ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને પ્રતિમાસ સ્ટાઈપેંડ અને 1 વર્ષ જ ઇન્ટર્નશીપ આપવા માંગ, 1400 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાઇપેંડ વિહોણા

ભારત બહાર વિદેશમાંથી MBBS કરનારા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (foreign medical graduates) માટે પણ ભારતમાં આવીને પ્રેક્ટિસ કરવા રજિસ્ટ્રેશનં નંબર (Registration Number) મેળવવા પરીક્ષા પાસ કરીને ઈન્ટર્નશિપ (internship) કરવી ફરજીયાત છે. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) ને લીધે અને કોરોનાને લીધે...
03:12 PM Mar 20, 2024 IST | Hardik Shah
MBBS Students

ભારત બહાર વિદેશમાંથી MBBS કરનારા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (foreign medical graduates) માટે પણ ભારતમાં આવીને પ્રેક્ટિસ કરવા રજિસ્ટ્રેશનં નંબર (Registration Number) મેળવવા પરીક્ષા પાસ કરીને ઈન્ટર્નશિપ (internship) કરવી ફરજીયાત છે. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) ને લીધે અને કોરોનાને લીધે વિદેશથી આવેલા MBBS વિદ્યાર્થીઓ માટે બે વર્ષની ઈન્ટર્નશિપ ફરજીયાત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને એક જ વર્ષની ઈટર્નશિપ માટે તેમના દ્વારા રજૂઆત કરાઈ છે. બે વર્ષ ઈન્ટર્નશિપ સામે વિદ્યાર્થીઓમાં રોષ છે અને પ્રતિમાસ 18 હજાર સ્ટાઈપેન્ડ (Stipend) પણ ન અપાતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

વિદેશથી MBBS કરનારા વિદ્યાર્થીઓએ સરકારને રજૂઆત કરી છે કે ડિસેમ્બર 2022 તથા જુન 2023 માં ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ પાસ કરનારા વિદ્યાર્થીઓને ફરજીયાત બે વર્ષ ઈન્ટર્નશિપ કરાવવામા આવી રહી છે. કોરોનમાં વિદ્યાર્થીઓએ ભારત આવીને ઓનલાઈન અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જ્યારે ભારતમાં પણ એમબીબીએસના વિદ્યાર્થીઓએ ઓનલાઈન જ અભ્યાસ કર્યો હતો. તેમ છતા ભારતમાં એમબીબીએસ પાસ વિદ્યાર્થીઓ માટે એક વર્ષની ઈન્ટર્નશિપ રખાઈ છે અને ભારત પાછા આવેલા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ સ્ટુડન્સ માટે પરીક્ષા પાસ છતા બે વર્ષ ઇન્ટર્નશિપ રાખવામાં આવી છે.

આ વિદ્યાર્થીઓએ સાડા પાંચ વર્ષના MBBS બાદ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ પાસ કરવા દોઢથીબે વર્ષ અને ઈન્ટર્નશિપ માટે બે વર્ષ સાથે 8થી 9 વર્ષનો સમય આપવો પડી રહ્યો છે. જે મોટી હેરાનગતિ સમાન છે. ફોરેન મેડિકલ MBBS વિદ્યાર્થીઓ સાથે ગુજરાતમાં થઈ રહેલ અન્યાય વિરુદ્ધ રાજ્યભરમાંથી રાજ્યપાલ ને આવેદન અપાયા તેમજ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની માંગણી છે કે ઈન્ટર્નશિપ એક વર્ષની કરવામા આવે ઉપરાંત સ્ટેટ કાઉન્સિલ દ્વારા જે નોન ટીચિંગ હોસ્પિટલોમાં ઈન્ટર્નશિપ ફાળવાઈ છે ત્યાં ભારતના વિદ્યાર્થીઓ સ્ટાઈપેન્ડ પણ અપાતુ નથી. કમિશનના નિયમ છતાં પણ માસિક ૧૮ હજારનું પણ સ્ટાઈપેન્ડ વિદ્યાર્થીઓને ચુકવાતુ નથી.

