે સેવા કરવા માટે પોતાનો અભ્યાસ એક વર્ષ સુધી પોસ્ટપોન્ડ કર્યો છે.
મિત્ર : સેવા માટે રજા નહી મળતા નોકરી છોડી
તેમજ મિત્ર નામનો એક યુવક એલ એન્ડ ટી કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી માટે કામ કરતા હતા. પરંતુ સેવા કરવા માટે તેમને એક મહિનાથી વધુ રજા મળે એવી સ્થિતિ ન હતી. તેથી તેમણે સેવા કરવા માટે પોતાની નોકરી માંથી રાજીનામું આપ્યા બાદ તેઓ સેવા કરવા માટે આવ્યા છે.
આ પણ વાંચો - વિદેશથી આવતા હરિભક્તો માટે આંતરરાષ્ટ્રીય રિસેપ્શન સેન્ટર ઉભુ કરાયું, આ સુવિધા મળશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGlowGardenGujaratFirstPrakhamSwamiMaharajPSM100ShatabdiMahotsav
Next Article