Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ શહેરમાં 15 દિવસમાં બીજી વખત પોલીસ પર હુમલો, આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદમાં ફરી એક વખત પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. રખિયાલ બાદ શાહીબાગ પોલીસ પર પણ આરોપીઓ દ્વારા હુમલો કરવાની ઘટના બની છે. પોલીસની હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી પેરોલ જંપ કર્યો હતો અને પોલીસ તેને પકડવા જતાં...
અમદાવાદ શહેરમાં 15 દિવસમાં બીજી વખત પોલીસ પર હુમલો  આરોપીઓની કરી ધરપકડ
Advertisement

અમદાવાદમાં ફરી એક વખત પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. રખિયાલ બાદ શાહીબાગ પોલીસ પર પણ આરોપીઓ દ્વારા હુમલો કરવાની ઘટના બની છે. પોલીસની હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી પેરોલ જંપ કર્યો હતો અને પોલીસ તેને પકડવા જતાં આરોપીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે રયોટિંગ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આરોપીઓને પોલીસનો કોઈનો ડર ના હોય તેવું લાગી રહ્યુ છે.. થોડા દિવસ પહેલા રખિયાલ વિસ્તારમાં નોંધાયેલી એક ફરિયાદમાં પોલીસની ટીમ કુખ્યાત આરોપીના ઘરે તેને પકડવા ગઈ હતી ત્યાં અન્ય ગેંગના લોકો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો... ત્યારે ફરી એક વખત આવી જ ઘટના શાહીબાગ વિસ્તારમાં બની છે... શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીભાઈ લલ્લુભાઈની ચાલીમાં ગત મોડી રાત્રે પોલિસકર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં પોલીસ કોન્સટેબલ ભૂપેન્દ્ર ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહત્વનું છે કે શાહીબાગ પોલીસ પેરોલ જંપ થયેલા આરોપ જીજ્ઞેશ ઉર્ફે પકલો પટણીને પકડવા ગઈ હતી તે સમયે ચાલીના 10 થી વધુ લોકો ભેગા મળીને પોલીસ પર પથ્થરમારો કરી આરોપી જીગ્નેશને છોડવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો. હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો તો અન્ય બે ત્રણ પોલીસકર્મીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે હુમલો કરનારા 11 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ફરજમાં રૃકાવટ અને આરોપીને ભગાડી જવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધીને પાંચ મહિલા સહિત કુલ 8 આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

અમદાવાદ ઝોન 4 ના DCP કાનન દેસાઈએ જણાવ્યૂ હતુ કે મુખ્ય આરોપી જીગ્નેશ ઉર્ફે પકલો અગાઉ મહિલા પોલીસ મથકના પોલીસકર્મીની હત્યાના ગુનામાં જેલમાં હતો અને 17 ફેબ્રુઆરીએ 10 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. જેને 27 ફેબ્રુઆરીએ જેલમાં હાજર થવાનું હોવા છતાં હાજર ના થતા પોલીસ તેને ગઈકાલે પકડવા માટે ગઈ હતી જ્યાં પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અગાઉ પણ પોલીસ દ્વારા 2 વખત બાતમીના આધારે પકડવા પહોચી હતી પણ આરોપી ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો. હાલતો શાહીબાગ પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ લોકો આ હુમલામાં સામેલ હતા કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓના ઘરે પણ તપાસ કરી કોઈ ઘાતક હથિયાર રાખવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરશે.

Advertisement

આ પણ વાંચો - આણંદમાં ‘THE KERALA STORY’ ફિલ્મને લઈ વિવાદ, વેપારીએ ફિલ્મના ફ્રી શોની સ્પોન્સરશિપ ખેંચી પાછી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ

Tags :
Advertisement

.

×