Ahmedabad: ઓમ જિજ્ઞેશ વ્યાસને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મળ્યો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
- રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયો સન્માન સમારોહ
- 17 બાળકોને પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા
- અમદાવાદના ઓમ જિજ્ઞેશ વ્યાસને પણ બાળ પુરસ્કાર એનાયત કરાયો
Prime Minister National Child Award: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે એટલે કે 26, ડિસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત સમારોહમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (Prime Minister National Child Award) એનાયત કર્યા હતાં. જેમાં ગુજરાતના અમદાવાદના રહેવાસી ઓમ જિજ્ઞેશ વ્યાસ (Om Jignesh Vyas)ને પણ બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માટે ગર્વની વાત છે.
On Veer Baal Diwas, we recall the valour and sacrifices of the Sahibzades. We also pay tribute to Mata Gujri Ji and Sri Guru Gobind Singh Ji. Addressing a programme in Delhi. https://t.co/UhEeKzFL5G
— Narendra Modi (@narendramodi) December 26, 2024
આ પણ વાંચો: Veer Bal Diwas : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 બાળકોને આપ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
ઓમ જિજ્ઞેશ વ્યાસને 2000 સંસ્કૃત શ્લોક કંઠસ્થ છે
17 વર્ષીય ઓમ જિજ્ઞેશ વ્યાસ (Om Jignesh Vyas) દિવ્યાંગ છે અને કળા તેમ જ સંસ્કૃતિ ક્ષેત્રે આ એવોર્ડ એનાયત કરાયો છે. ઓમ લખી કે વાંચી શકતો નથી, તે સેરેબ્રલ પાલ્સીના લીધે દિવ્યાંગ છે. ઓમ જિજ્ઞેશ વ્યાસને 2000 સંસ્કૃત શ્લોક કંઠસ્થ છે, જેમાં સુંદરકાંઠ તથા ભાગવદ્ ગીતાના શ્લોકોનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, તેને માત્ર ભક્તિ ગીતો, શ્લોકોમાં રસ છે. તેને મ્યુઝિકલ પાર્ટી, ટી.વી, રેડિયો, ડી.જે. વગરે સાંભળવામાં પણ રસ નથી. તેના માટે મનોરંજનનુ સાધન એટલે માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો.
આ પણ વાંચો: BRTS રૂટ પર રિક્ષાચાલકની દાદાગીરી, BRTS બસના ચાલકને માર મારી બસમાં કરી તોડફોડ
ઓમને સૌથી વધુ ખુશી મંદિરમાં જવાથી મળે છે
જેમ જેમ તેની ઉંમર વઘતી જાય છે તેમ તેમ તેનો આધ્યાત્મિક ક્ષેત્રે રસ પણ વધતો જાય છે. ઓમને સૌથી વધુ ખુશી મંદિરમાં જવાથી મળે છે. હાલ ઓમને સુંદરકાંઠ તથા ભાગવદ્ ગીતાના શ્લોકો, હનુમાન ચાલીસા શિવમહિમ્ન સ્ત્રોત, શિવમાનસ પુજા, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્રી, ગાયત્રી ચાલીસા, સાંઇ ભવાની, મારી હુંડી સ્વીકારો મહારાજ, શંભુ શરણે પડી વગેરે જેવા ભજનો તેમજ શ્લોકો કંઠસ્થ છે. આ બધુ ઓમ વ્યાસે માત્ર સાંભળીને કંઠસ્થ કરેલ છે. અત્યારે ઓમ જિજ્ઞેશ વ્યાસને રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર એનાયત થયો છે, તથા પ્રધાનમંત્રી દ્વારા તેમની પ્રસંશા પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ દિવ્યાંગ બાળ ઓમ વ્યાસની સિદ્ધિઓની સરાહના કરતાં ગુજરાતનું ગૌરવ વધારવા માટે તેને અભિનંદન પણ પાઠવ્યા છે. ઓમ વ્યાસ થોડા સમય પહેલાં જ માતા-પિતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં (Gandhinagar) પ્રત્યક્ષ મળવા આવ્યો હતો એ વેળાએ પણ મુખ્યમંત્રી તેની સિદ્ધિઓથી પ્રભાવિત થયા હતા અને ઓમ જેવા દિવ્યાંગ બાળકો અન્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રેરણા રૂપ બનશે તેમ જણાવ્યું હતું.
અલગ-અલગ 18 રેકોર્ડ બુક્સમાં સામેલ છે નામ
ઓમ વ્યાસે અત્યાર સુધી અનેક શો પણ કર્યા છે. અને અનેક એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી અને સર્ટિફિકેટથી તેનું સન્માન કરવામાં આવ્યું છે. ઓમની આવી ટેલેન્ટને કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ જેવી અલગ અલગ 18 રેકોર્ડ બુક્સમાં નામ પણ નોંધાયું છે. દિવ્યાંગ ઓમ વ્યાસને વર્ષ 2017 માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર પણ એનાયત કરાયો હતો અને વડાપ્રધાન એ તેની પ્રશંસા પણ કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad airport પરથી ઝડપાયું અધધ 3 કિલો સોનું, DRIએ તસ્કરોની યુક્તિને બનાવી નિષ્ફળ