Ahmedabad : યુટ્યૂબર સમય રૈનાનો વાહિયાત શૉ અમદાવાદમાં રદ્દ
- અમદાવાદમાં નહીં યોજાય અભદ્રતાથી ભરેલો કોમેડી શૉ
- યુટ્યૂબર સમય રૈનાનો વાહિયાત શૉ અમદાવાદમાં રદ્દ
- સુરતના નીરવ રાજગોરે અમદાવાદમાં કર્યું હતું આયોજન
- સ્ટેજ હોલિક ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રદ્દ કરાયો શૉ
- વિવાદને લીધે હવે શૉ નહીં યોજાયઃ નીરવ રાજગોર
- અમદાવાદમાં ઓડાનો ઓડિટોરિયમ કરાયો હતો બૂક
- સમય રૈના ગુજરાતમાં કોમેડીના નામે નહીં ફેલાવે અભદ્રતા
Ahmedabad : યુટ્યૂબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો અમદાવાદમાં રદ્દ કરવામાં આવ્યો છે. આ શોનું આયોજન સુરતના ઈવેન્ટ ઓર્ગેનાઈઝર નીરવ રાજગોરે કર્યું હતું અને તે અમદાવાદના ઓડાના ઓડિટોરિયમમાં યોજાવાનો હતો. જોકે, શોના કન્ટેન્ટ અંગે ઉઠેલા વિવાદને કારણે સ્ટેજ હોલિક ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા તે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આયોજક નીરવ રાજગોરે સ્પષ્ટ કર્યું કે, અમદાવાદમાં આ શો હવે યોજાશે નહીં. સમય રૈનાની કોમેડી શૉમાં અભદ્રતા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે ગુજરાતમાં તેના શોને લઈને વિપરીત પ્રતિસાદ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં અભદ્ર શો રદ્દ
યુટ્યૂબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો અમદાવાદમાં યોજાનારો કોમેડી શો હવે રદ્દ કરવામાં આવ્યો છે. આ શોનું આયોજન સુરતના ઇવેન્ટ ઓર્ગેનાઈઝર નીરવ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે અમદાવાદના ઓડાના ઓડિટોરિયમમાં યોજાવાનો હતો. આયોજક નીરવ રાજગોરે જણાવ્યું કે, હવે આ શો અમદાવાદમાં યોજાશે નહીં. સમય રૈનાની કોમેડી શૉને લઇને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે અભદ્રતા ફેલાવી રહ્યો હતો, જેને કારણે ગુજરાતમાં પ્રેક્ષકોની નકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી.
એક ટિપ્પણી અને વિવાદનો વંટોળ
પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાએ તાજેતરમાં કોમેડી શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં માતા-પિતા વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ કારણે તે વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. તેમની આ ટિપ્પણી પર જોરદાર પ્રતિક્રિયા આવી હતી, ત્યારબાદ મામલો વધુ ગરમાયો છે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા, કોમેડિયન સમય રૈના અને અન્ય કલાકારો વિરુદ્ધ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને બતાવવા બદલ કેસ નોંધ્યો છે. આ શો તેના વાંધાજનક ભાષા અને અશ્લીલ કનટેન્ટને કારણે વિવાદમાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આ કેસમાં નોંધાયેલ આ બીજી FIR છે. આ પહેલા આસામ પોલીસે સોમવારે FIR નોંધી હતી. મહારાષ્ટ્ર સાયબર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ આઇટી એક્ટની કલમ 67 (ઇન્ટરનેટ પર અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવા) સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઇન્ડિયા'ઝ ગોટ લેટેન્ટને લગતો વિવાદ શું છે?
યુટ્યુબર રણવીર અલ્લાહબાડિયાએ સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં માતા-પિતા વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ પછી, તેમને દેશભરમાં ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને સમય રૈના, તેના શો અને રણવીર અલ્લાહબાદિયા પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. જોકે, અલ્લાહબાદિયાએ આ વિવાદ માટે માફી માંગી છે જ્યારે અન્ય બેએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે.
આ પણ વાંચો : રણવીર અલ્હાબાદિયાની જીભ કાપીને લાવશો તો 5 લાખનું ઇનામ, કોણે કરી આવી જાહેરાત?