ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

CBSE Board Exam 2025: આજથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂ, 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

CBSE Board Exam 2025: ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશમાં CBSE બોર્ડ સાથે જોડાયેલ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
11:35 AM Feb 15, 2025 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
CBSE Board Exam 2025
  1. કુલ 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે
  2. કુલ 7842 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
  3. અમદાવાદના 14 હજાર અને રાજ્યના 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

CBSE Board Exam 2025: અભ્યાસ પછી પરીક્ષા આપવાની એક પ્રથા કેટલાય વર્ષોથી ચાલી રહીં છે. કોઈ પણ દેશ હોય અભ્યાસ બાદ પરીક્ષા (CBSE Board Exam) આપવી ખુબ જ અનિવાર્ય હોય છે. આજથી ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસ હોવાથી પરીક્ષાર્થીઓ પોતાના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા. પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓ ધોરણ 10 માં પહેલીવાર બોર્ડની પરીક્ષાનો અનુભવ કરવા જઈ રહ્યા છે, તેમ છતાંય વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી સજજ જોવા મળ્યાં છે.

આ પણ વાંચો: Gujarat Police Job : પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, HC માં સરકારે આપી આ માહિતી

7842 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશમાં CBSE બોર્ડ (CBSE Board) સાથે જોડાયેલ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. દેશમાં અને વિદેશમાં 26 દેશો મળી કુલ 7842 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના અંદાજે 14 હજાર સહિત સમગ્ર રાજ્યના અંદાજિત 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

આ પણ વાંચો: VADODARA : દારુ વેચતી 300 મહિલાઓને પગભર બનાવાશે પોલીસ

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પેપર અંગ્રેજી વિષય

આ વર્ષે પ્રથમ વખતે બોર્ડ દ્વારા 240 વિદ્યાર્થીદીઠ એક અધિકારીને સીસીટીવી મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયનું પેપર જ્યારે ધોરણ 12 માં ઓપ્શનલ વિષય ગણતાં એન્ટરપ્રેનીયોરશીપ વિષયનું પેપર લેવામાં આવી રહ્યું છે. શનિવારથી શરૂ થતી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 4 એપ્રિલના રોજ પૂર્ણ થશે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Board Exam 2025CBSE BoardCBSE Board ExamCBSE Board Exam 2025CBSE Board Exam NewsCentral Board of Secondary EducationGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati News