ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે-મનીષ દોશી, ભાજપ પર આકરા વાકપ્રહાર
- બંધારણ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર આકરા વાકપ્રહાર
- ભાજપ બંધારણ મુજબ દેશ ચલાવવા માંગે છે કે નહીં-મનીષ દોશી
- બંધારણને લઈને કોંગ્રેસનું વલણ પણ રજૂ કર્યુ- મનીષ દોશી
Ahmedabad: ભાજપે બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા વાકપ્રહાર કર્યા છે. મનીષ દોશીએ જણાવ્યું છે કે, ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે. મનીષ દોશીએ ભાજપના બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન મુદ્દે પણ તીખી પ્રતિક્રિયા આપી છે.
ભાજપ પર કર્યા વાકપ્રહાર
કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ ભાજપ પર વાકપ્રહાર કરતા કેટલાક વેધક સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, શું ભાજપ RSSના બંધારણને દરિયામાં ફેંકી દેવાના એજન્ડા સાથે સહમત છે કે નહીં એ સ્પષ્ટ કરે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભાજપ દેશમાં બંધારણ મુજબ શાસન ચલાવવા માંગે છે કે નહીં તેનો ખુલાસો કરે.
આ પણ વાંચોઃ CM Bhupendra Patelના હસ્તે રત્નસિંહ મહિડા મેમોરીયલ એવોર્ડ એનાયત કરાયા
કોંગ્રેસનું બંધારણ પ્રત્યેનું વલણ
કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ બંધારણ પ્રત્યે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ આંબેડકરના સિધ્ધાંતો મુજબ બંધારણ બચાવવા અડગ છે. કોંગ્રેસ સમગ્ર દેશમાં બંધારણ બચાવવા આંદોલન કરી રહી છે. આ નિવેદનો દ્વારા મનીષ દોશીએ બંધારણ અને બાબાસાહેબ પ્રત્યે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કર્યુ હતું.
બાબાસાહેબ વિવાદમાં કોંગ્રેસ ભાજપ આમને-સામને
ત્રણેક મહિના અગાઉ રાજ્યસભામાં ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર હવે આ એક ફેશન બની ગઈ છે . જો તેમણે ભગવાનનું નામ આટલી વાર લીધું હોત, તો તેમને 7 જન્મો માટે સ્વર્ગ પ્રાપ્ત થયું હોત. અમિત શાહના આ નિવેદન બદલ કોંગ્રેસ અને વિપક્ષોએ માફીની માંગણી કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: થલતેજમાં અંજની માતા મંદિરમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા, મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું