Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અસારવા સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક ઉપરાંત આ સેવાઓ કરાઈ શરૂ

રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ (Civil Hospital Ahmedabad) ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યું હતું. જેમાં રોટરી ક્લબ કાંકરીયા (Rotary Club Kankaria) ના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર (trauma center) માં...
અસારવા સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક ઉપરાંત આ સેવાઓ કરાઈ શરૂ

રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ (Civil Hospital Ahmedabad) ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યું હતું. જેમાં રોટરી ક્લબ કાંકરીયા (Rotary Club Kankaria) ના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર (trauma center) માં રૂ. 48 લાખના ખર્ચે તૈયાર કરાયેલ રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંક, અંદાજીત રૂ. 6.25 કરોડનું 128 સ્લાઇસનું GE સી.ટી. સ્કેન મશીન, બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. ખાતે અંદાજીત રૂ.2.60 લાખની કિંમતથી તૈયાર કરાયેલ નવીન દર્દી સુવિધા કેન્દ્ર (Facilitation centre), Astra Foundation દ્વારા અંદાજીત રૂ.5.50 લાખ અને કેનેરા બેંક તરફથી રૂ.5.70 લાખની મળેલ પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો આજે મંત્રીના હસ્તે શુભારંભ થયો હતો.

Advertisement

ઉપરાંત રોટરી ક્લબ કાંકરીયા દ્વારા 1200 બેડ હોસ્પિટલની સામે બાળ ઉધાનના ડેવલોપમેન્ટ કરવા માટે રૂ.12 લાખનો ચેક સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી સેવાઓમાં ઉમેરો થયેલ આ તમામ પ્રકલ્પો હોસ્પિટલમાં આવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમ મંત્રી એ આ ક્ષણે જણાવ્યું હતું. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-2047 સંકલ્પપૂર્તિમાં સરકાર સાથે, સમાજ અને સેવાભાવી સંસ્થાઓ પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું છે તેમ મંત્રીએ કહ્યું હતું. આ સેવાઓના શુભારંભ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, એડિશન સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ, તમામ વિભાગના વડા, મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજ્યની સૌથી મોટી સ્કીન બેંકની વિશેષતા

સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી તૈયાર કરાઇ છે. આ સ્કીન બેંક અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા અંદાજીત રૂ.48 લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવેલ છે અને આ સ્કીન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે. વ્યક્તિની ચામડી (ચામડીનું પડ) લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયેલ હોય જેમકે દાઝી ગયેલ, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલ હોય અને તેમની પોતાની ચામડી લગાવવા માટે મેડીકલી ફીટના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો શક્ય ના હોય તેવા સંજોગોમાં આ સ્કીન બેંકમાં રહેલ ચામડીનો ઉપયોગ કરી શકાય છે.

Advertisement

મૃત્યુના 6 કલાકની અંદર ચામડી લેવામાં આવે છે. સ્કીન બેંકમાં રહેલી (ખાસ પ્રોસેસ કરેલી) ચામડીનો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં આશરે 400 થી વધારે દાઝેલા દર્દી દાખલ થાય છે અને અન્ય એકસીડન્ટના દર્દીઓ કે જેમને ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા 200 થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન કરવામાં આવે છે. આ સ્કીન બેંક આવા દર્દીઓની સારવારમાં ખુબ જ મદદરૂપ બની રહેશે.

CT Scanner 128 Slice machine ની વિશેષતા

સિવિલ હોસ્પિટલ, અમદાવાદના G-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા રૂ.6.25 કરોડનું 1(એક) GE CT Scanners 128 Slice No of Acquisition Channels 64 with spatial resolution મશીન કાર્યરત થયું છે. આજ રીતે રાજ્યની કુલ 9 સંસ્થાઓને ગુજરાત સરકાર દ્વારા એક-એક CT Scanners 128 Slice મશીન મળ્યું છે. આ મશીનથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આવતાં દર્દીઓને ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ મળી રહેશે અને સીટી સ્કેન કરાવવાનો સમયગાળો ઓછો થશે.

Advertisement

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Gujarat Council of Assocham એ સાયબર સુરક્ષા અંગે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું

આ પણ વાંચો - Gujarat First Exclusive : અયોધ્યા જતા ગુજરાતના મંત્રીઓ સાથે Gujarat First ની Exclusive વાતચીત, જાણો કોણે શું કહ્યું?

આ પણ વાંચો - કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહના હસ્તે ઇન-સ્પેસે ભારતમાં સ્પેસ NGE ના વિકાસને આગળ વધારવા સૌ પ્રથમ અનોખા ટેકનિકલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Tags :
Advertisement

.