Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : અમદાવાદ વાસીઓ થઈ જાઓ સાવધાન! શહેરમાં આ વાયરસ કરી રહ્યો છે પગપેસારો

અમદાવાદ શહેરમાં સ્વાઈનનો કહેર સ્વાઇન ફ્લૂના 7 દિવસમાં 49 કેસ નોંધાયા ગત માસ સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 430 કેસ નોંધાયા કમળાના 46 ટાઈફોડ, 68 કોલેરા 3 કેસ નોંધાયા AHMEDABAD H1N1 FLU : અમદાવાદમાં...
ahmedabad   અમદાવાદ વાસીઓ થઈ જાઓ સાવધાન  શહેરમાં આ વાયરસ કરી રહ્યો છે પગપેસારો
  • અમદાવાદ શહેરમાં સ્વાઈનનો કહેર
  • સ્વાઇન ફ્લૂના 7 દિવસમાં 49 કેસ નોંધાયા
  • ગત માસ સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા
  • ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 430 કેસ નોંધાયા
  • કમળાના 46 ટાઈફોડ, 68 કોલેરા 3 કેસ નોંધાયા

AHMEDABAD H1N1 FLU : અમદાવાદમાં ( AHMEDABAD )કાળજાળ ગરમીના સાથે સાથે હવે સ્વાઇન ફ્લૂનો પણ કહેર પણ શહેરમાં ફેલાયો છે. અમદાવાદ વાસીઓ માટે હવે ચેતવણી સમાન સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ બાદ હવે સ્વાઇન ફ્લૂ વાયરસ શહેરમાં પગપેસારો કરી રહ્યો છે. શહેરમાં આરોગ્ય તંત્ર માટે લાલબત્તી સમાન એવા સ્વાઇન ફ્લૂના આંકડાઓ સામે આવી રહ્યા છે, વધુમાં ચિંતાજનક બાબત એ છે કે સ્વાઇન ફ્લૂના સાથે સાથે પાણીજન્ય રોગ જેવા કે કમળા, ટાઈફોડ અને કોલેરાના પણ કેસોમાં પણ ધીરે ધીરે વધારો થતો જઈ રહ્યો છે.

Advertisement

અમદાવાદ ( AHMEDABAD ) શહેરમાં છેલ્લા 7 દિવસમાં જ સ્વાઇન ફ્લૂના 49 કેસ નોંધાયા છે. ગત માસ દરમિયાન પણ શહેરમાં સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 232 કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લૂમાં થઈ રહેલ વધારો હવે શહેરીજનો અને આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે, સ્વાઇન ફ્લૂ ઉપરાંત પાણીજન્ય રોગના કેસમાં પણ હવે વધારો નોંધાયો છે. છેલ્લા 7 દિવસમાં ઝાડા ઉલટીના 331 નોંધાયા છે. તેટલું જ નહીં કમળાના 46, ટાઈફોડ 68  અને કોલેરા 3 કેસ નોંધાયા છે. હવે શહેરજનો માટે આ એક ચિંતાનો વિષય બન્યું છે.

Advertisement

આ પણ વાંચો : ઈડરના શ્રીનગર વિસ્તારમાં બે માસથી ખોદકામ કરાયેલા ખાડા પુરવામાં તંત્રની ઉદાસીનતા

Advertisement
Tags :
Advertisement

.