Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે મુલાકાતીઓ લઈ રહ્યા છે તરસ્યા ઝાડોની મુલાકાત

કાળઝાળ ગરમી (Scorching Heat) વચ્ચે માણસો પરેશાન છે તેવી રીતે જ રિવરફ્રન્ટ (Riverfront) અમદાવાદ ખાતે ઝાડવાઓ પણ ગરમીનો શિકાર બન્યા છે. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક (riverfront flower park) ની પાસે બહાર નાના ઝાડ (small trees) જે એન્ટ્રેન્સની શોભા વધારે છે તે...
05:40 PM Jun 10, 2024 IST | Hardik Shah
Thirsty trees in Riverfront

કાળઝાળ ગરમી (Scorching Heat) વચ્ચે માણસો પરેશાન છે તેવી રીતે જ રિવરફ્રન્ટ (Riverfront) અમદાવાદ ખાતે ઝાડવાઓ પણ ગરમીનો શિકાર બન્યા છે. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક (riverfront flower park) ની પાસે બહાર નાના ઝાડ (small trees) જે એન્ટ્રેન્સની શોભા વધારે છે તે ઝાડ સુકાઈ ગયા છે તેના પાંદડા ખરી રહ્યા છે. રિવરફ્રન્ટ પાર્ક (riverfront park) માં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તે ખર્ચ લોકો કહી રહ્યા છે કે પાણીમાં ગયો છે કારણ કે આ ઝાડો ને પાણી મળ્યું નથી અને પરિણામે ગરમીમાં તેઓ સુકાઈ ગયા છે. કરોડો રૂપિયા નું આંધણ પાણીમાં ગયું છે. રિવરફ્રન્ટ નું ફ્લાવર પાર્ક અને ફ્લાવર પાર્કના જ ઝાડોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી તે હકીકત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.બહારથી આવનાર વિઝીટરોના મુખે આ ઘટના નિંદાનું પાત્ર બની છે.

Thirsty Trees

અમદાવાદ રિવરફ્રન્ટ અમદાવાદની આન બાન અને શાન છે અને તેમાં પણ અટલબ્રીજની અનેક લોકો મુલાકાત દિવસે ને દિવસે લેતા હોય છે ત્યારે અટલ બ્રિજ પાસે આવેલ ફ્લાવર પાર્ક પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં મુલાકાત લેનાર ઇન્દોરના વતની મૂર્તજા અલી અને મુસ્તફા અહીં આવ્યા હતા અને તેમણે એન્ટ્રેન્સ ઉપર જ આ ઝાડ જોઈ અને નિશાશા નાખ્યા હતા. તેમને કહ્યું કે રિવરફ્રન્ટ પાર્ક ખુબ સરસ બનાવવામાં આવ્યું છે ફ્લાવર પાર્કમાં અનેક જાતના ઝાડો છે પરંતુ ઝાડ આ રીતે નિર્દોષ પણે મૃત્યુ પામે તે સારું ન લાગે. કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે પરંતુ આ ઝાડ પાણી વગર સુકાઈ ગયા છે તે અયોગ્ય છે અને ઝાડવાઓને બચાવવા તે આપણી મોટી ફરજ છે. તેમણે એમ પણ કહ્યું કે નવા ઝાડ લગાવવા માટે સરકાર અવારનવાર કેમ્પેઇન કરતી હોય છે અપીલ કરતી હોય છે નવા ઝાડ તો લાગે ત્યારે લાગશે પરંતુ જે જુના ઝાડ છે તેને તો બચાવી લેવા જ જોઈએ. પરંતુ કોર્પોરેશન ના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે પરંતુ પાણી આ ઝા પાણી મળ્યું નથી અને પરિણામે તેઓ અકાળે મૃત્યુ પામ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કની બહાર સરસ રીતે કટીંગ કરેલા નાના ઝાડો સુકાઈ ગયા છે તેમના પાંદડા ખરી રહ્યા છે અને અહીં આવનાર મુલાકાતિઓ આ દ્રશ્યો જોઈને નિશાશા નાખી રહ્યા છે.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - પ્રાકૃતિક ખેતી અપનાવનારા કાશીરામભાઈ વાઘેલા અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણા રૂપ

આ પણ વાંચો - Ahmedabad: સમરસ છાત્રાલય વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ, 8,000 વિદ્યાર્થીઓના સપના કર્યાં સાકાર

Tags :
AhmedabadAhmedabad NewsGujarat FirstRiverFrontriverfront flower parkScorching heatshedding their leavessmall treesThirsty treesvisitorsVisitors in Riverfront
Next Article