Ahmedabad : CWC ની બેઠકમાં રાહુલ ગાંધીએ OBC અંગે કરી મોટી વાત, જાણો શું કહ્યું ?
- CWC ની બેઠકમાં રાહુલે OBC અંગે કરી મોટી વાત
- બેઠકમાં રાહુલ ગાંધીએ વંચિતોની લડાઈ લડવા કરી વાત
- OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા રાહુલ ગાંધી : સૂત્ર
- "કોંગ્રેસ SC, ST, OBC સમાજના હિત માટે લડે એ જરૂરી"
- "સવર્ણ વર્ગના ગરીબોના હકો માટે પણ લડવું જરૂરી"
અમદાવાદનાં (Ahmedabad) સાબરમતી તટ નજીક આવેલા સરદાર સ્મારક ખાતે આજે કોંગ્રેસની CWC ની બેઠક (Congress' CWC Meeting) મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત કરવા, આવનાર ચૂંટણીઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠકમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વંચિતોની લડાઈ લડવાની વાત કહી હોવાની માહિતી સામે આવી છે. બેઠકમાં રાહુલ ગાંધી OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા 17 વર્ષીય સગીરે 5 માં માળેથી કૂદી આપઘાત કર્યો
OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા રાહુલ ગાંધી : સૂત્ર
અમદાવાદમાં (Ahmedabad) આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક મળી હતી, જે લગભગ 4 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Kharge), સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ હાજર રહયા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, બેઠકમાં રાહુલ ગાંધીએ વંચિતો માટે લડાઈ લડવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, OBC આપણાંથી દૂર થઈ ગયા. આપણે દલિત, બ્રાહ્મણ, મુસ્લિમમાં અટવાયેલા રહ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ SC, ST, OBC સમાજનાં હિત માટે લડે તે જરૂરી છે.
આ પણ વાંચો - ગુજરાતના સુરત શહેરમાં 118 વર્ષ પહેલા કેમ સ્થગિત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ અધિવેશન?
'કોંગ્રેસ SC, ST, OBC સમાજના હિત માટે લડે એ જરૂરી'
પ્રાપ્ત અહેવાલ અનુસાર, કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનમાં (Congress National Convention) રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા. દરમિયાન, રાહુલ ગાંધી OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ગરીબોની પાર્ટી છે. સવર્ણ વર્ગના ગરીબોના હકો માટે પણ લડવું જરૂરી છે. જણાવી દઈએ કે, CWC ની બેઠક બાદ તમામ સભ્યોને PATEL A LIFE બુક આપવામાં આવી હતી. ત્યાર બાદ ગાંધી આશ્રમ (Gandhi Ashram) ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા યોજાઈ હતી. આવતીકાલે કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 1,700 થી વધુ કોંગ્રેસ સમિતિનાં પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ પણ વાંચો - 80 જેટલા કોંગ્રેસી નેતાઓ 2 ચાર્ટર્ડ પ્લેનમાં આવશે અમદાવાદ! જાણો સુરક્ષા વ્યવસ્થા વિશે