Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : ઝેવિયર્સ કોલેજમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી ગ્રેજ્યુએશન ડે ના કાર્યક્રમમાં હાજરી

અમદાવાદની ઝેવિયર્સ કોલેજમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં છઠ્ઠો ગ્રેજ્યુએશન ડે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના સ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી . વધુમાં આ કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ સિદ્ધિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી...
ahmedabad   ઝેવિયર્સ કોલેજમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી ગ્રેજ્યુએશન ડે ના કાર્યક્રમમાં હાજરી

અમદાવાદની ઝેવિયર્સ કોલેજમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં છઠ્ઠો ગ્રેજ્યુએશન ડે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના સ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી . વધુમાં આ કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ સિદ્ધિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ કાર્યક્રમ અંગે સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ શેર કરવામાં આવી હતી.

Advertisement

તમે ડિગ્રી લીધા પછી મેહનત કરશો તો જ પદ પ્રાપ્ત થશે - ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

Advertisement

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યક્રમનું સંબોધન કરતાં વિધ્યાર્થીઑને કહ્યું હતું કે,  તમે જે સપના જોવો તેને સાકાર કરવાનું કામ કરજો અને જો તમે  મેહનત કરશો તો પાક્કું આગળ વધશો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તમે ડિગ્રી લીધા પછી મેહનત કરશો તો જ પદ પ્રાપ્ત થશે,  લીડર એ બીજાના જીવનમાં બદલાવ લાવી શકે તેવા હોય છે અને તમે ભવિષ્યના તમે લીડર છો.

અત્યારના જમાનાના લોકો માટે ડ્રગ ફેશન બની ગયું છે 

Advertisement

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઑને ડ્રગ્સના દૂષણ અંગે પણ સૂચન આપ્યું હતું અને કહ્યું હતું કે, અત્યારના જમાના લોકો માટે ડ્રગ ફેશન બની ગયું છે, પણ તમે ટીનએજ વાળા છો ડ્રગસથી દુર રહેજો. તમે સંકલ્પ લો ખુદ ડ્રગસ નહીં લો અને પોતાના મિત્રોને નહિ લેવા દો.
મારા રાજ્યના યુથને હું કહું છું કે આ બધાથી દુર રહો, બધાએ ભેગા મળી સમાજના આ દુષણને દૂર કરવું જોઈએ અને તમને કોઈ પણ માહિતી મળે પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરો અમે પગલાં લઈશું.

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સાયબર ક્રાઇમ અંગે અપાયું નિવેદન 

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે - ન્યુડ કોલ આવે તો એનાથી ડરવાની કોઈએ જરૂર નથી કે આત્મહત્યા જેવુ પગલું લેવાની પણ જરૂર નથી. આપણા સાથે આવી કોઈ ઘટના બની હોય તો આપણે પોલીસ મથકે જાઉ જોઈએ અને તેમની મદદ લેવી જોઈએ, જો પોલીસ મદદ ન કરે તો તમે મને ફોન કરો હું કરીશ તમારી મદદ.

આ પણ વાંચો -- Politics : “વિપક્ષના હજુ પણ ત્રણ-ચાર ધારાસભ્ય તૂટશે”, જાણો કોણે કહ્યું

Tags :
Advertisement

.