આશરે 1400 જેટલા FMG MBBS વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ વિહોણા

ફોરેઇન મેડિકલ MBBS વિદ્યાર્થીઓ કે જેઓ હાલ ગુજરાત માં વિવિધ મેડિકલ કોલેજો હોસ્પિટલમાં પોતાની ઈન્ટરન તરિકે ફરજ બજાવી રહ્યા છે તેઓને કોરોના સમયમાં ઓનલાઇન અભ્યાસ હોઈ ઇન્ટરનશીપ ૨ વર્ષ જેટલા મોટા સમય માટે કરવા જણાવાય છે. જ્યારે આપણા દેશમાં - ગુજરાતમાં પણ MBBS અભ્યાસ કોરોના સમય દરમ્યાન ઓનલાઈન જ ચલાવવામાં આવેલ, તેમ છતાં એક પણ ભારત ના MBBS વિદ્યાર્થી ને નિયમાનુસાર ૧ વર્ષ થી ૧ દિવસ પણ વધારે ઇન્ટર્નશિપ કરાવવામાં આવેલ નથી, આજ વિદ્યાર્થીઓ સમકક્ષ FMG MBBS વિદ્યાર્થીઓ કે જેઓએ FMGE પરીક્ષા ડીસેમ્બર-૨૦૨૧ તથા જૂન-૨૦૨૨ ના વિદ્યાથીઓને કોઇપણ ઇન્ટર્નશિપ કરાવ્યા વિના ડાયરેક્ટ પરમેનેન્ટ રજી. અપાયેલ છે. આમ આ વિદ્યાર્થીઓ સાથે ખુબજ અન્યાય થઈ રહ્યો છે.

MBBS અભ્યાસ 5.5 વર્ષ (6 મહિનાથી 1/1.5 વર્ષ) FMGE પરિક્ષા પાસ કરવા 2 વર્ષ ઇન્ટર્નશિપ સમય આમ કુલ 8 થી 9 વર્ષ જેટલો મોટો સમય MBBS પૂર્ણ કરવામાં થાય તે કેટલું યોગ્ય, એ પણ એક રૂપિયો સ્ટાઇપેન્ડ વિના, ફોરેઇન એજ્યુકેશનનો આ મસમોટો આર્થિક બોજ ઉપાડી, બેન્કેબલ લોન, સમાજ કલ્યાણ લોન, પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લોન ભરપાઈ કરવા નોટીસો મળતી હોઈ, પરિવારો પણ કોરોના સમયમાં આર્થિક રીતે ખુબજ પછડાયેલા છે તેવા સમયમાં જો અમોને ૨ વર્ષ જેટલો મસમોટો સમય કોઈ વેતન વિના ઇન્ટર્નશિપ કરવી પડે તે આર્થિક અને માનસિક ત્રાસ સમાન હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

ઘણા રાજ્યોની સરકાર અને સ્ટેટ મેડીકલ કાઉન્સિલ દ્વારા પોતાના રાજ્યના FMG- MBBS વિદ્યાર્થીઓ ના વિશાળ હિતમાં ઇન્ટર્નશિપ નો સમયગાળો ૨ વર્ષમાંથી ૧ વર્ષ કરી આપવામાં આવેલ છે આ વિદ્યાર્થીઓ પણ ઉપરોક્ત મુદ્દાઓને લઈ વિવિધ જિલ્લાઓ જેમ કે મોરબી, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, રાજકોટ, સુરત સહિત અલગ અલગ જગ્યએ થી કલેકટર કચેરી મારફતે માન. રાજ્યપાલ ને આવેદન પાઠવ્યા છે. આમ છતાં જો યોગ્ય નિકાલ ન આવે તો ત્યાંય માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Gujarat University Case : ગુજરાત યુનિ.માં મારામારીના પડઘા વિદેશમાં પડ્યા, આ દેશનું ડેલિગેશન આવ્યું મુલાકાતે

આ પણ વાંચો - અમદાવાદ સિવિલ મેડીસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમાં વિશ્વ મહિલા દિવસની સશક્ત ઉજવણી

આ પણ વાંચો - World Hearing Day ની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સ્કૂલમાં જઇ બાળકોની તપાસ કરાઇ

Tags :
1 year internshipforeign medical graduatesGujaratGujarat FirstGujarat NewsGujarati NewsMBBSmonthly stipendstipendStudents
Next Article