AHTU ક્રાઈમ બ્રાંચ Ahmedabad શહેરની નવી પહેલ! ભીક્ષાવૃત્તી કરતા ત્રણ બાળકોને રેક્સ્યુ કર્યા
Ahmedabad: અમદાવાદ શહેરમાં અત્યારે ઘણાં એવા બાળકો છે, જેઓ રસ્તા પર ભીખ માંગતા જોવા મળે છે. આખરે તેમની શું પરિસ્થિતિ હોય છે? કેમ તે બાળકોને ભીખ માંગવા માટે મજબૂર થવું પડે છે? ભણવા અને રમવાની ઉંમરમાં કેમ બીજા સામે ભીખ માટે હાથ લંબાવવો પડે છે? આ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે, આ બાળકોને અત્યારે ભણવાની ઉંમરમાં પોતાના પેટ માટે લોકો માટે હાથ લંબાવવો પડે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે અમદાવાદ શહેરમાં જાહેર સ્થળો પર ભીખ માંગતા બાળકો (Begging Children)ને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહીં છે.
AHTU ક્રાઈમ બ્રાંચે ભીખ માંગતા બાળકોને રેક્સ્યુ કર્યા
વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે શહેરના જાહેર સ્થળો પર ભીખ માંગતા બાળકો (Begging Children)ને રેક્સ્યુ (Rescued) કરવાની કામગીરી AHTU ક્રાઈમ બ્રાંચ અમદાવાદ (Ahmedabad) શહેર દ્વારા કરવામાં આવી રહીં છે. અત્યારે સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચ અને મ.પોલીસ કમિશનર ઈ/ચા AHTU ક્રાઈમ બ્રાંચ નાઓના મૌખીક હુકમ આધારે અમદાવાદ શહેરમા વિવિધ જાહેર સ્થળોએ ભીખ માંગતા બાળકોને રેસ્ક્યુ કરવાની સુચના આપતા જે આધારે અલગ-અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા શરૂ કવામાં આવી છે.
બાળકોને તેના વાલી-વારસને પણ સોપી દેવામાં આવ્યા
નોંધનીય છે કે, પેટ્રોલીગમા નિકળતા પકવાન બ્રીજ નીચે ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર આવતા ત્રણ બાળકો રાહદારીઓ પાસે રૂપિયાની ભીખ માગતા હતા. તે બાળકોને રેસ્ક્યુ (Rescued) કરી અમદાવાદ શહેર ખાતે આવેલ ચાઇલ્ડ વેલફેર કમીટીના ચેરમેનની મૌખીક સુચના આધારે રેસ્ક્યુ (Rescued) કરેલ બાળકોને તેના વાલી-વારસને પણ સોપી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પોલીસની આ કામગીરી ખુબ જ સરાહનીય છે.