Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: પોલીસ સાથે દાદાગીરી ભારે પડી! અસામાજિક તત્વો હવે ખાશે જેલની હવા

Ahmedabad: અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક ચલાવી શો બાજી કરતા યુવકોને ટકોર કરવી પોલીસ કર્મચારીને ભારે પડી છે. પોલીસ કર્મચારીએ તેની ફરજ સમજી યુવકોને ટકોર કરી તો ત્રણેયએ પોલીસ કર્મીને ગડદાપાટુનો માર માર્યો હતો. અમદાવાદ શહેરમાં કેટલાક મહિના અગાઉ બનેલ તથ્યકાંડ...
ahmedabad  પોલીસ સાથે દાદાગીરી ભારે પડી  અસામાજિક તત્વો હવે ખાશે જેલની હવા

Ahmedabad: અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક ચલાવી શો બાજી કરતા યુવકોને ટકોર કરવી પોલીસ કર્મચારીને ભારે પડી છે. પોલીસ કર્મચારીએ તેની ફરજ સમજી યુવકોને ટકોર કરી તો ત્રણેયએ પોલીસ કર્મીને ગડદાપાટુનો માર માર્યો હતો. અમદાવાદ શહેરમાં કેટલાક મહિના અગાઉ બનેલ તથ્યકાંડ બાદ પણ કેટલાક નબીરાઓ સુધારવાનું નામ લઈ રહ્યા નથી. નોંધનીય છે કે, બેફામ ડ્રાઈવિંગ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે. આવા કેટલાક નબીરાઓને સાચી સલાહ આપવી પોલીસકર્મીને ભારે પડી છે. ત્રણ સવારીમાં આડા અવળી બાઈક ચલાવતા યુવકોને આ રીતે બાઈક નહીં ચલાવવા માટે કહેતા જ યુવકોએ ઉશ્કેરાઈને પોલીસ કર્મચારીને માર માર્યો છે.

Advertisement

અસમાજિક તત્વો બેફામ ડ્રાઈવિંગે નિર્દોષના જીવ જોખમમાં

પોલીસ હેડ ક્વાર્ટર એફ 7 કંપનીમાં ફરજ બજાવતા લોક રક્ષક જયદેવસિંહ ઝાલા ઘરેથી નોકરી પર જઈ રહ્યા હતા. આ દરમિયાન હંસપુરા બ્રિજ પહેલા એક બાઈક પર ત્રણ યુવકો આડા અવળી બાઈક ચલાવી પોલીસકર્મીની ઓવર ટેક કરી હતી. જેથી ફરિયાદીએ તેમને ધીમેથી, જોઈને અને કોઈને નુકસાનના થાય તે રીતે બાઈક ચલાવવા માટે કહ્યું હતું. જો કે આ સમયગાળા દરમિયાન ત્રણેય યુવકો ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ થોડે આગળ પહોંચતા તેમણે પોલીસ કર્મીને ઊભો રાખ્યો હતો.

પોલીસકર્મીને ઊભો રાખી બીભત્સ ગાળો બોલીને માર માર્યો

નોંધનીય છે કે, પોલીસ કર્મીને ઊભો રાખી બીભત્સ ગાળો બોલીને માર માર્યો હતો. જોકે ફરિયાદીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હોવા છતાં આરોપીઓએ તેને માર માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા નરોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલા નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

અહેવાલઃ પ્રદીપ કાછીયા, અમદાવાદ

આ પણ વાંચો: Gondal: દલિત સમાજની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું, જાણો શું છે મામલો..

આ પણ વાંચો: AHMEDABAD: એરપોર્ટ ખાતે NCBની મોટી કાર્યવાહી, 2.121 કિલો હેરોઈન સાથે ફિલીપાઈન્સની મહિલાને ઝડપી

આ પણ વાંચો: Ahmedabad: શહેર કોટડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે કાર્યવાહી હાથ ધરી

Tags :
Advertisement

.