ICAI CA Final results 2024: અમદાવાદની રિયા શાહે મેળવ્યો Rank-2, ટોપ 3માં આ 4 નામ સામેલ
- રિયા શાહ CA ફાઇનલની પરિક્ષામાં દેશમાં બીજા સ્થાને આવી
- ધોરણ 8 થી જ રિયાએ CA બનવાનું નક્કી કરી દીધું હતું
- રિયાએ CAની પ્રથમ પરીક્ષા સમગ્ર દેશમાં 42 રેન્ક મેળવ્યો હતો
ICAI CA Final results 2024: ભારતમાં એવા ઘણાં વિદ્યાર્થીઓ છે કે સીએ બનવાનું સપનું જોઈને બેઠા હોય છે. પરંતુ દરેકના સપના પુરા થતા નથી. અનેકને નિરાશા મળી હોય છે, પરંતુ જો તમારી મહેનત સખત કરતા સતત હોય તો સફળતા તમારા ચરણ સ્પર્શ કરવા આવવાની જ છે. આવી જ સફળતા અમદાવાદની રિયા શાહને મળી છે. અમદાવાદની રિયા શાહ ICAI CA ફાઇનલની પરિક્ષામાં દેશમાં બીજા સ્થાને આવી છે.
આ પણ વાંચો: Gondal: કૂતરાઓ વર્તાવ્યોકહેર, છેલ્લા 25 દિવસમાં 352 લોકોને કૂતરાએ બચકા ભર્યા
CA ફાઈનલ પરીક્ષા પાસ કરી સમગ્ર દેશમાં Rank-2
રિયા શાહે CAની પ્રથમ પરીક્ષા સમગ્ર દેશમાં 42 રેન્ક મેળવ્યો હતો. જ્યારે હવે CA ફાઈનલ પરીક્ષા પાસ કરી સમગ્ર દેશમાં Rank-2 પ્રાપ્ત કરીને અમદાવાદ સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. રિયા શાહે જણાવ્યું કે, તેણે ધોરણ 8 થી જ CA બનવાનું નક્કી કરી દીધું હતું અને તે પ્રમાણે સતત મહેનત પણ કરી રહીં હતી. રિયાએ સોશિયલ મીડિયા અને મોબાઈલ દૂર રહીને કરી સતત મહેનત ચાલુ રાખી અને ચોક્કસ ટાઈમ ટેબલ સાથે તૈયારી કરી હતી. જેના પરિણામે અત્યારે રિયા શાહ CA ફાઈનલ પરીક્ષામાં દેશમાં બીજા સ્થાને આવી છે.
રેન્કરનું નામ | All India Ranking | Marks | Percentage | શહેર |
Heramb Maheshwari | 1 | 508 | 84.67% | હૈદરાબાદ |
Rishab Ostwal R | 1 | 508 | 84.67% | તિરૂપતિ |
Riya Kunjankumar Shah | 2 | 501 | 83.50% | અમદાવાદ |
Kinjal Ajmera | 3 | 493 | 82.17% | કોલકાતા |
આ પણ વાંચો: Ahmedabad: કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરવાની AMCએ કરી સત્તાવાર જાહેરાત
CAની ફાઇનલ પરીક્ષામાં ટોપ 3 માં ચાર વિદ્યાર્થીઓ ચળક્યા
નોંધનીય છે કે, ગઈ કાલે મોડી રાત્રે ICAI CA ફાઇનલ નવેમ્બર 2024નું પરિણામો અને મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા આયોજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઇનલ પરીક્ષામાં ટોચના ત્રણ રેન્કમાં બે છોકરાઓ અને બે છોકરીઓએ રહ્યાં છે.જેમાં Rank-1માં 508 માર્કસ સાથે હૈદરાબાદનો Heramb Maheshwari અને તિરૂપતિને ઋષભ ઓસ્તવાલ (Rishab Ostwal,) આવ્યાં છે. જ્યારે Rank-2 માં 501 માર્કસ સાથે અમદાવાદની રિયા શાહ (Riya Shah) આવી છે. Rank-3ની વાત કરીએ તો 493 માર્કસ સાથે કોલકાતાની કિંજલ અજમેરા (Kinjal Ajmera) આવી છે.
આ પણ વાંચો: Rajkot: ઈનોવેટિવ સ્કૂલની બસે સર્જ્યો અકસ્માત, અનેક વિદ્યાર્થીઓ થયા ઘાયલ